આ અઠવાડિયે 6 રાશી વાળા ઉપર પ્રસન્ન થઇ રહ્યા છે કુબેર દેવ, થઇ શકે છે ધન વર્ષા.

તમારી રાશી જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા આવનારા જીવનમાં થનારી ઘટનાઓનું તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થશે કે આગામી આવનારુ અઠવાડિયું અમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે અમારા સ્ટાર કેવા રહેશે? આજે અમે તમને આગામી અઠવાડિયાનું રાશિફળ જણાવી રહ્યા છીએ. આ સાપ્તાહિક રાશિફળમાં તમારા જીવનમાં થનારી એક અઠવાડિયાની ઘટનાઓનું ટૂંકમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાચો સાપ્તાહિક રાશિફળ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી

મેષ રાશી : વેપાર કરવા વાળા માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે. નવી યોજનાઓ આકર્ષક રહેશે. કૌટુંબિક બાબતોને લઈને તમારે થોડી દોડધામ કરવી પડશે. ઓફીસમાં કામ ધીમી ગતિએ પુરા થઇ શકે છે. તમારી વ્યક્તિગત અને ધંધાકીય કામગીરીઓમાં મુશ્કેલી ઉભી થશે. કાર્યક્ષેત્ર ઉપર અસહકાર અને માથાકૂટ થશે. બીજાની નિંદા કરવાથી દુર રહો. ધાર્મિક લાભ થશે.

પ્રેમની બાબતમાં : પાર્ટનરનો સહકાર અને તમારો સંબંધ મજબુત થશે. પ્રેમ જળવાઈ રહેશે.

કારકિર્દીની બાબતમાં : લાભની તકો હાથ લાગશે. ભાગ્યનો સાથ મળશે.

આરોગ્યની બાબતમાં : તમારું પેટ ખરાબ થઇ શકે છે. ખાવા ઉપર વિશેષ ધ્યાન આપો.

વૃષભ રાશી : મિત્રો અને સંબંધિઓ સાથે થયેલી મુલાકાતને કારણે આનંદ થશે. તમને તમારા કામકાજ સાથે જોડાયેલા નવા આઈડીયા મળશે. રોજ ગાયને રોટલી ખવરાવો, ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. શારીરિક તકલીફો દુર થઇ શકે છે. તમારા સાથી કર્મચારીઓ તમારાથી નારાજ થઇ શકે છે, એવી પણ સંભાવના છે. તમારે શાંતિ જાળવી રાખવી જોઈએ. તમારી વાતો સારી રીતે રજુ કરવામાં સફળ થશો.

પ્રેમની બાબતમાં : વ્યસ્ત રહેવાને કારણે તમારા સાથીને સમય આપવામાં તકલીફ પડશે.

કારકિર્દીની બાબતમાં : પહેલા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં બઢતી કે પ્રસંશા મળવાની શક્યતા છે.

આરોગ્યની બાબતમાં : શારીરિક આરોગ્ય થોડું નબળું રહેશે. જો કોઈ દવા ચાલુ છે, તો તે લેવાનું ન ભૂલશો.

મિથુન રાશી : મિથુન રાશીના જે લોકો નોકરીમાં છે, તેમને આ અઠવાડિયે સારા સમાચાર મળી શકે છે. પરંતુ કૌટુંબિક જીવનમાં થોડી ચિંતા વધી શકે છે. તે લોકો સાથે સંઘર્ષ કરશો, જેની પાસે નાણાકીય લેવડ-દેવડ બાકી છે. તમને નવા વિચારોથી માહિતગાર કરાવવામાં આવશે અને તમારી પસંદના કામની અપેક્ષાથી વધુ ફાયદો થશે. પિતાનો પુરતો સહકાર મળશે, તેથી ચિંતા ન કરશો.

પ્રેમની બાબતમાં : પાર્ટનર સાથ પ્રેમ સંબંધ વધુ મજબુત બનશે. લવ લાઈફ માટે સમય અનુકુળ રહેશે.

કારકિર્દીની બાબતમાં : વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો સામે આવશે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે કોઈ બીમારીમાં સુધારો થવાના સંકેત છે.

કર્ક રાશી : કર્ક રાશી વાળાને આ અઠવાડિયે કોઈ પ્રકારની જૂની વાતો ઉપર ધ્યાન આપવાથી દુર રહેવું જોઈએ. તમે ખુબ જ સારી રીતે સામાજિક કામગીરીમાં સામેલ થશો અને ત્યાં તમારું ખુબ જ સારું સ્વાગત થશે. ધંધાકીય ક્ષેત્રે તમારા કામ સરળતા પૂર્વક પુરા થઇ જશે. પૈસાની બાબતમાં ભાગીદારી વાળા નિર્ણય લઇ શકો છો. પૈસાની આવક થશે. કોઈ શુભ કાર્યના સંકેત પણ જોવા મળી રહ્યા છે.

