કુતુબ મિનાર સાથે જોડાયેલા 8 રસપ્રદ તથ્યો જે તમારે જરૂર વાંચવા જોઈએ.

જાણો હવે કેમ કુતુબ મિનારમાં પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની સાથે જોડાયેલા રોચક કિસ્સાઓ. જો તમે દિલ્હી ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે અહીંયાની ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર જોવા જરૂર જવું જોઈએ. જેની સાથે જોડાયેલા સત્ય જાણો.

કુતુબ મીનાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. દિલ્હી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કુતુબ મીનાર પરિસરમાં બનેલી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જીદ ઉપર દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મસ્જીદને 27 હિંદુ અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી અને તે સાબિત કરવા માટે ઈતિહાસમાં પર્યાપ્ત સાબિતી છે. આમ તો આ મસ્જીદમાં તોડવામાં આવેલા મંદિરોને ફરી વખત બનાવવા અને ત્યાં 27 દેવી દેવતાઓની વિધિ પૂર્વક પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે.

જો તમે દિલ્હી ફરવા જઈ રહ્યા છો, તો કુતુબ મીનાર જોવાનું તમારે ક્યારે પણ મિસ ન કરવો જોઈએ. આ ઐતિહાસિક ઈમારત ઇન્ડો-ઇસ્લામિક આર્કીટેક્ચરનો ઉતમ નમુનો છે. ઈંટની બનેલી આ દુનિયાની સૌથી ઉંચી ઈમારત છે. કુતુબ મીનારનું આ નામ કેવી રીતે પડ્યું, તેની પાછળ ઈતિહાસકાર ઘણા તર્ક આપે છે. ઘણા ઈતિકાસકારોનું માનવું છે કે તેનું નામ કુતુબ મીનાર પડ્યું, જે બગદાદના એક સંત હતા અને જેણે ઈલ્તુતમીશ વધુ સન્માન આપે છે. કુતુબ મીનારની આસપાસ પણ ઘણી ઐતિહાસિક અને ભવ્ય ઈમારતો આવેલી છે. આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટ્સમાં જોડાયેલી છે. આવો જાણીએ તેના થોડા રોચક તથ્યો વિષે.

દુનિયાની સૌથી ઉંચી ઇર્દની ઈમારત : કુતુબ મીનારની ઉંચાઈ 72.5 મીટર છે. તેમાં 379 સીડીઓ છે, જે મીનારના શિખર સુધી પહોચે છે. જમીન ઉપર આ ઈમારતનો વ્યાસ 14.32 મીટર છે. જે શિખર સુધી પહોચતા સુધી 2.75 મીટર રહી જાય છે. આ ઈમારતની સ્થાપત્ય કળા જોવામાં ભવ્ય લાગે છે. કુતુબ કોમ્પલેક્ષમાં ફરવામાં એક 10 મિનીટની ફિલ્મ પણ દેખાડવામાં આવે છે, જેમાં કુતુબ મીનાર અને કુતુબ કોમ્પલેક્ષમાં રહેલી બીજી ઈમારતો વિષે ઘણી રસપ્રદ વાતો જાણવા મળે છે.

કુતુબ કોમ્પલેક્ષમાં છે ઐતિહાસિક ઈમારતો : કુતુબ મીનાર ઘણી મોટી ઐતિહાસિક ઈમારતોથી ઘેરાયેલી છે અને તે બધી કુતુબ કોમ્પલેક્ષની અંદર આવે છે. આ કોમ્પલેક્ષમાં દિલ્હીના લોહ સ્થંભ, કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જીદ, અલાઈ દરવાજા, ઈલ્લુતમીશની કબર, અલાઈ મીનાર, અલાઉદ્દીનનો મદરસા અને કબર, ઈમામ જમીનની કબર અને સેંડરસનનો સન ડાયલ જેવી ઈમારતો છે, જે જોવા પ્રવાસીઓને ખાસ કરીને આકર્ષિત કરે છે.

