નુપુર સેનને સંભળાવી તૂટેલા દિલની સ્ટોરી, 20 વર્ષની ઉંમરમાં તૂટ્યું હતું દિલ, રાત્રે 1 વાગ્યે….

ક્રિતી સેનનની નાની બહેન છે ઘણી સુંદર, અક્ષય કુમારે સાથે કરી ચુકી છે કામ, 20 વર્ષની ઉંમરે તૂટ્યું હતું દિલ.

ક્રિતી સેનને પોતાના ઉત્તમ અભિનયથી હિન્દી સિનેમામાં થોડા સમયમાં જ પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. તેની અત્યાર સુધીની ઘણી ફિલ્મો હીટ રહી છે અને તે પોતાની ટૂંકી કારકિર્દીમાં જ ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. ક્રિતી સેનને પોતાની ફિલ્મોમાં અભિનયની સાથે જ પ્રશંસકોને પોતાની સુંદરતાથી પણ દીવાના બનાવી દીધા છે. હવે તે ક્રિતીની નાની બહેન નુપુર સેનન પણ ફિલ્મી દુનિયા સાથે જોડાઈ ગઈ છે.

નુપુર, ક્રિતીની સગી બહેન છે. નપુરે મોટી બહેન ક્રિતીના રસ્તા ઉપર ચાલી ફિલ્મી દુનિયાનો જ રસ્તો પસંદ કર્યો અને તે પણ હવે એક જાણીતું નામ બની ચુકી છે. તેનું ભલે એક અભિનેત્રી તરીકે હજુ હિન્દી સિનેમામાં ડેબ્યુ ન થયું હોય, પણ તે પોતાના મ્યુઝીકલ વિડીયોને લીધે ઘણી ચર્ચાઓમાં આવી ચુકી છે.

તે કેટલાક મ્યુઝીક વિડીયોથી પોતાની મોટી ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. અને તેની સુંદરતા પણ કમાલની છે. નુપુર સેનન સુંદરતાની બાબતમાં આજની બોલીવુડ સુંદરીઓથી જરાપણ પાછી પડે તેમ નથી. અને ફેન્સ હવે તેને એક અભિનેત્રી તરીકે જોવા માટે આતુર છે.

હાલમાં નુપુર સેનન પોતાના એક ઈન્ટરવ્યુંને લઈને ચર્ચાઓમાં છવાયેલી છે. જેમાં તેમણે પોતાના અંગત જીવનને લઈને વાત કરી છે. તેમણે તે દરમિયાન પોતાના દિલનું દુઃખ પણ જાહેર કર્યું અને પોતાના અંગત જીવન વિષે ફેન્સને જાણકારી આપી. તે દરમિયાન નુપુર સેનને જણાવ્યું કે, પહેલી વખત જયારે કોઈએ તેનું દિલ તોડ્યું હતું, ત્યારે તેનું કેવું રીએક્શન હતું.

હાલમાં જ નુપુર સેનને એક ઈન્ટરવ્યુંમાં વાત કરતા જણાવ્યું કે, હું જયારે કોલેજના બીજા વર્ષમાં હતી, ત્યારે મેં પહેલી વખત ડેટ કરી હતી. હું એક એવી સ્કુલમાંથી આવી હતી, જ્યાં બધાંને એક બોયફ્રેન્ડ હતા. પણ તે બધું મને નાદાની જેવું લાગ્યું હતું. હું એવી વ્યક્તિ છું જેને થોડા મેચ્યોર છોકરા ગમે છે, એટલા માટે મને લાગ્યું કે કોલેજના બીજા વર્ષે મેં પહેલી વખત ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું.

તેના વિષે વાત કરતા નુપુરે આગળ જણાવ્યું કે, હું ખરેખરમાં ભોળી હતી. હું માનતી હતી કે બધા સારા જ છે. તે છોકરાએ મને દગો આપ્યો. મને રાત્રે લગભગ 1 વાગ્યે ખબર પડી હતી, ત્યાં સુધીમાં ઘણો જ ઈમોશનલ ફિલ્મ સીન ક્રિએટ થઇ ગયો હતો. મારો રૂમ, મારા મમ્મી પપ્પાના રૂમની બાજુમાં હતો. જયારે હું રડતી હતી, ત્યારે તેમને ખબર પડી જતી હતી. એટલા માટે મેં 1 વાગ્યે મારો ફોન નીચે મુક્યો અને વોશરૂમમાં જતી રહી. મેં દરવાજો બંધ કરીને એક્ઝોસ્ટ ફેન ચાલુ કર્યો હતો.

ભગવાનનો આભાર કે મારા વોશરુમનો એક્ઝોસ્ટ ફેન અમેઝીંગ હતો. હું નીચે બેસીને ખુબ રડી. ઈન્ટરવ્યું દરમિયાન નુપુરે એ પણ જણાવ્યું કે, તે સમયે તે 20 વર્ષની હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.