પ્રેમની બાબતમાં : તમારા જીવનસાથી સાથે પ્રેમ, પોતાનાપણું અને સ્નેહની અનુભૂતિ કરશો. અંગત બાબતો નિયંત્રણમાં રહેશે.

કારકિર્દીની બાબતમાં : પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યમાં શારીરિક થાક રહેશે. તેને દુર કરવા માટે ધ્યાનનો સહારો લો.

સિંહ રાશી : તમે બહારના લોકો સાથે સારા સંબધ સ્થાપિત કરી શકો છો. દુશ્મન પક્ષની અસર તમારી ઉપર આજે પડવા ન દો. ગુસ્સામાં તમારે કોઈ સાથે વાત ન કરવી. તમને કોઈ પાસેથી સારી ભેંટ મળી શકે છે. જેનાથી તમે આનંદિત થઇ જશો. બીજા ઉપર વધુ વિશ્વાસ કરવાથી તમારે ચેતવું જોઈએ. ધંધાકીય ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ સાથે જરૂરી વિષયો ઉપર ચર્ચા થશે.

પ્રેમની બાબતમાં :સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા અણબનાવ દુર થઇ જશે. કૌટુંબિક જીવનમાં પ્રેમ વધશે.

કારકિર્દીની બાબતમાં : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો જોરદાર મહેનત કરે.

આરોગ્યની બાબતમાં : વજન નિયંત્રિત કરવા માટે યોગ અને કસરત કરો.

કન્યા રાશી : આ અઠવાડિયે તમારે ઘણા બધા મુદ્દા ઉકેલવાના છે અને તે તમામ મુદ્દા ઘણા મહત્વના છે. કામ સંબંધિત પ્રવાસનો પણ તમને લાભ મળશે. તમને તમારા ભાઈ-બહેનો પાસેથી થોડી જરૂરી મદદ મળી શકે છે. વેપારમાં વિકાસ થશે. ધંધામાં અમુક લોકો મદદરૂપ પણ સાબિત થશે. આંખ બંધ કરીને કોઈ ઉપર વિશ્વાસ ન કરો. તમે કાર્યક્ષેત્રમાં જરૂરી સુધારા કરવા વિષે વિચાર કરશો.

પ્રેમની બાબતમાં : જીવનસાથી સાથે કોઈ વાત ઉપર કડવાશ ઉભી ન થાય તેના માટે માથાકૂટથી દુર રહો.

કારકિર્દીની બાબતમાં : વિદ્યાર્થીની કારકિર્દીમાં નવો ફેરફાર આવશે. જે તેના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

આરોગ્યની બાબતમાં : તંદુરસ્ત રહેવા માટે નિયમિત કસરત કરો.

તુલા રાશી : આ અઠવાડિયે તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા વધી શકે છે. કારણ વગર લોકો સાથે માથાકૂટ ન કરો. કોઈ કામમાં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે. કોઈ સંપત્તિનું રીપેરીંગ કામ કરાવી શકો છો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે. તમને ધંધાકીય જીવનમાં સફળતાની તક છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવાનું વિચારી શકો છો.

કારકિર્દીની બાબતમાં : ધંધામાં સફળતા અને ફાયદો થઇ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગ છે.

આરોગ્યની બાબતમાં : જંકફૂડ ન ખાવ નહિ તો બીમાર પડી શકો છો.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશી વાળા માટે મહત્વના નિર્ણયો થોડો સમય માટે સ્થગિત કરવા વધુ યોગ્ય રહેશે. કોઈ વસ્તુમાં કરવામાં આવેલા રોકાણ ફાયદાકારક સાબિત થશે. તમારી કાર્યશૈલીમાં ફેરફાર જરૂરી છે. કિંમતી વસ્તુ સાંભળીને રાખો. લાભની તકો હાથ લાગશે. કોઈ નવી શરુઆત થઇ શકે છે. પ્રશ્નો ઉકેલવા માટે બંને તરફથી પ્રયાસ કરો. ગેરસમજણ દુર કરી શકશો અને નવા સોદા થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : તમારા સાથી સાથે તમારા સંબંધો મજબુત બનશે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે તમે વેપાર કે નોકરી સાથે જોડાયેલા લાભ મેળવશો.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે તમે માનસિક રીતે અશાંત રહી શકો છો.

