આપણો આ ભારત દેશ સાંસ્કૃતિક પરંપરાઓના દેશ તરીકે ઓળખાય છે, જેમાં અનેક પ્રકારની સંસ્કૃતિઓ રહેલી છે. જેમાં એક આપણી સમજ બહારની સંસ્કૃતિ રહેલી છે, જે છે નાગા સાધુઓ. એમના વિષે આજ દિન સુધી કોઈ ચોક્કસ જાણકારી જાણવા મળતી નથી.
મહાકુંભની શરુઆત થઇ ગઈ છે અને નાગા સાધુઓને કુંભમાં હંમેશા જોવામાં આવે છે. નાગા સાધુ કુંભ દરમિયાન મોટા પ્રમાણમાં આવે છે. આ કુંભના મેળામાં નાગા સાધુઓને પોતાના અખાડામાં પણ જોઈ શકાય છે. તેઓ કુંભમાં નિર્વસ્ત્ર રહીને હુંકાર ભરતા, નાચતા, ગાતા, ડમરું ઢપલી વગાડે છે. પરંતુ કુંભ પૂરો થયા પછી જ આ નાગા સાધુઓ અદ્રશ્ય જ થઇ જાય છે. શું છે નાગાની રહસ્યમયી દુનિયાનું સત્ય. તે ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે. આવો જાણીએ તેના વિષે.
આ નાગા સાધુ કે સન્યાસી કોઈ એક ગુફામાં ઘણા વર્ષો સુધી રહે છે, અને પછી કોઈ બીજી ગુફામાં જતા રહે છે. આ સાધુ વિષે તેમની સાચી સ્થિતિ વિષે કાંઈ પણ કહેવું મુશ્કેલ હશે. તેમાંથી ઘણા બધા સન્યાસી વસ્ત્ર ધારણ કરે અને થોડા નિર્વસ્ત્ર પણ ગુપ્ત સ્થાન ઉપર રહીને તપસ્યા કરતા રહે છે.
તે એક થી બીજી અને બીજી થી ત્રીજી એવી રીતે ગુફાઓને બદલતા રહે છે અને ભોલે બાબાની ભક્તિમાં ડૂબી આ નાગા સાધુ જડીબુટ્ટી અને કંદમૂળના સહારે પોતાનું આખું જીવન વિતાવી દે છે.
ઘણા બધા નાગા સાધુ તો ફરતા ફરતા વર્ષો પસાર કરી દે છે. આ કુંભ પછી તેઓ આવતા કુભ કે અર્ધ કુંભમાં જોવા મળે છે. અને યાત્રા દરમિયાન આ લોકો કોઈ ગામ કે પછી શહેરમાં નથી જતા. પરંતુ જંગલ અને વેરાન એવા રસ્તામાં પોતાના ડેરા નાખે છે. રાત્રે યાત્રા અને દિવસમાં જંગલમાં આરામ કરવાને કારણે સિંહસ્થમાં આવતા કે જતા તે કોઈને જોવા નથી મળતા.
આ વર્ષે કુંભમાં આ નાગા સાધુઓ ઘણા અલગ અંદાજમાં જોવા મળ્યા છે. જેમાંથી એક સાધુ લેપટોપ સાથે જોવા મળ્યા હતા. તો એક બાબા સેલ્ફી લેતા નજરે પડ્યા છે. ઉપરાંત એક સાધુ પોતાની હાથ કરતા પણ લાંબી મૂછને કારણે કુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકો ને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