મૃત્યુ સામે લડી રહેલા ક્રિકેટરને કૃણાલ પંડ્યાએ આપ્યો કોરો ચેક, કહ્યું જેટલી જોઈએ એટલી રકમ ભરો

આજના ઝડપી સમયમાં અનેક પ્રકારના અકસ્માતો થતા રહે છે, તે પછી કોઈ પણ પ્રકારના અકસ્માત હોય જાન-માલનું નુકશાન તો કરે જ છે. પણ આજના સમયમાં મોટા ભાગે રોડ અકસ્માતનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આવા જ એક અકસ્માતની ઘટના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે બની છે, જેના વિષે જાણીએ વિશેષ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટીન વડોદરાની એક હોસ્પિટલમાં જીવનની જંગ લડી રહ્યો છે. ૨૮ ડીસેમ્બરના રોજ થયેલા એક રોડ અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ફેફસા અને લીવરમાં ઈજા થવાથી હાલમાં તે હાલમાં વેન્ટીલેટર ઉપર છે. એક રીપોર્ટના જણાવ્યા મુજબ, માર્ટીનની પત્ની ખ્યાતીએ બીબીસીઆઈ પાસે મદદની વિનંતી કરી છે. બીબીસીઆઈએ પાંચ લાખ રૂપિયાની મદદ પૂરી પાડી છે. વડોદરા ક્રિકેટ એસોસિએશન પણ મદદ માટે આગળ આવ્યું છે, અને ત્રણ લાખની મદદ પૂરી પાડી છે. તેવામાં હાર્દિક પંડ્યાના નાના ભાઈ એટલે કે કૃણાલ પંડ્યાએ માર્ટીનને મદદ માટે એક કોરો ચેક આપ્યો છે.

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ માર્ટીનની મદદ માટે આગળ આવ્યા છે. વડોદરા ક્રિકેટ સંઘના ભૂતપૂર્વ સચિવ સંજય પટેલ માર્ટીનના પરિવારની મદદ કરવા વાળા પહેલા લોકો માંથી એક હતા. સંજય પટેલે સૌરવ ગાંગુલીની મુલાકાત ખ્યાતી સાથે કરાવી હતી. ગાંગુલીએ કહ્યું, મેં શ્રીમતી માર્ટીનને કહ્યું કે જો તેને આગળ પણ મદદની જરૂર હોય તો તે સંકોચ રાખ્યા વગર મારો સંપર્ક કરે.

હવે હાર્દિક પંડ્યાના નાના ભાઈ કૃણાલ પંડ્યાએ માર્ટીનની મદદ માટે એક કોરો ચેક આપ્યો છે. ટેલીગ્રામના જણાવ્યા મુજબ કૃણાલ પંડ્યાએ કોરો ચેક આપતા કહ્યું, સર મહેરબાની કરીને આ ચેકમાં જેટલી પણ પૈસાની જરૂર હોય એટલા ભરો. પરંતુ ૧ લાખ રૂપિયાથી ઓછી નહિ. કૃણાલે આ સીઝનમાં આંતરરાષ્ટ્રીય ટી-૨૦ માં ડેબ્યુ કર્યુ છે.

માર્ટીને વનડે માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં પોતાનું ડેબ્યુ વર્ષ ૧૯૯૯ માં વેસ્ટઇન્ડીઝ સામે કર્યુ હતું. તેમણે ભારત માટે ૧૦ વનડે મેચ રમી છે. ૧૩૮ ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી જેમાં તેમણે ૯૧૯૨ રન બનાવ્યા અને તેની શરેરાશ ૪૭ ની રહી. તેમણે ભારત માટે પોતાની છેલ્લી વનડે મેચ ૧૭ ઓક્ટોમ્બર ૨૦૦૧ માં કેન્યા સામે પોર્ટ એલિઝાબેથમાં રમી હતી.

સંજય પટેલે જણાવ્યું, કે માર્ટીનનું પરિવાર ગડમથલમાં હતું કે મદદ માટે અપીલ કરવી કે ન કરવી. આજે સ્થિતિ એ છે કે તેને કાંઈ માંગવાની જરૂર નથી. ક્રિકેટ જગત સાથે જોડાયેલા ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. સંજય પટેલને ભારતીય ટીમના મુખ્ય કોચ રવી શાસ્ત્રી તરફથી પણ મદદનું આશ્વાસન મળ્યું છે. સંજય પટેલના જણાવ્યા મુજબ ઝાહિર ખાને પણ રવિવારના રોજ ફોન કર્યો અને મદદ માટે વિશ્વાસ આપ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.