કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમના કુતરાને ફજની સંભાળ આવી રીતે રાખે છે તેમના પિતા, ફોટો થઇ રહી છે વાયરલ.

બોલીવુડ સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમનો આખો પરિવાર તૂટી ગયો છે. તેમના મૃત્યુને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આજે પણ કોઈપણ માટે આ વાત ઉપર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ છે કે તેમનો હસતો મુસ્કાન આપતો સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યો, એકટરના મૃત્યુ પછી મુંબઈ પોલીસ અત્યાર સુધી આશરે 2 ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરી લીધી છે. અને બીજા કેટલાયની પૂછપરછ કરવાની બાકી છે.

એટલું જ નહિ સુશાંતના ચાહકો અને કેટલાક બૉલીવુડ સ્ટાર્સ CBI તપાસની પણ માંગણી કરી રહ્યા છે. સુશાંતના મૃત્યુ પછી તેમના સૌથી પ્રિય કુતરા ફજની કેટલાય ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે. તે ફોટોમાં ફજને સુશાંતના ફોટો સામે રોતા જોવામાં આવ્યો હતો, ત્યાં હવે સુશાંતના કુતરા ફજની એક વધુ ફોટો સામે આવ્યો છે. આ ફોટોને તેમની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેયર કરી છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર કુતરા ફજની ફોટો શેયર કરી છે. સુશાંતની બહેન શ્વેતાએ ફોટો શેયર કરતા લખ્યું છે કે “ડેડ વિથ ફજ “, આ ફોટામાં ફજ સુશાંતના પિતા કે.કે. સિંહ સાથે રમતો નજરે પડે છે. આ ફોટોમાં કે.કે.સિંહ ખુરસીમાં બેઠા છે અને ફજને ખવડાવતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન બંનેના બોન્ડિંગને ચોખ્ખું જોઈ શકાય છે. સુશાંતના મૃત્યુ પછી તેમનો પરિવાર ફજને પોતાની સાથે પટના લઇ આવ્યા છે. હવે તે તેમની દેખરેખ કરી રહ્યા છે.

સુશાંતની વાત કરીએ તો ગઈકાલે એટલે કે 24 જુલાઈ એ સુશાંત સિંહની છેલ્લી ‘દિલ બેચારા’ રિલીઝ થઇ ગઈ છે. તેમની આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં સુશાંતના અપોઝીટ એક્ટર સંજના સંઘી લીડ રોલમાં નજર આવાની છે. અત્યાર સુધી આ ફિલ્મનું ટ્રેલર અને ત્રણ ગીત રિલીઝ થઇ ચુક્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.