પ્રયાગ રાજમાં કુંભમેળાનું આયોજન શરૂ થઈ ગયું છે. દેશ વિદેશ માંથી લોકો આ મેળામાં ભાગ લેવા આવી રહ્યા છે. આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ છે. આ મેળામાં સૌ કોઈ ભક્તિ ભાવમાં ડૂબી જાય છે. મકર સંક્રાતિના દિવસથી લોકો ગંગા નદીમાં સ્નાન કરવા લાગે છે. સવારથી સાંજ સુધી અહીંયા ભીડ જોવા મળે છે. ભીડ એટલી બધી વધારે હોય છે, કે આપણું મન મોહાય જાય અને આપણું મન પણ ભક્તિમાં ડૂબી જાય. હા કુંભ મેળામાં કામ કરવા વાળા લોકોથી માંડી સાધુ સંતો ખૂબ વધારે પ્રમાણમાં આવે છે. તો ચાલો જાણીએ આ લેખમાં તમારા માટે શુ ખાસ છે?
અસ્થાની નગરી પ્રયાગરાજમાં હમણાં લાખોની સંખ્યામાં સાધુ સંતો પહોંચી રહ્યા છે. પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ વખતે કરોડોની સંખ્યામાં સાધુ સંતો આવશે. આ કુંભમેળા માંથી સાધુ સંતોના મનમોહક ફોટા સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે જ્યાં એક તરફ કુંભમાં બધા લોકો ભક્તિમાં લીન નજર આવે છે, તો બીજી તરફ અહીંયા નાની મોટી દુકાનો પણ લાગી છે, જ્યાં બધી જ વસ્તુઓ મળે છે. દવાઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
હાથ કરતા લાંબી મૂછ વાળા બાબાનો ફોટો વાયરલ :
કુંભમેળામાં લાખોની સંખ્યામાં સાધુ સંત આવ્યા છે, એવામાં અહીંયા દરેક પોતાના અલગ અંદાજ માટે ઓળખાય છે. હાલમાં જ કુંભમેળા માંથી એક ફોટો સામે આવ્યો છે, જેમાં એક બાબાની મૂછ તેમના હાથ કરતા લાંબી છે. હા,વર્ષોના તપ કર્યા પછી તેમની મૂછ આટલી લાંબી છે. એટલું જ નહીં પ્રયાગરાજમાં તેમની મૂછોની ચર્ચા જોર શોરથી થઈ રહી છે
બાબા મસ્તોલાનો ફોટો વાયરલ :
કુંભમેળામાં એક થી એક ચઢિયાતા સાધુ સંત આવ્યા છે. આમાંથી કેટલાક તેમની સાધના માટે પ્રખ્યાત છે, તો કેટલાક તેમની અનોખી સ્ટાઇલના કારણે પ્રખ્યાત છે. એમાં જ બાબા મસ્તોલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. હા, બાબા મસ્તોલા હુકામાં હંમેશા વ્યસ્ત નજર આવે છે, અને આખા જગતમાં ધુમાડો ધુમાડો કરી દે છે. આમની પણ ચર્ચા પ્રયાગરાજમાં થઈ રહી છે.
સેલ્ફી લેતા બાબાનો ફોટો વાયરલ :
સેલ્ફીનો રોગ તો આ દિવસોમાં બધાને લાગ્યો છે. પરંતુ કુંભમાં આવેલા બાબાઓ પર સેલ્ફીનો રોગ લાગવો અનોખો અંદાજ છે. હા, કુંભમેળામાં એવાં કેટલાય બાબા છે જેને સેલ્ફીનો રોગ લાગ્યો છે અને એ સેલ્ફીસ્ટિક લઈને સેલ્ફી લેતા નજરે પડે છે.
હાથમાં લેપટોપવાળા બાબા થયા વાયરલ :
દુનિયામાં ટેકનોલોજી બહુ ઝડપથી આગળ વધી રહી છે. એટલે જ કુંભમેળામાં આ વખતે લેપટોપ વાળા બાબાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ બાબા તેમની સાથે લેપટોપ જરૂરથી રાખે છે, અને જરૂર પડે ત્યારે બેસીને એનો ઉપયોગ કરે છે. કુંભમેળામાં આ બાબાના ફોટા પણ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.