નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો એક કિસ્સો લઈને આવ્યા છીએ. જે ઘણો જ અદભુત છે. તો આવો શરૂ કરીએ. એક ગરીબ ખેડૂત હતો.એ બાંકે બિહારીનો ભક્ત હતો. એણે પોતાની દીકરીના લગ્ન માટે એક શેઠ પાસેથી પૈસા ઉધાર લીધા. ગરીબ ખેડૂતે પોતાની દીકરીના લગ્ન પછી ધીરે ધીરે બધા પૈસા વ્યાજ સાથે ચૂકવી લીધા. પરંતુ એ શેઠના મનમાં પાપ હતું. એણે વિચાર્યુ કે ખેડૂત અભણ છે તો એને લૂંટી લેવામાં આવે.
ગરીબ ખેડૂતે શેઠને કહ્યું કે મેં બધા રૂપિયા પૈસા ચૂકતે કરી દીધા છે. હવે શેઠ ગુસ્સે થઇ ગયો અને કોર્ટ દ્વારા એના પર મુકદ્દમો કરી દીધો. હવે કોર્ટમાં હાજર થયા બાંકે બિહારીના પરમ ભક્ત. જજે કહ્યું કે તમે એવું કહી રહ્યા છો કે તમે એક એક રૂપિયા ચૂકતે કરી દીધા છે. તમારી પાસે એનો કોઈ સાક્ષી છે? પરંતુ ગામના કોઈ પણ વ્યક્તિએ શેઠના ડરને કારણે સાક્ષી આપી નથી. એણે કહ્યું કે મારા સાક્ષી તો બિહારી લાલ છે. જજે પૂછ્યું કે ક્યાં રહે છે બિહારી લાલ? તો ખેડૂતે કહ્યું કે તે વૃંદાવનમાં રહે છે. કોર્ટ માંથી સમન્સ (આહ્વાનપત્ર) લઈને કોર્ટનો એક વ્યક્તિ સાઇકલ લઈને વૃંદાવનમાં પહોંચ્યો. અને ત્યાં જઈને બધાને પૂછ્યું કે અહીં કોઈ બિહારી લાલ રહે છે?
પણ કોઈ જાણતું ન હતું કે બિહારી લાલ કોણ છે. પછી એ વ્યક્તિ બાંકે બિહારી મંદિરની પાછળ પહોંચ્યો. ત્યાં એક હાંથીની સૂંઢ બનેલી હતી, જ્યાંથી બાંકે બિહારીના ચરણોના ચરણામૃત ટપકતા હતા. અને લોકો એને પોતાના માથા પર ધારણ કરતા હતા. ત્યાં એક 75 વર્ષના વૃદ્ધ આવ્યા. એમના હાથમાં લાઠી હતી. અને એ કોર્ટના કર્મચારીએ એમને પૂછ્યું કે અહીં કોઈ બિહારી લાલ નામના વ્યક્તિ રહે છે? એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે મારુ નામ જ બિહારી લાલ છે. કર્મચારીએ કહ્યું કે તમારા નામે કોર્ટનું સમન્સ (આહ્વાનપત્ર) છે. એમણે સમન્સ લઇ લીધું અને પોતાના હસ્તાક્ષર કરી લીધા.
એ દિવસે કોર્ટમાં એ ચર્ચા થઇ રહી હતી કે એ કયો વ્યક્તિ છે જે બિહારી લાલ છે, અને એમની સાક્ષી આપી રહ્યા છે. ગામના લોકો પણ એને જોવા માટે કચેરીમાં હાજર રહ્યા. આખું ગામ ભેગું થઇ ગયું. એ ખેડૂત પણ આવ્યો. અને એના માટે તો એ બિહારી લાલ કોઈ બીજું નહિ પણ બાંકે બિહારી જ હતા. જયારે કોર્ટમાં મુકદ્દમો શરુ થયો તો કોર્ટમાં નામ બોલવામાં આવ્યું. બિહારી લાલ હાજર થાવ. બિહારી લાલ હાજર થાવ. બે વાર બોલવામાં આવ્યું પણ કોઈ નહિ આવ્યું.
ફરી એકવાર કહ્યું કે બિહારી લાલ હાજર થાવ. તો એ વૃદ્ધ વ્યક્તિ કોર્ટમાં લાઠીના સહારે હાજર થયા. ત્યારબાદ એમણે જજ સામે કહ્યું કે માલિક, આ ખેડૂતે મહાજનના (શેઠના) બધા રૂપિયા ચૂકવી દીધા છે. ત્યારે જજે એમને પૂછ્યું કે તમારી પાસે કોઈ પુરાવો છે? ત્યારે એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે એના ઘરમાં ફલાણા રૂમમાં એક કબાટમાં આટલા નંબરની હિસાબવહી છે. એમાં બધું લેખિતમાં છે.
ત્યારબાદ કોર્ટનો કર્મચારી મહાજનના ઘરે ગયો અને તે હિસાબવહી લઈને આવ્યો. જયારે જજે એને જોઈ તો એમાં દરેક હિસાબ લખેલો હતો, અને એના પરથી સ્પષ્ટ થઇ ગયું કે બધા રૂપિયા ચૂકતે થઇ ગયા છે. લોકો આ વાતને લઈને અચંબામાં હતા. અને પરસ્પર ચર્ચા કરી રહ્યા હતા. પણ તે બિહારી લાલ તો કોર્ટ માંથી અંતર્ધ્યાન થઇ ગયા હતા. જજે ખેડૂતને પૂછ્યું, કે તમે જે બિહારી લાલનું નામ લખાવ્યું એ કોણ હતું? એ તમારા કોઈ સંબંધી હતા?
તો ખેડૂતે કહ્યું કે – સાહેબ, હું સાચું કહું છું કે મને નથી ખબર કે એ કોણ હતું? ત્યારે જજે કહ્યું, તો પછી તમે સાક્ષીમાં બિહારી લાલ નામ કોનું લખાવ્યું? ત્યારબાદ એ ખેડૂતે કહ્યું કે ગામ માંથી કોઈ પણ વ્યક્તિ મારા તરફથી સાક્ષી બનવા તૈયાર ન હતું. તો મારી પાસે એક જ આશ્રય હતો. તે બાંકે બિહારી જ મારા બિહારી લાલ હતા. અને બીજા કોઈ બિહારી લાલને હું નથી જાણતો.
આ સાંભળતા જ એ જજની આંખો આંસુથી ભરાઈ ગઈ અને જજે કોર્ટમાં રાજીનામું આપી દીધું. એમણે કહ્યું કે જેમની કોર્ટમાં મારે જવાનું હતું એ મારી કોર્ટમાં આવ્યા. ત્યારબાદ તે વૃંદાવનની યાત્રા પર નીકળી ગયા, અને તે જજ, જજ બાબાના નામથી પ્રસિદ્ધ થયા. તે વૃંદાવનમાં બિહારીજીના મંદિરમાં રહે છે. અને બાંકે બિહારી જ એમનો અનન્ય પ્રેમ બની ગયા.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)