આ મંત્રનો જાપ કરી પૂજા દરમિયાન થયેલી વિધિ-વિધાનની ભૂલોની ક્ષમા માંગી શકો છો

પૂજામાં ઘણી વખત વિધિ-વિધાનથી જોડાયેલ ભૂલ થઇ જાય છે, આ મંત્રનો જાપ કરી ભૂલની ક્ષમા માંગો

પૂજા-પાઠ સાથે જોડાયેલા ઘણા નિયમ હોય છે. ઘણી વાર નિયમોની જાણકારીના અભાવને કારણે પૂજનમાં જાણે-અજાણ્યે ખામી રહી જાય છે, અમુક ભૂલો થઈ જાય છે. પૂજામાં થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત શર્મા અનુસાર ક્ષમા યાચનાનો પણ મંત્ર જણાવવામાં આવ્યો છે. પૂજામાં ઘણા પ્રકારની વિધિઓ હોય છે, અને આ વિધિઓની જાણકારી દરેકને નથી હોતી. આવી સ્થિતિમાં જયારે આપણે ભૂલ માટે ભગવાનની માફી માંગીએ છીએ, ત્યારે જ પૂજા પુરી થયેલી માનવામાં આવે છે.

માફી માંગવા માટે આ મંત્રનો કરો જાપ :

આહવાનં ન જાનામિ ન જાનામિ વિસર્જનમ,

પૂજા ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર,

મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન,

યત્પૂજિતં મયા દેવ! પરિપૂર્ણ તદસ્તુ મે.

અર્થ : હે પ્રભુ, હું તમારું આહવાન કરવાનું નથી જાણતો, ન તો વિદાય આપવાનું જાણું છું. પૂજાના વિધિ-વિધાન પણ મને નથી ખબર. કૃપા કરીને મને માફ કરો.

mantra mala jap
mantra mala jap

મને મંત્ર યાદ નથી અને ન તો પૂજાની ક્રિયા ખબર છે. હું તો સારી રીતે ભક્તિ કરવાનું પણ નથી જાણતો. છતાં પણ મારી બુદ્ધિ અનુસાર પુરા મનથી પૂજા કરી રહ્યો છું, કૃપા કરી આ પૂજામાં થયેલી જાણી-અજાણી ભૂલો માટે માફ કરો. આ પૂજાને પૂર્ણ અને સફળ કરો.

આ પરંપરાનો સંદેશ :

પૂજામાં માફી માંગવાની પરંપરા જુના સમયથી ચાલી આવી રહી છે. આ પરંપરાનો મૂળ સંદેશ એ છે કે, આપણાથી જયારે પણ કોઈ ભૂલ થઈ હોય તો તરત ક્ષમા માંગી લેવી જોઈએ. તેનાથી આપણો અહંકાર ખતમ થાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.