કોર્ટ માર્શલ કોને કહેવાય છે? અને તેની શું પ્રક્રિયા હોય છે?

કોર્ટ માર્શલ એક જાતની કોર્ટ હોય છે. જે ખાસ આર્મી કર્મચારીઓ માટે હોય છે. તેનું કામ આર્મીમાં શિસ્ત તોડવા કે બીજા ગુના કરવા વાળા આર્મી મેન ઉપર કેસ ચલાવવો, તેની સુનાવણી કરવી અને સજા સંભળાવવાની હોય છે. તે ટ્રાયલ મિલેટ્રી કાયદા હેઠળ હોય છે. તે કાયદામાં ૭૦ પ્રકારના ગુનેગારો માટે સજાની જોગવાઈ છે.

સેનામાં બહાદુરી સાથે સાથે જે વસ્તુની સૌથી વધુ જરૂર હોય છે તે છે શિસ્ત, સેના દ્વારા કોઈ પણ ઓપરેશનને સફળ બનાવવા માટે શિસ્તનું પાલણ કરવું ઘણું જુરુરી હોય છે. જયારે સેનાના કોઈ જવાન કે અધિકારી નિયમોને તોડે છે, તો તેને ગુનાના હિસાબે જ તેને સજા આપવામાં આવે છે. તે સજાઓ માંથી એક હોય છે કોર્ટ માર્શલની સજા.

ભારતીય સેનાના ત્રણ મુખ્ય અંગ છે,

૧. ભૂ સેના

૨. નૌસેના

૩. વાયુસેના

આ ત્રણે સેનાઓના પોત પોતાના જુદા જુદા નિયમ છે. કોઈ દેશ વિરુદ્ધ યુદ્ધમાં સેનાના આ ત્રણ અંગોની પોત પોતાની અલગ ભાગીદારી હોય છે.

આવો આ લેખમાં કોર્ટ માર્શલ વિષે જાણીએ

જાણકારી મુજબ ભારતીય સેના હજુ પણ બ્રિટીશ દ્વારા બનાવવામાં આવેલા સેન્ય ન્યાયની વ્યવસ્થાનું પાલન કરી રહી છે આમ તો બ્રિટને તેમાં ફેરફાર કરી દીધા છે. ભારતમાં ૧૮૫૭ ના વિદ્રોહ પહેલા કોર્ટ માર્શલ જેવી કોઈ વ્યવસ્થા ન હતી, પરંતુ વિદ્રોહ પછી સેનામાં શિસ્ત વધારવા માટે આર્મી કોર્ટની સ્થાપના કરવામાં આવી અને સેનાના કમાંડેંટને એ અધિકાર આપવામાં આવે છે કે આ કાયદાઓ તોડવા વાળા વ્યક્તિને દંડ આપે.

કોર્ટ માર્શલ શું હોય છે?

ભૂ સેનામાં કરવામાં આવેલા કોર્ટ માર્શલ સેના અધિનિયમ, ૧૯૫૦ મુજબ કરવામાં આવે છે. તેમાં દુષ્કર્મ, હત્યા અને બિન જવાબદારી હત્યાની બાબતમાં કોર્ટ માર્શલ નથી કરવામાં આવતું કેમ કે એવા કેસને સિવિલ પોલીસને સોંપી દેવામાં આવે છે આમ તો આર્મી પણ પોતાની કક્ષાએ તપાસ કરે છે.

પરંતુ જમ્મુ કાશ્મીર કે પૂર્વોત્તર સેના ઈચ્છે તો એવા કેસ પોતાના હાથમાં લઇ શકે છે. તેમાં ત્વીરિત સુનાવણી કરી આરોપોને સજા આપવાની જોગવાઈ છે. જમ્મુ કાશ્મીરમાં મેઝર ગોગાઈને અનુશાસન હીનતાને કારણે કોર્ટ માર્શલનો સામનો કરવો પડે છે અને તેને જલ્દી જ સજા સંભળાવી શકાય છે.

ભારતીય વાયુ સેના, વાયુ સેના અધિનિયમ, ૧૯૫૦ દ્વારા શાસિત અને કોર્ટ માર્શલની પ્રક્રિયા તેના દ્વારા નક્કી થાય છે જો કે ભારતીય નૌસેનાના નૌસેના અધિનિયમ, ૧૯૫૭ દ્વારા શાસિત કરવામાં આવે છે અને કોઈ નૌસેના કર્મચારી વિરુદ્ધ કોર્ટ માર્શલની પ્રક્રિયા તેના હેઠળ પૂરી કરવામાં આવે છે.

કોર્ટ માર્શલ જુદી જુદી સ્થિતિઓ માટે લેવામાં આવેલા ગુના માટે કરવામાં આવે છે.

૧. જયારે વ્યક્તિ ફરજ ઉપર હોય

૨. ભારતની બહાર હોય

૩. સરહદ ઉપર હોય (સરહદ માંથી ભાગી જવું વગેરે)

કોર્ટ માર્શલ એક જાતની કોર્ટ હોય છે. જે ખાસ આર્મી કર્મચારીઓ માટે હોય છે. તેનું કામ આર્મીમાં શિસ્ત તોડવા કે બીજા ગુના કરવા વાળા આર્મી મેન ઉપર કેસ ચલાવવો. તેની સુનાવણી કરવી અને સજા સંભળાવવી હોય છે. તે ટ્રાયલ મિલેટ્રી કાયદા હેઠળ હોય છે. આ કાયદા માં ૭૦ પ્રકાર ના ગુના માટે સજાની જોગવાઈ છે.

કોર્ટ માર્શલ મુખ્ય રીતે 4 પ્રકારની હોય છે પરંતુ ત્રણે સેનાઓમાં તેને જુદા જુદા કાયદાની રીતે કરવામાં આવે છે.

