જાણો શનિનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ, શનિને શુભ બનાવવા કયા ઉપાય કરી શકાય છે.

ક્રૂર શનિ પણ આવા લોકોના જીવનમાં ભરી દે છે ખુશીઓ, જાણો શનિને શુભ બનાવવાના કેટલાક ઉપાય.

શનિ દરેક ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલવાવાળો ગ્રહ છે. શનિની વક્ર દૃષ્ટિ જેના પર પડી જાય તે વ્યક્તિ પર પડતીની સાથે ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ જાય છે. એટલા માટે શનિનું નામ આવતા જ લોકોના હાથ પગ ધ્રુજવા લાગે છે. શનિને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવ લોકોના કર્મોને અનુરૂપ દંડ અથવા પુરસ્કાર આપે છે.

શનિદેવ જેના પર મહેરબાન હોય છે, તેમના જીવનને ખુશીઓ અને સૌભાગ્યથી ભરી દે છે. તેમજ જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી અથવા અઢી વર્ષનો પ્રકોપ લાગી જાય છે, તો દરેક પ્રકારની મુશ્કેલીઓ તેને ઘેરી લે છે.

જ્યોતિષશાસ્ત્રમાં શનિ : જ્યોતિષમાં શનિનું ઘણું મહત્વ હોય છે. કોઈ વ્યક્તિની ખુશીઓ અને મુશ્કેલીઓ તેની કુંડળીમાં રહેલી શનિની સ્થિતિ પર નિર્ભર રહે છે. શનિની સાડાસાતી કોઈ પણ વ્યક્તિ પર સાડા સાત વર્ષ સુધી રહે છે. શનિ ઘણી જ ધીમી ગતિ સાથે ચાલે છે. તે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવા માટે અઢી વર્ષનો સમય લે છે. આ રીતે દરેક 12 રાશિઓમાં જવા માટે તેમને 30 વર્ષ લાગે છે. એટલે કે શનિ જો કોઈ રાશિમાં આવી ગયા છે, તો તે રાશિમાં શનિ ફરીથી 30 વર્ષ પછી આવે છે. દરેક મનુષ્યના જીવનમાં એક વાર શનિની સાડાસાતી જરૂર લાગે છે.

ન્યાયાધીશ શનિ : શનિને ન્યાયાધીશનું સ્થાન મળ્યું છે. એવામાં જે લોકો પોતાના જીવનમાં સારા કર્મ કરે છે, શનિ દેવ તેમના પર મહેરબાન થાય છે અને તેના જીવનને દરેક પ્રકારની ખુશીઓથી ભરી દે છે. આવો જાણીએ કોઈ પણ વ્યક્તિના જીવનમાં શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં પણ ક્યારે-ક્યારે જીવનમાં ખુશીઓ ભરે છે.

શનિ ક્યારે-ક્યારે હોય છે શુભ :

જ્યોતિષમાં કુંડળીના અભ્યાસના આધાર પર કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ત્રીજા, છઠ્ઠા, દસમા અને અગિયારમાં ભાવમાં હોવા પર તે વ્યક્તિના જીવનમાં ઘણી ખુશાલી લાગે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં શનિ સૌથી વધારે શુભ અને બળવાન 36 અને 42 વર્ષની ઉંમરમાં હોય છે. આ ઉંમરમાં જો શનિ વ્યક્તિની કુંડળીમાં શુભ ભાવમાં બેઠા હોય તો તેમને ઘણા પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિ પોતાના જીવનમાં ખરાબ આદતોથી દૂર રહે છે, તો શનિ તેના જીવનમાં ખુશીઓ લાવે છે.

જો કોઈ વ્યક્તિનો જન્મ શુક્લ પક્ષની રાત્રે થયો હોય અને તે સમયે શનિ વક્રી ચાલમાં હોય, તો વ્યક્તિના જીવન પર શનિનો શુભ પ્રભાવ રહે છે.

શનિને શુભ બનાવવાના કેટલાક ઉપાય :

1) શનિદેવની પૂજા કરતા સમયે ક્યારેય પણ તેમની મૂર્તિ અથવા ફોટાને જોતા સમયે તેમની આંખોમાં જોવું જોઈએ નહિ.

2) શનિદેવની પૂજા કરતા સમયે મંદિરમાં હનુમાનજીના દર્શન અને તેમની પૂજા પણ કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિ તમારા જીવનમાં શુભ પ્રભાવ પાડે છે.

3) શનિ-જયંતિ, શનિ અમાસ અથવા શનિવારના દિવસે પૂજામાં બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ.

4) શનિ જયંતિ પર કાળા તલ અને લોખંડથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

5) શનિદેવની પૂજા કરતા પહેલા શરીર પર તેલ માલિશ કરી સ્નાન કરવું જોઈએ.

6) ગાય અને કુતરાને તેલમાં બનેલી વસ્તુઓ ખવડાવવી જોઈએ.

7) શનિદેવને દર શનિવારના દિવસે તેલ ચડાવો. તેમજ ગરીબોની મદદ કરવાથી શનિની અશુભ છાયા નથી પડતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.