કુંભ વાર્ષિક રાશિફળ 2020 : શનિની સાડાસાતી થશે શરુ, શરૂઆતમાં મળશે વિપરીત ફળ, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન.

કુંભ રાશી : નવું વર્ષ ૨૦૨૦માં તમારી રાશી વાળા ઉપર શનિની સાડાસાતી શરુ થઇ જશે. કાર્યક્ષેત્રના સ્વામી આ વર્ષ કુંડળીમાં સ્વરાશીમાં બિરાજમાન છે, જે તમારી રાશી અંતે રૂચક મહાયોગ ઉભા થઇ રહ્યા છે. તેની અસરથી તમને નોકરીમાં પ્રગતી મળવાના યોગ રહેશે.

નવા વર્ષમાં શની પોતાની રાશીના ૧૨માં સ્થાનમાં આવી જશે. જેથી તમારા ખર્ચમાં વધારો થશે. શારીરિક તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે.

વર્ષ ૨૦૨૦માં કુંભ રાશી વાળા ઉપર શની સાડાસાતી શરુ થવા જઈ રહી છે. આ વર્ષ તમારા માટે દુઃખદાયક સાબિત થઇ શકે છે. આમ તો વર્ષની શરુઆત તો સારું રહેશે પરંતુ ૨૪ જાન્યુઆરીના રોજ શનીનું રાશી પરિવર્તન કરતા જ તમારા દુઃખ વધી જશે. ધન સંબંધી તકલીફો અનુભવવા લાગશો. જાણો શું કહે છે તમારા સ્ટાર વર્ષ ૨૦૨૦ માટે..

શની તમારી રાશીના ૧૨માં સ્થાનમાં આવી જશે. જેથી તમારા ખર્ચામાં વધારો થશે. શારીરિક તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. માથાનો દુઃખાવો આખું વર્ષ હેરાન કરશે. કુંભ રાશી વાળા માટે ૩૦ માર્ચના રોજ ગુરુ રાશી પરિવર્તન પોઝેટીવ જોવા મળી રહ્યું છે. પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાથી તમને લાભ ઓછો નુકશાન વધુ જોવા મળી શકે છે. રોકાણ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.

કુંડળીમાં ૧૧ મેં ના રોજ શની વક્રી થઇ જશે. જે તમારી મુશ્કેલીઓમાં વધારાના સંકેત આપી રહ્યા છે. આમ તો તે દરમિયાન તમારી બુદ્ધીથી તકલીફોનો હલ કાઢવામાં સફળ થઇ શકો છો. શનીને મજબુત કરવા માટે તમે શનીની પૂજા જરૂર કરો. તેની સથે કાળા ઘોડાની નાળથી બનેલા છલ્લા તમારા હાથની વચ્ચે વાળી આંગળીમાં ધારણ કરો.

૧૪મે ના રોજ ગુરુના વક્રી થવાથી તમારી લાભની સ્થિતિ ફરી ઉભી થવા લાગશે. અટકેલા કાર્ય પુરા કરવા માટે સારો સમય રહેશે. ૩૦ જુનના રોજ ગુર ફરીથી ધન રાશીમાં જતા જ તમને ધન વૃદ્ધીની તકો પ્રાપ્ત થવા લાગશે. પિતૃક સપ્તતિથી લાભ મળવાના અસર રહેશે. ગુરુ કેતુના યોગથી સંપત્તિ સબંધિત વિવાદ ઉભા થઇ શકે છે. ૧૩ સપ્ટેમ્બરના રોજ ગુરુના માર્ગી થતા જ ફરીથી કામ સુધરવા લાગશે.

૨૩ સપ્ટેમ્બરના રોજ રાહુ પરિવર્તન થશે. જે તમારી સુખ સવિધાઓમાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે. નવા વાહનની ખરીદી કરી શકો છો, તેની સાથે જ કેતુ પણ લાભ સ્થાન ઉપર બિરાજમાન થવાથી તમારા વેપારમાં વિકાસ થશે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થઇ જશે, ત્યાર પછી તમે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. બધું મળીને આ નવું વર્ષ તમારા માટે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવવાના સંકેત આપી રહ્યું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.