૧. જનરલ કોર્ટ માર્શલ (General Court Marshal) : તેમાં જવાનથી લઇને ઓફિસર સુધી તમામ જવાનોને દંડિત કરવાનો અધિકાર હોય છે. તેમાં જજ ઉપરાંત ૫ થી ૭ લોકોની કમિટી હોય છે. તે કોર્ટ દોષીને સેનાની સેવા માંથી સસ્પેન્ડ, કાયમી પ્રતિબંધ કે ફાંસીની સજા સુધી આપી શકે છે, સાથે જ તેમાં યુદ્ધ દરમિયાન પોતાની ફરજ છોડીને ભાગવા વાળા સેનાના કર્મચારીઓને પણ ફાંસીની જોગવાઈ છે.

૨. ડીસ્ટ્રીકટ કોર્ટ માર્શલ (District Court Marshal) : આ કોર્ટ સિપાહીથી જેસીઓ લેવલ માટે હોય છે તેમાં ૨ થી ૩ સભ્ય મળીને સંભળાવે છે. તેમાં વધુમાં વધુ ૨ વર્ષની સજા હોય છે.

૩. સમરી જનરલ કોર્ટ માર્શલ (Summary General Court Marshal) : જમ્મુ કાશ્મીર જેવા મુખ્ય ફિલ્ડ વિસ્તારમાં ગુના કરવા વાળા સેનાના કર્મચારીઓ માટે હોય છે. તેમાં ઘણો ઝડપથી નિર્ણય આવે છે.

૪. સમરી કોર્ટ માર્શલ (Summary Court Marshal) : તેમાં સૌથી નીચેની રીતે સેનાની કોર્ટમાં કેસ ચાલે છે. તેમાં સિપાહીથી એનસીઓ સુધીના હોદ્દા વાળા લોકોના કેસ સાંભળવામાં આવે છે અને વધુમાં વધુ ૨ વર્ષની સજા આપવાની જોગવાઈ છે.

કોર્ટ માર્શલની પ્રક્રિયા ત્રણ વિભાગમાં પૂરી થાય છે,

૧. તપાસ કોર્ટનું જોડાણ (Constitution of Court of Enquiry) : સેનામાં કોઈ પ્રકારના ગુના કે અનુશાસનહીનતા થવા ઉપર સૌથી પહેલા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ બહાર પાડવામાં આવે છે. તપાસમાં જવાન કે ઓફિસર ઉપર લગાવવામાં આવેલા ગુના સાચા સાબિત થવા અને ગંભીર બાબત હોવા ઉપર તપાસ અધિકારી તરત જ સજા આપી શકે છે. તે ઉપરાંત મોટા કેસ હોવા ઉપર કેસ ‘સમરી ઓફ એવીડેન્સ’ ને મોકલી આપવામાં આવે છે.

૨. સાક્ષીનો સારાંશ (summary of evidence) : શરુઆતની તપાસમાં સિદ્ધ થવાથી સક્ષમ અધિકારી કેસ માટે બીજી સાબિતી એકઠી કરવા માટે તપાસ કરે છે અને જો સાબિતી મળી જાય છે, તો આરોપીને તરત સજા આપવાની પણ જોગવાઈ છે. તે દરમિયાન તમામ કાયદાકીય દસ્તાવેજો એકત્રિત હોય છે. તપાસ કરનાર અધિકારી તરત સજા કે કોર્ટ માર્શલને આદેશ કરે છે.

૩. કોર્ટ માર્શલ : કોર્ટ માર્શલની પ્રક્રિયા શરુ થતા જ આરોપી સેના ઓફિસર કે કાર્મિકને આરોપ પ્રત્યે આપીને તેને પોતાના વકીલ નિયુક્ત કરવાના અધિકાર આપવામાં આવે છે.

ડીસ્ટ્રીક કોર્ટ માર્શલમાં સંભળાવવામાં આવેલી સજાને લઇને સેશન કોર્ટમાં પડકારી શકાતી નથી. તે કોર્ટ મરહલમાં સંભળાવવામાં આવેલા નિર્ણયને આર્મ્ડ ફોર્સ ટ્રીબ્યુનલ (AFT માં પડકારી શકાય છે અને છેલ્લે આર્મ્ડ ફોર્સ ટ્રીબ્યુનલના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય છે.)

કોર્ટ માર્શલમાં કઈ કઈ સજા આપવામાં આવી શકે છે (તે સજા સજાના લેવલ ઉપર નક્કી થાય છે)

૧. આરોપીની નોકરી છીનવી શકાય છે, સાથે જ તેને ભવિષ્યમાં મળતા તમામ પ્રકારના લાભ જેવા કે સર્વિસમેન લાભ, પેશંશ, કેન્ટીન લાભ દુર કરી શકાય છે.

૨. સજાની ગંભીરતાના આધારે ફાંસી, ઉંમરકેદ કે એક ચોક્કસ સમયગાળા માટે સજા સંભળાવવામાં આવી શકે છે.

૩. પ્રમોશન અટકાવી શકાય છે. પગાર વધારો, પેન્શન અટકાવી શકાય છે. એલાઉન્સ બંધ કરી શકાય છે અને દંડ લગાવી શકાય છે.

૪. રેન્ક ઓછો કરીને લોઅર રેન્ક અને ગ્રેડ કરી શકાય છે.

ઉપર આપવામાં આવેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે સેના ત્રણે પાંખોમાં અનુસાશનનું ઘણું જ મહત્વનું સ્થાન છે. જો કોઈ સૈનિક આ અનુસાશનને તોડવાનો પ્રયાસ કરે છે, તો તેને કોર્ટ માર્શલ જેવી ગંભીર સજા માંથી પસાર થવું પડી શકે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.