કોઈપણ પ્રકારની ખાંસી કે ઉધરસને મટાડવા માટે આ સરળ અને ફક્ત 2 વસ્તુનો ઉપાય ફક્ત 2 મીનીટમાં તૈયાર થશે.

2 વસ્તુ અને 2 મીનીટમાં તૈયાર થતો આ ઉકાળો તમારી ગમેતે પ્રકારની ખાંસી કે ઉધરસને જળમૂળમાંથી મટાડવા રામબાણ સાબિત થશે.

કોરોના કાળમાં હમણા હમણા ચોમાસાની પણ શરૂઆત થઇ ગઈ છે, આ સમય દરમિયાન ઘણાને વિવિધ તકલીફો થવાની શરૂઆત થતી હોય છે, કારણ કે ચોમાસાની શરૂઆત થતા વાત દોષની પ્રબળતા વધતી હોય છે, ઘણાને વાતાવરણમાં પલટો થવાને કારણે ઉઘરસ કે જેને આપણે ખાંસી કહીએ છીએ તે થતી હોય છે, ઘણા પ્રયત્ન કરવા છતાં આ ઉધરસ મટતી ના હોય તો આ પ્રયોગ દ્વારા 100 ટકા ફાયદો થાય છે.

આ કોરોના કાળમાં તો હવે જ્યાં ત્યાં થૂંકવું પણ એક કાયદેસર ગુનો ગણવામાં આવે છે, અને સામાજિક દ્રષ્ટ્રીએ પણ થૂંકવું એ ખરાબ બાબત છે, એનાથી ગંદકીનું પ્રમાણ વધે છે, અને રોગચાળો ફેલવાનું જોખમ પણ રહે છે, અત્યારના સમયમાં સામાન્ય કોઈ ઉધરસ ખાય છે, તો પણ એને ખરાબ અથવા વિચિત્ર દ્રષ્ટ્રીથી જોવામાં આવે છે, માટે અત્યારના સમયમાં ઉધરસ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને જો થાય તો તાત્કાલિક મટાડવી જ રહી.

ગમે તે પ્રકારની ઉધરસ હોય તેનો ઈલાજ ભોંયરીંગણીનો આખો છોડ, મૂળ સહીત એને લઇ બરાબર ધોઈ નાખવાનો, આખો છોડ ધોવાની આનુકૂળતા ના હોય તો એના કટકા કરીને ધોવો, ફળ, ફૂલ, પાન, મૂળ, ડાળખાં સહીત એનો ઉપયોગ કરવાનો છે. ભોંયરીંગણી બે જાતની હોય છે. એક જમીન ઉપર પથરાયેલી અને બીજી એમને એમ ઉભી હોય છે, આ ઉધરસમાં ઉભી ભોંયરીંગણીનો આપણે ઉપયોગ કરવાનો છે. કદાચ ઉભી ભોંયરીંગણી ના મળે તો પથરાયેલી લઇ લેવાની છે, ધોઈને સ્વચ્છ કરીને તેને સૂર્યના તાપમાં સુકવી દેવાની છે, સુકાઈ જાય પછી તેને ખાંડી નાખવાની છે, તેને અધકચરી ખાંડવાની છે, પાઉડર કરવાની જરૂર નથી.

20 થી 25 ગ્રામ તેનો ભૂકો લઈને તપેલીમાં નાખવાનો છે, પછી તેમાં 1 કપ જેટલું પાણી નાખીને જોઈ લેવાનું છે કે પાણી કેટલે સુધી છે. એ પછી તેમાં બીજા ત્રણ કપ પાણી નાખવાનું છે, પછી તેને અગ્નિ ઉપર ધીમા તાપે ઉકાળવાનું છે, પાણી ઉકાળતા ઉકાળતા એક કપ જે આપણે પહેલા જોયેલું એટલું પાણી વધે એટલે એને ઉતારીને ઠંડુ પાડીને ગાળી લેવાનું છે, આ પાણી સાથે 2 ગ્રામ લીંડીપીપરનો પાઉડર સાથે પી જવાનો છે, તમે અંદર નાખવા માંગતા હોય તો એ એક કપ રહેલા ઉકાળામાં જ નાખી દેવો અથવા પહેલા લીંડીપીપરની ફાકી મારી પછી એક કપ ભોયરીગણીનો ઉકાળો પીવો, તમને જે રીતે ફાવે એમ કરવું.

આ રીતે લેવાથી ઉધરસ ગમે તે પ્રકારની હોય મટી જાય છે.

વિડીયો જુઓ :-