પછી બનાવવામાં આવ્યો હતો કુતુબ મીનારનો ઉપરનો ભાગ : કુતુબ મીનારનો ઉપરનો ભાગ વીજળી પડવાને કારણે નાશ થઇ ગયો હતો, જે ફિરોજશાહ તુગલકે ફરી વખત બનાવરાવ્યો. પાછળના સમયનો ફ્લોર પહેલાના ફ્લોરથી ઘણો અલગ છે, કેમ કે તે સફેદ આરસપાણ માંથી બન્યો છે.

દુર્ઘટના પછી કુતુબ મીનારની અંદર એન્ટ્રી થઇ બંધ : ઈ.સ. 1947 પહેલા કુતુબ મીનારમાં સામાન્ય લોકો માટે ખૂલુ હતું, પરંતુ 4 ડીસેમ્બર 1981 માં અહિયાં આવેલા લોકો સાથે એક ભયાનક દુર્ઘટના થઇ, જેમાં ભાગદોડ દરમિયાન 45 લોકોના મૃત્યુ થઇ ગયા. ત્યાર પછી આ ઈમારતની અંદરના ભાગમાં પ્રવેશ ઉપર સંપૂર્ણ રીતે મનાઈ કરી દેવામાં આવી.

દેવાનંદ કરવા માંગતા હતા શુટિંગ : બોલીવુડના ફેમસ કલાકાર અને ડાયરેક્ટર દેવાનંદ અહિયાં તેની ફિલ્મનું ગીત ‘દિલ કા ભંવર કરે પુકાર’ નું શુટિંગ કરવા માંગતા હતા, પરંતુ કેમેરા મીનારના નાના રસ્તામાં ફીટ ન થઇ શકતા હતા, તે કારણે અહિયાં શુટિંગ ન થઇ શક્યું, પરંતુ તેની ફિલ લાવવા માટે કુતુબ મીનારની રેપ્લિકામાં શુટિંગ કરવામાં આવ્યુ.

2000 વર્ષથી પણ જુનો છે લોહ સ્તંભ : કુતુબ કોમ્પલેક્ષમાં આવેલો લોહ સ્તંભ જોવા માટે પ્રવાસીઓની મોટી સંખ્યામાં આવે છે. આ ઈમારત 2000 વર્ષથી પણ જૂની છે, પરંતુ તેમાં આજ સુધી પણ કાટ નથી લાગ્યો અને તે વસ્તુ તેને સૌથી વિશેષ બનાવે છે.

કુતુબ મીનારની બાજુમાં આવેલ છે કુવ્વત-ઉલ-ઇસ્લામ. તે ભારતમાં બનેલી પહેલી મસ્જીદ માનવામાં આવે છે. તેનો અર્થ છે ‘ઇસ્લામ ની શક્તિ’. આ ઈમારતનું નિર્માણ ખાસ કરીને ઇસ્લામની તાકાત જાહેર કરવા માટે બનાવવામાં આવી હતી. આ મસ્જીદનું નિર્માણ હિંદુ મંદિરના પાયા ઉપર કરવામાં આવી. જો તમે અહીંયા ફરો તો એ વસ્તુ તમે અહિયાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

અલાઉદ્દીન ખીલજીનું સપનું રહી ગયું અધૂરુ : અલાઉદ્દીન ખીલજીની ઈચ્છા હતી કે કુતુબ મીનાર જેવી એક બીજી ઈમારત બનાવવામાં આવે, જે કુતુબ મીનારથી પણ બમણી ઊંચાઈ વાળી હોય. આ ઈમારતનું નિર્માણ શરુ થયું, પરંતુ તે પૂરું ન કરી શકાયું.

અલાઉદ્દીન ખીલજીનું જે સમયે મૃત્યુ થયું, તે સમયે આ ઈમારત લગભગ 27 મીટર સુધી બની ગઈ હતી, પરંતુ અલાઉદ્દીનના મૃત્યુ પછી તેના વંશજોએ તેને ખર્ચાળ માનીને કામ અટકાવી દીધું. તેને ‘અલાઈ મીનાર’ નું નામ આપવામાં આવ્યું હતું અને તે આજે પણ અધુરી ઉભી છે. આ મીનાર કુતુબ મીનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જીદમાં આવેલી છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.