કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

અઢળક ધન મેળવવા માટે કુબેર દિશામાં રાખો ફક્ત આ એક વસ્તુ.

અપાર ધનની લાલસામાં વ્યક્તિ દિવસ-રાત સખત મહેનત કરે છે. તે એ જ પ્રયત્નમાં લાગ્યો રહે છે કે, તેની પાસે ઘણા બધા પૈસા હોય. પરંતુ સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિની ધન પ્રાપ્તિની ઈચ્છા પુરી નથી થઈ શકતી. જયારે મનુષ્યને પોતાની મહેનતનું ફળ નથી મળતું, તો તે ઘણો નિરાશ થઈ જાય છે. પરંતુ તમે ધન લાભની પોતાની ઈચ્છાને પુરી કરી શકો છો.

જેવું કે તમે લોકો જાણો છો કે, ધનની દેવી માતા લક્ષ્મી છે પરંતુ કુબેર દેવતા પણ ધનના દેવતા માનવામાં આવે છે. જો તમે કુબેર દેવતાને પ્રસન્ન કરી લો છો, તો તેનાથી તમારા જીવનમાં ઘન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઉત્પન્ન નહિ થાય.

હકીકતમાં, જો તમે કુબેરની દિશામાં કુબેર સાથે જોડાયેલી અમુક ખાસ વસ્તુઓ રાખો છો, તો તેનાથી તમને ધન લાભ મળશે અને ભગવાન કુબેરની સાથે સાથે દેવી-લક્ષ્મીની પણ વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે. ઘર અથવા દુકાનની ઉત્તર દિશા કુબેરની દિશા હોય છે, અને આ દિશા સુખ સુવિધાઓ અને ધન લાભ અપાવવામાં મદદરૂપ માનવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક વસ્તુઓ તમે આ દિશામાં રાખો, તેનાથી તમને લાભ થશે.

કુબેર દિશામાં રાખો આ વસ્તુઓ :

તાંબાના કળશ પર શ્રીફળ રાખો :

જો તમે શુભ ફળની પ્રાપ્તિ કરવા માંગો છો, તો તમે કુબેર દિશા એટલે કે ઉત્તર દિશામાં તાંબાના કળશમાં પાણી ભરીને તેની ઉપર શ્રીફળ મૂકીને પોતાના ઘર અથવા દુકાનમાં સ્થાપિત કરો.

લીલા રંગનું પિરામિડ :

જો તમે વાસ્તુ દોષ દૂર કરવા ઈચ્છો છો તો તેના માટે તમે પોતાના ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં લીલા રંગનું પિરામિડ રાખો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે અને તે ઘણું શુભ માનવામાં આવે છે.

3 સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો :

જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો કુબેર દિશામાં જો ત્રણ સિક્કા લાલ કપડામાં બાંધીને રાખવામાં આવે, તો તેનાથી વ્યક્તિને પોતાના જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે. પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે તેને એવા સ્થાન પર રાખો જ્યાં કોઈની નજર ના પડે.

કાચબાનો ફોટો અથવા મૂર્તિ રાખો :

જો તમારે વારંવાર ધન હાનિનો સામનો કરવો પડી રહ્યો છે, લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમને ધનલાભ નથી મળી રહ્યો, તો આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે તમે પોતાના ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં કાચબાનો ફોટો અથવા મૂર્તિ મૂકી શકો છો, તેનાથી ધન હાનિથી બચી શકાય છે અને તેનાથી ઘણી જલ્દી જ ધન લાભ પ્રાપ્તિના યોગ બનશે.

નારિયેળ રાખો :

જો તમે પોતાના ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં નારિયેળ મુકો છો, તો તે ઘણું શુભ ફળદાયક માનવામાં આવે છે. તમે રોજ નારિયેળ મુકો અને દરરોજ સવારના સમયે આ નારિયેળને નદી અથવા કુવામાં પ્રવાહિત કરીને ફરીથી નારિયેળ મુકો અને તેના પર તમે હળદર કુમકુમ જરૂર લગાવી લો.

વાસ્તુ શાસ્ત્રમાં જીવનની ઘણી મુશ્કેલીઓનું સમાધાન જણાવવામાં આવ્યું છે, ઉપર કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટેની અમુક રીતો અપનાવવામાં આવી છે. જો તમે આ વસ્તુઓ કુબેર દિશામાં મુકો છો, તો તેનાથી તમને ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓથી છુટકારો મળશે અને ધન પ્રાપ્તિની ઈચ્છા ઘણી જલ્દી પુરી થઈ શકે છે, તેનાથી તમારા પર લક્ષ્મી માતાની પણ કૃપા દૃષ્ટિ બની રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)