ધન રાશી : કોર્ટ કચેરીના કામ સફળ થશે. તમે જે કામને જેટલા વહેલા શરુ કરવા માગો છો, એટલા જ વિલંબિત થશે. તમારા નાના ભાઈ કે બહેન તમને ખુશ રહેવા માટે કારણ આપશે. આર્થિક સંકટ નડશે. પૂજા-પાઠમાં મન લાગશે. વેપાર સારો ચાલશે. તમે નકામી વસ્તુ ઉપર તમારા પૈસા વેડફી શકો છો અને પાછળથી પછતાવો કરી શકો છો. ઘર ખરીદવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

પ્રેમની બાબતમાં : પરણિત લોકો માટે આ અઠવાડિયું સારું છે. પાર્ટનરની મદદથી લાભ થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડીયે તમે તમારા ધંધામાં પોતાને બીજાની સરખામણીએ એક ડગલું આગળ લઇ જશો.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય નબળું રહેશે. અમુક લોકોને દવાખાને પણ જવું પડી શકે છે.

મકર રાશી : આ અઠવાડિયું સારું રહેવાનું છે. કૌટુંબિક ઝગડાથી દુર રહો. જોખમ ન ઉઠાવો, નુકશાનીની શક્યતા છે. આ અઠવાડિયે તમારે જરૂરથી વધુ કામ કરવું પડશે. કોઈ વ્યક્તિ સાથે વિવાદને કારણે માથાકૂટ થઇ શકે છે. નાણાકીય યોજના બનાવીને ચાલવાથી પૈસા બચાવવામાં સફળ થશો. તમારી હિંમત અને સાહસ વધશે. સમાજમાં માન-સન્માન મળશે. તમારા કામ ઉપર ધ્યાન આપો.

પ્રેમની બાબતમાં : તંદુરસ્ત રહેવા માટે સ્વસ્થ ખાવાપીવાની ટેવ પાડો.

કારકિર્દીની બાબતમાં : તમને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળશે અને તમારા મનપસંદ ક્ષેત્રમાં કામ કરી શકશો.

આરોગ્યની બાબતમાં : વ્યસ્ત દિનચર્યા હોવા છતાં પણ આરોગ્ય સારું રહેશે.

કુંભ રાશી : આ અઠવાડિયે તમે સામાજિક અને જાહેર ક્ષેત્રોમાં પ્રસંશાપાત્ર બનશો. ધંધાકીય પ્રવાસ સફળ રહેશે. કુટુંબ સાથે ભાવુક ચર્ચા થવાની શક્યતા ઉભી થશે. તમારે તમારા વડીલો સાથે સન્માન સાથે વાત કરવી જોઈએ. રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ થશે. ધન લાભના યોગ છે. ઘરની બાબતમાં કોઈની સલાહ તમને કામ લાગશે. પૈસા રોકાણ કરવા માટે કોઈ સારી યોજના હાથ લાગી શકે છે.

પ્રેમની બાબતમાં : લવ લાઈફમાં તમારા સંબંધો સારા રહેશે. સંબંધોમાં નવી શરુઆત થવાના યોગ છે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે તમને કારકિર્દીમાં પ્રગતી મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય ખરાબ રહેવાને કારણે વધુ ખર્ચ થઇ શકે છે.

મીન રાશી : શેર બજારમાં લાભના યોગ છે. ધીરજ રાખો. કુટુંબીજનો પાસેથી શુભ સમાચાર મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં દોડધામ વધુ રહેશે. તમારા ભાઈ સાથે કોઈ બાબત ઉપર માથાકૂટ ન કરો ઝગડાની શક્યતા છે. સમસ્યાઓનો સામનો કરવામાં જીવનસાથીનો સહકાર રહેશે. વધુ મહેનત કરો. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિષ્ઠિત મુદ્દા માટે પસંદગી થઇ શકે છે. ગુસ્સો અને વાણી ઉપર નિયંત્રણ રાખો.

પ્રેમની બાબતમાં : તમારા જીવનસાથી હાલમાં કોઈ મતભેદને ભૂલીને પોતાના સારા સ્વભાવનો પરિચય આપશે.

કારકિર્દીની બાબતમાં : વિરોધીઓને હરાવવામાં સફળ સાબિત થશો.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને જાગૃત રહેવું પડશે. નશાથી દુર રહેવું તમારા માટે સારું સાબિત થશે.

તમે સાપ્તાહિક રાશિફળ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરનું તમામ રાશીઓનું રાશિફળ વાચ્યું. તમને સાપ્તાહિક રાશિફળ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરનું આ રાશિફળ કેવું લાગ્યું? કમેંટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપશો અને અમારા દર્શાવેલું આ રાશિફળ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.

નોંધ : તમારી કુંડળી અને રાશીના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં ‘સાપ્તાહિક રાશિફળ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર’સાથે થોડી ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ માહિતી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.