કુંડલી ભાગ્યની એક્ટ્રેસે નચ બલિયેમાં બોયફ્રેન્ડ સાથે જીવવા મારવાની કસમો ખાધી હતી એનું શું થયું જાણો.

વર્ષ 2011માં આવેલા શો, મેં લક્ષ્મી તેરે આંગનકી હિરોઈન શ્રદ્ધા આર્યાએ નાના પડદા ઉપર ડેબ્યુ કર્યું હતું, પરંતુ સાચી ઓળખ તેને 2017માં આવેલી સિરિયલ કુંડળી ભાગ્યથી થઈ હતી. આજે શ્રદ્ધાનું નામ ટીવી ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. શ્રદ્ધા આર્યા સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તે ગોદાબ, કલવનિન કધલી, કોઠી મુક અને રોમિયો જેવી ઘણી ફિલ્મોમાં અભિનય આપી ચુકી છે.

હાલમાં જ શ્રદ્ધા ડાંસ રિયાલિટી શો નચ બલિયે 9, માં જોવા મળી ચુકી છે. આ શો માં શ્રદ્ધાએ પોતાના બલિયે આલમ મક્કડ સાથે ભાગ લીધો હતો. આ શોની જાણ થઈ હતી કે શ્રદ્ધાને એક બોયફ્રેન્ડ પણ છે. તે ખુલાસાથી દરેક આશ્ચર્ય ચકિત હતા. કેમ કે તે પહેલા પણ બોયફ્રેન્ડ તરીકે આલમના નામનું વર્ણન કરવામાં આવ્યું ન હતું. શો માં બંને એકબીજાના પ્રેમમાં જોવા મળતા હતા. એટલું જ નહીં આલમે તો શ્રદ્ધાને લગ્ન માટે પણ પ્રપોઝ કરી હતી.

આમ તો શ્રદ્ધાએ ત્યારે તો ના કહી દીધી હતી, કેમ કે તે થોડો સમય વધુ આલમ સાથે પસાર કરવા માંગતી હતી. પાછળથી સમાચાર આવ્યા કે શ્રદ્ધા ટુંક સમયમાં આલમ સાથે લગ્ન કરશે. ફેન્સ બન્નેની રાહ જોઈ રહ્યા હતા કે હવે આશ્ચર્ય પમાડે એવા સમાચાર સામે આવ્યા છે. શ્રદ્ધાના તેના બોયફ્રેન્ડ આલમ મક્કડ સાથે બ્રેકઅપ થઈ ગયા છે. સમાચારો મુજબ નચ બલિયેથી નીકળ્યાના થોડા સમય પછી જ તેના સંબંધ તૂટી ગયા.

ઘણા સમયથી બંને વચ્ચે સારું ચાલી રહ્યું ન હતું, જેના કારણે શ્રદ્ધાએ આલમ સાથે બ્રેકઅપ લેવાનો નિર્ણય લીધો. કહેવામાં આવી રહ્યું છે કે એક બીજાએ રાજી ખુશીથી આ સંબંધ પુરા કર્યા છે. થોડા સમય સાથે રહ્યા પછી બંનેને એવું લાગ્યું કે બંને એક બીજા સાથે સુખી નથી અને બંનેનો સંબંધ વધુ સમય સુધી ચાલી નહિ શકે, એ કારણે જ બંનેએ આ સંબંધને આગળ વધારવાનું યોગ્ય ન લાગ્યું. અને બ્રેકઅપ લેવાનો નિર્ણય લીધો.

મળેલી જાણકારી મુજબ બે ત્રણ મહિના પહેલા જ બંનેના આ સંબંધ તૂટી ચુક્યા છે, આ સમાચારથી શ્રદ્ધાના ફેન્સને ઝટકો લાગ્યો છે. જ્યારે શ્રદ્ધાને તે અંગે પૂછવામાં આવ્યું. તો તેણે સમાચાર ઉપર કોઈ પ્રતિક્રિયા ન આપી. અને બીજી તરફ આલમે આ સમાચારને માત્ર એક અફવા ગણાવી . આલમ એક બિઝનેસમેન છે અને જાલંધરમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.

જ્યારે શ્રધ્ધાં નચ બલીયે શો ઉપર આલમ સાથે આવી તો તેણે પોતાના સંબંધને લઈને જણાવ્યું હતું કે, તે વાત નક્કી છે કે હું આલમ સાથે છું પરંતુ સગાઈને લઈને અમારુ કોઈ આયોજન નથી, અમે માત્ર 8-9 મહિનાથી જ એક બીજાને ડેટ કર્યા છે, શ્રદ્ધાના જણાવ્યા મુજબ તે આલમને હજુ વધુ ઓળખતી નથી. તેને હજુ વધુ જાણવા માગતી હતી, અને શો માંથી નીકળ્યા પછી બંનેના લગ્નના સમાચાર જોર પકડી રહ્યા હતા. તેવામાં બ્રેકઅપના સમાચારોએ બધાને વિચારમાં મૂકી દીધા છે

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.