કુંભ 2019 : આ અખાડાના સાધુ છે સૌથી વધુ ભણેલા ગણેલા, IIT, IIM માં આપી ચુક્યા છે લેક્ચર.

સાધુ સંતોને લઇને સામાન્ય રીતે લોકોના મગજમાં જે પહેલી વાત આવે છે, તે એ છે કે તે વધુ ભણેલા ગણેલા નથી હોતા કે જો હોય પણ છે તો તેને કદાચ સંસ્કૃત અને હિન્દીનું જ્ઞાન હોતું હશે. અંગ્રેજી તો જરાપણ નહિ જાણતા હોય. પરંતુ ભારતમાં એક એવો અખાડો પણ છે, જ્યાંના સાધુ સંત સૌથી વધુ ભણેલા ગણેલા છે. તે જેટલું સારું સંસ્કૃત બોલે છે, એટલું જ સારું તે અંગ્રેજીમાં પણ બોલે છે.

આ અખાડાનું નામ છે નિરંજની અખાડા. તેની સ્થાપના વર્ષ ૯૦૪ માં વિક્રમ સંવત ૯૬૦ કારતક કૃષ્ણ પક્ષ દિવસ સોમવારના રોજ ગુજરાતના માંડવી નામના સ્થળ ઉપર થઇ હતી. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, આ અખાડાના લગભગ ૭૦ ટકા સાધુ સંતો એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, જેમાં ડોક્ટરથી લઇને પ્રોફેસર, લો નિષ્ણાંત, સંસ્કૃતના વિદ્વાન અને આચાર્ય રહેલા છે.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ અખાડાના એક સંત સ્વામી આનંદગીરી નેટ ક્વાલીફાઈડ છે. તે દેશ વિદેશના વિશ્વવિદ્યાલયોમાં લેકચર પણ આપી ચુક્યા છે. જેમાં આઈઆઈટી ખડગપુર, આઈઆઈએમ શીલાંગ, કેમ્બ્રીજ યુનીવર્સીટી, ઓક્સફોર્ડ યુનીવર્સીટી અને સિડની યુનીવર્સીટી રહેલા છે. તે ગેસ્ટ લેકચરર તરીકે અમદાવાદ પણ જતા રહે છે. હાલમાં તે બનારસ માંથી પીએચડી કરી રહ્યા છે.

આ અખાડાના એક મહંતના જણાવ્યા મુજબ નિરંજની અખાડા આ સમયે ઇલાહાબાદ અને હરિદ્વારમાં પાંચ સ્કુલ કોલેજોનું સંચાલન કરી રહ્યા છે. આ સ્કુલ કોલેજોના મેનેજમેન્ટથી લઇને તમામ વ્યવસ્થાઓ આ અખાડાના સંત જ સંભાળે છે. સાથે જ વિધાર્થીઓને શિક્ષણ આપવાનું કામ પણ આ અખાડાના સંત જ કરે છે.

એક રીપોર્ટના જણાવ્યા મુજબ આ અખાડામાં હાલ ૧૦ હજારથી વધુ લોકો નાગા સન્યાસી છે. જો કે મહામંડલેશ્વરોની સંખ્યા ૩૩ છે. અને આ અખાડામાં મહંત અને શ્રી મહંતોની સંખ્યા એક હજારથી પણ વધુ છે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રયાગરાજ એટલે અલાહાબાદમાં કુંભ મેલાની શરુઆત થવા જઈ રહી છે. ૧૫ જાન્યુઆરીથી આ મેળાની શરુઆત થઇ જશે, જે ૪ માર્ચના રોજ પૂર્ણ થશે. આ મેળામાં દેશભરના અખાડા માંથી આવેલા સાધુ સંત આકર્ષણનું વિશેષ કેન્દ્ર હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.