કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તેને દૂર કરી શકે છે આ મંત્ર, ખુબ જ શક્તિશાળી છે આ મંત્ર

કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષ હોવા ઉપર જો યોગ્ય મંત્રોના જાપ કરવામાં આવે તો આ દોષ દુર થઇ જાય છે. કુંડળીમાં પિતૃ દોષ, ગ્રહ અશાંત કે બીજા પ્રકારના દોષથી જીવન ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે તે જુરુરી હોય છે કે આ દોષોનું નિવારણ કરવામાં આવે જેથી આ દોષોની ખરાબ અસરથી બચી શકાય. જો તમારી કુંડળીમાં કોઈ દોષ છે તો તમે નીચે જણાવવામાં આવેલા મંત્રોના જાપ કરી શકો છો.

ઘણા જ શક્તિશાળી હોય છે આ મંત્ર, તેના જાપ કરવાથી દુર થઈ જાય છે દરેક પ્રકારના દોષ :

કુંડળીમાં પિતૃદોષ હોવા પર તમે શ્રીકૃષ્ણ મુખામૃત ગીતાના પાઠ કરો. આ પાઠ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળી જશે અને જીવન ઉપર આ દોષની ખરાબ અસર નહિ પડે.

જે લોકો હંમેશા ભયમાં રહે છે તે લોકો જો શ્રીકૃષ્ણ ચરિત્ર્યની કથા કે શ્રીમદ્ ભગવદ મહા પુરાણના પાઠ કરે છે, તો તેનો ભય દુર થઇ જાય છે. તમે ધારો તો આ પાઠને તમે પણ કરી શકો છો, કે પછી કોઈ પંડિત પાસે પણ કરાવી શકે છે.

ગ્રહ અશાંત હોય તો તમે હવન કરો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરતા દેસી ઘી ની કુલ ૧૦૦૮ આહુતિઓ આપો. એમ કરવાથી તમારા ગ્રહ શાંત થઇ જશે અને તમારા દરેક કાર્ય સફળ થઇ જશે. તે ઉપરાંત ‘નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર બોલવાથી પણ ગ્રહ શાંત થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે આ મંત્ર વાંચવાથી દરેક ગ્રહો શાંત કરી શકાય છે. તમારા જે ગ્રહ છે અને તે ગ્રહ સાથે જોડાયેલા દિવસે આ મંત્રના જાપ ૧૦૧ વખત કરો.

હંમેશા કુંડળીમાં દોષ હોવાને કારણે માનસિક તણાવ રહે છે અને માનસિક તણાવ હોવાને કારણે માણસ દરેક સમયે દુઃખી રહે છે. જો તમને પણ માનસિક તણાવ રહે છે તો તમે ‘હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે’ મંત્રના જાપ કર્યા કરો. રોજ આ મંત્રના જાપ કરવાથી માનસિક તણાવ ઓછો થઇ જાય છે. આ મંત્ર તમે સાંજના સમયે ૧૬ વખત બોલો.

ભગવાન શ્રીકૃષ્ણ સાથે ઘણા બધા મંત્ર જોડાયેલા છે અને દવાદશાક્ષર મંત્ર ભગવાન શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. આ મંત્ર ઘણો શક્તિશાળી મંત્ર હોય છે, અને આ મંત્રના જાપ કરવાથી જીવનમાંથી દરેક તકલીફ દુર થઇ જાય છે. જો તમારું કોઈ કામ નથી થઇ રહ્યું તો તમે આ મંત્રના જાપ જરૂર કરતા રહો. આ મંત્ર નીચે મુજબ છે.

‘नमो भगवते वासुदेवाय। विनियोग: अस्य श्रीद्वादशाक्षर श्रीकृष्णमंत्रस्य नारद ऋषि गायत्रीछंदः श्रीकृष्णोदेवता, बीजं नमः शक्ति, सर्वार्थसिद्धये जपे विनियोगः ध्यान: ‘चिन्ताश्म युक्त निजदोः परिरब्ध कान्तमालिंगितं सजलनैन करेण पत्न्या। ऋष्यादि न्यास पंचांग न्यास नारदाय ऋषभे नमः शिरसि। हृदयाय नमः। गायत्रीछन्दसे नमःमुखे। नमो शिरसे स्वाहा। श्री कृष्ण देवतायै नमः, हृदि भगवते शिखायै वषट्। बीजाय नमः गुह्ये। वासुदेवाय कवचाय हुम्। नमः शक्तये नमः, पादयोः। नमो भगवते वासुदेवाय अस्त्राय फट्।’

આ મંત્રના જાપ તમે દિવસમાં બે વખત કરી શકો છો. એક વખત સવારે અને બીજી વખત સાંજના સમયે. આ મંત્રના જાપ તમે મંદિરમાં બેસીને કરો અને આ મંત્ર બોલતી વખતે તમારી સામે ભગવાન શ્રી કૃષ્ણજીની મૂર્તિ જરૂર રાખી લો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.