રક્ષાબંધન નાં સૌથી બેસ્ટ હાર્ટ ટચિંગ વાયરલ ગીત ને જુયો અલગ અલગ અંદાજ માં

 

રક્ષાબંધનના તહેવારને માત્ર એક દિવસ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવતી કાલે છે. બહેનો જ્યા અત્યારથી કપડા ઘરેણા અને રાખડીની ખરીદીમાં લાગી ગઈ છે તો બીજી બાજુ ભાઈ પણ અત્યારથી જ માથાકૂટ કરી રહ્યા છે કે આ વખતે શુ ગિફ્ટ આપવામાં આવે જેથી બહેન ખુશ થઈ જાય.

રક્ષાબંધનને જોતા લોકો ભાઈ-બહેન પોતાની રજાઓની વ્યવસ્થામાં લાગી ગયા છે. ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહના આ તહેવાર પહેલા અમે તમને બતાવી રહ્યા છે કે ભલા આ વખતે રક્ષાબંધન પર શુભ મુહુર્ત ક્યારે આવશે.

પંડિતો મુજબ આ દિવસે સોમવાર છે અને એ જ દિવસે ખંડગ્રાસ ચન્દ્રગ્રહણ પણ આવે છે. તેથી રક્ષાબંધન ચોક્કસ સમયે કરી લેવાની જરૂર ઊભી થઈ છે.

રક્ષાબંધન માટેના શ્રેષ્ઠ મુહુર્ત ભદ્રાનો સમય વિવિધ પંડિતો અને પંચાગોમાં જુદો પડે છે. એટલે રક્ષાબંધન તરત કરી લેવું જરૂરી બનશે. ગ્રહણ રાત્રે ૧૦-૫૨ કલાકે આરંભ થવાનું છે, પરંતુ એનું સૂતક બપોરના ૧-૫૨ કલાકથી આરંભ થઈ જશે. ભદ્રા પણ સૂર્યોદયથી સવારના ૧૦-૩૦ સુધી જ રહેશે. માટે એ પહેલાં રક્ષાબંધન કરી લેવું શ્રેષ્ઠ રહેશે.

રક્ષાબંધનની શરૂઆત વિષે વાત કરીએ તો પુરાણકથામાં રક્ષાબંધનનો પ્રાચીન ઉલ્લેખ મળે છે.
ભવિષ્યપુરાણની કથા મુજબ દેવતા અને દાનવોમાં ભીષણ યુદ્ધ ચાલ્યું. તેમાં દાનવો વિજયી થાય એવી શક્યતા સર્જાઈ. હારની શક્યતા જાણી ઈન્દ્ર દેવગુરૂ બૃહસ્પતિ પાસે પહોંચ્યા. એમણે સમસ્યા સાંભળીને સમાધાન માટે સુચનાઓ આપી. એ મુજબ ઈન્દ્રના પત્ની શચિએ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે વિધિ-વિધાનથી વ્રત કરીને રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને સ્વસ્તિવચનો સાથે એ રક્ષાસૂત્ર દેવરાજ ઈન્દ્રની જમણા કાંડા પર બાંધી દીધું.

સ્વસ્તિવચનો હતા,

યેન બદ્ધોબલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ

દાનવેન્દ્રો મા ચલ મા ચલ

એના કારણે દેવતાઓનો દાનવો ઉપર વિજય થયો. ત્યારથી શ્રાવણની પૂનમના દિવસે રક્ષાસૂત્ર બાંધવાનો રિવાજ શરૂ થયો. જે પછીથી રક્ષાબંધન તરીકે ઓળખાયો.

આ કથા દ્વારા એ પણ પ્રસ્થાપિત થઈ જાય છે કે માત્ર બહેન પોતાના ભાઈના જ કાંડે રક્ષા બાંધે એવું નથી હોતું. તમે જેના થકી પોતાનો સુરક્ષિત અનુભવતા હોવ તેની રક્ષા માટે આ સૂત્ર એના કાંડે બાંધી શકાય. એટલે બ્રાહ્મણો પોતાના યજમાનને કાંડે રક્ષા બાંધે છે. ક્ષત્રિયો પોતાના શસ્ત્ર ને રક્ષા બાંધે છે, ગૃહિણી પોતાના ઘરના રાચરચીલાને પણ રક્ષા બાંધે છે. ઘણા લોકો પોતાના વાહનને પણ રક્ષા બાંધે છે.

અહીં તમારી માટે એક સરસ મજાનો વીડિયો અમે લાવ્યા છે. તમારા ભાઈઓ અને બહેનોને ટેગ કરો આ સરસ મજાનો સોંગ.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,

લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

વિડીયો -૧ 

વિડીયો – ૨ 

વિડીયો – ૩