કોઈ પણ પ્રકારના કોચિંગ વિના IAS બન્યા વિશ્વાસ. દરેકે વાંચવા જોઈએ એમના સફળતાના સોપાન.

કહે છે ને કે ઈચ્છા છે ત્યાં રસ્તો છે. “મન હોય તો માળવે જવાય” જો તમે તમારા મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો કે મારે આ કરવું છે. તો સફળતા મળવાનું નક્કી છે. કાનપુરના આ સોફ્ટવેર એન્જીનીયર એ ૮ લાખનું પેકેજ છોડી IAS બનવાનું નક્કી કરી લીધું અને નોકરી છોડીને તૈયારીમાં લાગી ગયો. IAS તૈયારી માટે કોચિંગ ન કર્યા અને ઈન્ટરનેટ દ્વારા અભ્યાસ કરી ઈન્ટરેન્સ પાસ કરી અને 344 રેન્ક પ્રાપ્ત કર્યો.

‘વિશ્વાસ’ નામ : ગોવિંદ નગર ચોકી વિસ્તારના દબોલી વેસ્ટમાં રહેવા વાળા દેવેન્દ્ર કુમાર શુક્લાની દાદા નગરમાં એક નાની એવી હોટલ છે. પરિવારમાં માતા મમતા, મોટો દીકરો વિશ્વાસ (૨૭), દીકરી રક્ષી (૨૩) સાથે રહે છે. દેવેન્દ્ર કુમાર એ દીકરાનું નામ વિશ્વાસ રાખ્યું હતું અને તેને દીકરા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ નામ જરૂર રોશન કરશે. તેનો દીકરો માતા પિતાના વિશ્વાસ પૂરો કરવામાં સફળ થયો અને આખા પરિવારને દીકરાની આ સફળતા ઉપર ગર્વ છે.

પિતાના શબ્દો : વિશ્વાસના પિતા દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે વિશ્વાસ નાનપણથી ભણવામાં ઘણો હોંશિયાર હતો. વિશ્વાસે ૨૦૦૮ માં હાઈસ્કુલ પાસ કરી હતી તેના 84 ટકા માર્ક્સ હતા. તેને ઇન્ટરમાં 86 ટકા માર્ક્સ હતા. ત્યાર પછી તે બીએચયુ જતો રહ્યો ત્યાંથી ઇલેક્ટ્રિકસ માંથી બીટેક કર્યું અને કોલેજ માંથી તેને પ્લેસમેન્ટ મળી ગયું. ત્યાર પછી બેંગ્લોરમાં સેમસંગ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયરીંગનું કામ કરવા લાગ્યો.

વિશ્વાસના બે શબ્દો : વિશ્વાસ એ જણાવ્યું કે તેણે બેંગ્લોરમાં ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી નોકરી કરી હતી. તે દરમિયાન મને ૭૦ દિવસો માટે કંપની એ દક્ષીણ કોરિયા મોકલી દીધો. જયારે હું ત્યાંથી પાછો ફર્યો. તો મારું મન નહોતું માની રહ્યું હતું. મારા મનમાં સામાજિક હીત માટે કાંઈક કામ કરવું હતું.

મેં મારા પપ્પા અને કાકાને ફોન ઉપર જાણકારી આપી કે હુ આ નોકરી છોડી રહ્યો છે. IAS ની તૈયારી કરીશ. મારા પરિવાર એ મને પુરતો સાથ આપ્યો અને બેંગ્લોરથી દિલ્હી શિફ્ટ થઇ ગયો.

તેણે જણાવ્યું કે મને 70 હજાર રૂપિયા દર મહીનાનું પેકેજ હતું. જયારે મેં કંપની છોડવાનું નક્કી કર્યું તો કંપની મારા પેકેજને વધારવા માટે તૈયાર હતી. જો હું કંપનીની લાલચમાં આવી જાત તો આજે આ સ્થાન ઉપર ન આવી શક્યો હોત.

વિશ્વાસે આગળ જણાવ્યું કે તેણે રૂમમાં રહીને અભ્યાસ કર્યો અને તેના માટે તેણે કોઈ કોચિંગ નથી કર્યા. બસ ઈન્ટરનેટ દ્વરા તેને લાગતો અભ્યાસ કર્યો અને થોડા લેખકની નવલકથા વાચી જેનાથી મને પ્રોત્સાહન પણ મળ્યું. હવે હું સમાજમાં જઈને દેશ માટે કાંઈક ઉત્તમ કરીશ, પોતાનું એન્જીનીયરીંગનો અનુભવ લોકોના હીત માટે કરશે.

“જ્યાં ચાહ, ત્યાં રાહ” આ કહેવતને સાકાર કરી છે વિશ્વાસે. માટે આપણે પણ આપના ધ્યેય માટે કટિબંધ થઈએ તો આપણે પણ સારામાં સારું કરી શકીએ છીએ. એના માટે સખત પુરુષાર્થ અને પોતાના અને ભગવાન પર અખંડ શ્રદ્ધા હોવી એટલી જ જરૂરી છે. જય જય ગરવી ગુજરાત. જય જવાન. જય કિશન, જય હિન્દ…