રામાયણ : શ્રી રામ સાથે ઉભેલા પોતાના ભાઈ વિભીષણને કુંભકર્ણએ કેમ ગણાવ્યો ‘અધર્મી’

રામાયણમાં શ્રી રામનો સાથ આપવાથી કુંભકર્ણએ પોતાના ભાઈ વિભીષણને ગણાવ્યો અધર્મી, જાણો તેની પાછળનું કારણ

રામાયણના દરેક એપિસોડમાં કાંઈકને કાંઈક એવું જોવા મળી રહ્યું છે, જે આ કથાના અસલી ભાવો અને દરેક પાત્રના રૂપને લોકો સમક્ષ રજુ કરે છે. શ્રી રામ અને રાવણ વચ્ચે થયેલા આ યુદ્ધને આખી દુનિયા ભલાઈ અને દુષ્ટતા વચ્ચેનું યુદ્ધ માનતી આવી છે. પણ રામાયણના હાલના એપિસોડમાં લંકાપતિ રાવણના નાના ભાઈ કુંભકર્ણએ પોતાના બંને ભાઈઓને ધર્મ અને કર્મનો જે પાઠ શીખવ્યો, તેની જોરદાર પ્રશંસા થઈ રહી છે. કુંભકર્ણની આ વાતો લોકોને એટલી પસંદ આવી કે જયારે આ એપિસોડમાં શ્રી રામ દ્વારા તેનો વધ દેખાડવામાં આવ્યો તો ઘણા લોકો ભાવુક થઈ ગયા.

રાવણ – કુંભકર્ણ સંવાદ :

કુંભકર્ણએ રાવણે કહ્યું – ત્રણ લોકોના વિજેતા રાવણ, જેમની આગળ શસ્ત્ર હીન, શ્રી હીન અને માન હીન થઈને રહી ગયા, તેના પર પણ તમે એ વાત પર ધ્યાન નહિ આપ્યું કે હકીકતમાં શ્રી રામ કોણ છે? આંખો બંધ થવાથી સૂર્યનો પ્રકાશ ગાયબ નથી થઈ જતો. જે ત્રણ લોકોના સ્વામી છે, પોતે શ્રીમાન નારાયણ છે, તેમને શ્રી રામ જ કહેવા પડશે. ભાઈ કદાચ તમે ભૂલી ગયા કે, ઈક્ષ્વાકુ વંશના રાજાએ તમને શ્રાપ આપ્યો હતો કે, શ્રીમાન નારાયણ અમારા કુળમાં અવતાર લેશે, અને તેજ નર રૂપમાં તમારો વિનાશ કરશે.

કુંભકર્ણએ રાવણને નારાયણની તે વાત પણ યાદ અપાવી જયારે તેમણે કહ્યું હતું કે, વિષ્ણુએ તેમનો નાશ કરવા માટે રાજા દશરથને ત્યાં જન્મ લીધો છે. કુંભકર્ણએ રાવણને સીતાના હરણ જેવા અધર્મના કામ કરવા સુધીની વાત સંભળાવી. તેમ છતાં પોતાના ભાઈને દરેક પરિસ્થિતિઓથી માહિતગાર કરાવ્યા પછી, અને શ્રી રામનું સત્ય જાણવા છતાં કુંભકર્ણએ પોતાના ભાઈ રાવણનો સાથ નહિ છોડ્યો.

વિભીષણને પણ સમજાવ્યો ધર્મ :

કુંભકર્ણએ વિભીષણને પણ સાક્ષાત્કાર કરાવ્યો કે, તેણે કઈ રીતે ધર્મ વિરુદ્ધ કામ કર્યું છે. કુંભકર્ણએ કહ્યું, શું ધર્મ છે, શું અધર્મ છે તેની વ્યાખ્યા દેશ અને કાળ અનુસાર દરેકની અલગ-અલગ હોય છે. આ વાત પર વિભીષણે કહ્યું, નહિ સત્ય એક જ છે, તે દરેક સ્થળ, કાળમાં એક જ હોય છે, એટલા માટે તેની વ્યાખ્યા પણ એક જ છે.

તેના પર કુંભકર્ણએ કહ્યું, તું સારી રીતે જાણે છે, જીવનમાં ઘણી વાર એવો સમય આવે છે જેને ધર્મ સંકટ કહેવામાં આવે છે. જયારે એ નિર્ણય કરવો મુશ્કેલ થઈ જાય છે, કે તે સમયે પ્રાણીનો શું ધર્મ છે. આવા જ અવસર પર દરેક પ્રાણી પોતા-પોતાના સંસ્કાર અનુસાર પોતાના ધર્મનો નિશ્ચય કરે છે. જે રીતે તે પોતાના ભાઈ, પોતાના કુળ અને દેશનો ત્યાગ કરવો પોતાનો ધર્મ સમજ્યો છે, અને મેં પોતાના ભાઈ, પોતાના કુલ અને પોતાના દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવાને પોતાનો ધર્મ સમજ્યો છે.

કુંભકર્ણએ આગળ કહ્યું કે, વિભીષણ જો શરીરમાં કોઈ રોગ, કોઈ દોષ પણ આવી જાય તો પોતાની ભુજા(હાથ) પોતાના શરીરનો ત્યાગ નથી કરી દેતી. ભાઈ ભુજા હોય છે, તે ભાઈથી અલગ થઈને તેમની એક ભુજા કાપી દીધી છે. જો તેમનો પરાજય થયો તો તેમની પરાજયનું કારણ તું હશે તું.

કુંભકર્ણએ કહ્યું, હાં, હું તેમનાથી (રાવણથી) સહમત નથી. અરે વિભીષણ જેને તું ધર્મ કહી રહયો છે, તેનાથી મોટો અધર્મ કોઈ હોઈ જ નથી શકતો. આવનારી પેઢી તને કેટલો પણ મોટો ધર્માત્મા અથવા રામ ભક્ત કેમ ન માને, પણ પોતાના કુળ, પોતાના દેશ અને પોતાના ઘર સાથે વિશ્વાસઘાત કરવા માટે ક્યારેય સમ્માનની દ્રષ્ટિની નહિ જોઈ શકે. અરે જેની સાથે મિત્રતા કરી તેમના આચરણથી કાંઈ શિક્ષા લીધી હોત, ભાઈ માટે ભરતનો ત્યાગ જોયો હોત, ભાઈ માટે લક્ષ્મણની સેવા અને સમર્પણથી શિક્ષા લીધી હોત, તો તું પોતાના ચરિત્ર પણ કલંક નહિ લગાવતે વિભીષણ.

આ વાત પર વિભીષણે કહ્યું, ભરત અને લક્ષ્મણના પદચિન્હો પર ચાલવા માટે શ્રી રામ જેવા ભાઈ પણ હોવા જોઈએ, તેનું શું? તેના પર કુંભકર્ણએ કહ્યું, અરે સારા સાથે તો બધા સારા રહે છે, પછી ભાઈ ભાઈનો સંબંધ શું? આ યુદ્ધમાં શું ભાઈ એકલા જ મરી જશે? આ યુદ્ધમાં મરવાવાળો કોઈ બીજો ભાઈ નહિ હોય. અરે દૃશ્ય તો એ હશે, જ્યાં રાવણનું મૃત શરીર હશે અને તેની ચારેય તરફ તેમના ભાઈઓ અને પુત્રોના મૃત શરીર તેમની શોભા વધારતા હશે. જેને જોઈને દેવતા પણ મસ્તક નમાવી લેશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.