કૂતરાના ચાટવાથી થઈ ગયું માણસનું મૃત્યુ, કેસ જાણીને ડોક્ટર પણ રહી ગયા ચકિત

કુતરાના ચાટવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. કુતરાના ચાટ્યા પછી 63 વર્ષનો અનામ વ્યક્તિ બીમાર થઈ ગયો હતો. આ દુઃખદ મામલો બર્લિનની રેડ ક્રોસ હોસ્પિટલ (Rote Kreuz Krankenhaus) નો છે. હોસ્પટલના ડોક્ટરોએ એને એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કર્યું હતું.

યુરોપિયન જર્નલ ઓફ કેસ રિપોર્ટ્સ ઈન ઈન્ટરનલ મેડિસિનમાં આ મામલો પ્રકાશિત થયો છે. ડોક્ટર્સનું કહેવું છે કે, કુતરા દ્વારા એમને ચાટવાના બરાબર પહેલા તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. પણ પછીથી ઘણા વધારે બીમાર થઈ ગયા. વ્યક્તિએ 2 અઠવાડિયા હોસ્પિટલમાં પસાર કર્યા પછી તેમનું મૃત્યુ થઈ ગયું.

બીમાર થયા પછી વ્યક્તિને સતત 106 ડિગ્રી ફેરનહાઈટ તાવ રહેતો હતો, અને તે ગેંગ્રીન, ન્યુમોનિયાથી પીડિત થઈ ગયા હતા. તે વ્યક્તિ જે બેક્ટેરિયાથી સંક્રમિત થઈ ગયા હતા તે બેક્ટેરિયાનું નામ છે કેપ્નોસિટોફેગા કેનિમોરસસ (Capnocytophaga canimorsus).

સામાન્ય રીતે આ બેક્ટેરિયા પશુઓના કરડ્યા પછી ફેલાય છે. જયારે શરૂઆતમાં તે હોસ્પિટલમાં પહોંચ્યા તો એમને તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પરંતુ ટ્રીટમેન્ટ શરુ થવાની સાથે જ એમની બીમારી વધતી ગઈ. એમની તબિયત સતત ખરાબ થઈ રહી હતી, અને પછી એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.

પીડિત વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ થઈ ગઈ હતી અને શરીરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો હતો. છેવટે કિડની અને લીવરને કામ કરવામાં મુશ્કેલી આવવા લાગી. એ પછી એમની સ્કિન સડવા લાગી. અંતમાં કાર્ડિક અરેસ્ટનો પણ સામનો કરવો પડ્યો.

ડોક્ટર પણ એ વાતથી હેરાન રહી ગયા કે, ફક્ત કુતરાના ચાટવાથી વ્યક્તિને ખતરનાક ઈન્ફેક્શન થઈ ગયું. જો કે ચાટવાને કારણે ઘણા ઓછા બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે. નેધરલેન્ડની એક સ્ટડી અનુસાર, 15 લાખ લોકોમાંથી ફક્ત એક વ્યક્તિએ જ આવી સ્થિતિનો સામનો કરવો પડે છે. 28 થી 30 ટકા કેસમાં પીડિતનું મૃત્યુ થઈ જાય છે.

સામાન્ય રીતે ફક્ત નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા લોકો જ આ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી બીમાર પડે છે. પણ હવે એવું લાગે છે કે સ્વસ્થ લોકો પણ આનો શિકાર થઈ શકે છે. Naomi Mader નામના ડોક્ટરોની ટીમે કહ્યું છે કે, જો પાળેલા કુતરા રાખવા વાળા લોકોને તાવ જેવા લક્ષણ હોય તો તરત મેડિકલ હેલ્પ લેવી જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.