કુંડળી મેળવવામાં આવે છે તેવી રીતે બ્લડ ગ્રુપ મેળવવા કેમ જરૂરી? જાણો આર્ટીકલ

 

લગ્ન પહેલા પાર્ટનર નું બ્લડ ગ્રુપ જાણવું ખુબ જરૂરી છે કારણકે આનો સીધો સબંધ તમારા થનારા બાળક થી છે

લગ્ન પહેલા આપણે ઘણા પ્રકારની પ્લાનિંગ અને એડજેસ્ટમેંટ કરીયે છીએ. આપણે કુંડળીયો મળાવીએ છીએ અને આ જાણવાની કોશિશ કરે છે કે છોકરો-છોકરી ના ગુણ મળે છે કે નહિ. પણ આપણે મેડિકલ વસ્તુઓ ને પુરી રીતે અવગણના કરીયે છીએ. જે આપણા અને થનારી પાર્ટનર ના ભવિષ્ય ના માટે ખુબ જરૂરી છે. એના માંથી એક વસ્તુ છે પોતાના પાર્ટનર નું બ્લડ ગ્રુપ જાણવું આનો સીધો સબંધ તમારા થનારા બાળકોથી છે. તમારા પાર્ટનર ના ABO અને Rh બ્લડ ગ્રુપ ના વિષે પુરી જાણકારી હોવી જોઈએ. જ્યાં ABO નો મતલબ અલગ-અલગ બ્લડ ગ્રુપ એટલે A, B, O અને AB થી છે ત્યાં Rh એક એવું કમ્પાઉંડ છે જે તમારા લાલ બ્લડ સેલમાં હાજર રહી શકે છે અને નહિ પણ. જે લોકોમાં Rh કમ્પાઉંડ હોય છે તેમને Rh પોજીટીવ કહેવાય છે, જયારે જેમાં નહિ હોય છે તેમને Rh નેગેટિવ કહેવાય છે.

શું કહે છે નિષ્ણાત?

ડોક્ટર ગીતા પ્રકાશના મુજબ લગ્ન કે બાળક પ્લાન કરતા પહેલા છોકરો-છોકરીને જોઈએ કે તે પોતાના Rh ચેક કરી લેવું જોઈએ આનાથી થનારા બાળકમાં કોમ્પિલિકેશન આવી શકે છે.

ડોક્ટર ગીતા જણાવે છે કે, ‘સમસ્યા ખાસ કરીને ત્યારે વધી જાય છે જયારે માં Rh નેગેટિવ હોય અને પિતાનું Rh પોજીટીવ. જો આવો મામલો હોય તો બાળક Rh પોજીટીવ થશે અને આનાથી વધારે બ્લીડીંગ અને બીજી રીતની મુશ્કેલીઓનો અંદાજો રહે છે. જો માતા-પિતા બંને નેગેટિવ કે પોજીટીવ હોય તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો માં નેગેટિવ છે અને પિતા નથી તો આ ગંભીર સમસ્યા થઇ શકે છે.

જો બાળક Rh પોજીટીવ પેદા થાય છે. સોઈમમુનિસાશન નો ખતરો રહે છે. આના કારણે કોખમાં રહેલા બાળકનું લોહી માં ના શરીરમાં પહુંચી શકે છે. ડોક્ટર ગીતા ના મુજબ, ‘જો માં નું ગર્ભપાત થઇ જાય તો પણ Rh પોજીટીવ લોહીના સંપર્કમાં આવવાથી પ્રેગ્નેસી ના પછી પણ માં ને કોઈ પ્રકારની કોમ્પિલિકેશનનો સામનો કરવો પડે છે.

આ પૂછવા પર કે Rh નેગેટિવ માં અને Rh પોજીટીવ પિતા ના માટે શું ટ્રીટમેંટ થઇ શકે છે, ડોક્ટર ગીતાએ જણાવ્યું કે, ‘આ કેસમાં અંટી-ડી ઈંજેક્શન આપી શકાય છે. આ ઈંજેક્શનના મદદથી માં ના લોહીમાં એન્ટિબોડીઝ બનવાનું રોકી શકીયે છીએ. આ ઈંજેક્શન પછી કપલ આરામથી ફેમિલી પ્લાનિંગ કરી શકે છે.’ પણ તે કાર્ય પછી પણ એન્ટિબોડીઝ બને છે તો થનારા બાળકને પીલિયા અને એનિમિયાની ફરિયાદ રહે છે.

તેમ છતાં ડોક્ટર ગીતાએ એ પણ જણાવ્યું કે બધા ડોક્ટર હમેશા આ સલાહ આપે છે કે જે કપલ માતા-પિતા બનવા માંગે છે તેમને એકબીજાના બ્લડ ટાઈપ ના વિષે જાણકારી હોવી જોઈએ.

લગ્ન અને બાળકના પ્લાનિંગના પહેલા બ્લડ ટેસ્ટ કરાવવું એ માટે જરૂરી છે કે આ ખબર પડી જાય કે તમારો પાર્ટનર ક્યાં HIV પોજીટીવ કે અન્ય યૌન રોગો થી સંક્રમિત તો નથી. જો પહેલાથી આ વાતની જાણકારી હોય તો તમે આ ગંભીર બીમારીઓ ના સંપર્ક માં આવાથી બચી શકો છો