કુંવારી નથી છૂટાછેડા લીધેલા છે આ ટીવી અભિનેત્રીઓએ, એકે તો કર્યા છે આ વર્ષે જ લગ્ન.

લગ્ન કોઈના પણ જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એ દિવસને લઇ ને લોકો ની ઘણી ઇચ્છાઓ હોય છે. માણસ એ શક્ય એટલા તમામ પ્રયાસ કરવા જોઈએ. જેથી એ પળ હંમેશા માટે યાદગાર બની જાય. લગ્ન સાત જન્મોનું બંધન હોય છે અને કહે છે ને કે પતિ પત્ની ના આ બંધન સાત જન્મો સુધી નિભાવવું પડે છે. પરંતુ ઘણી વખત આ કહેવત ખોટી પણ જોવા મળે છે. જયારે આપણે આપણી આજુબાજુ થતા છૂટાછેડા ને જોઈએ છીએ. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે. જ્યાં અવાર નવાર છૂટાછેડાના સમાચાર આવતા રહે છે.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માં પણ ઘણી અભિનેત્રીઓ એવી રહેલી છે. જે છૂટાછેડા લીધેલી છે, પરંતુ તેના છૂટાછેડા લીધાની વાતથી ઘણા ઓછા લોકો માહિતગાર છે. આજે પણ મોટાભાગના લોકોને લાગે છે કે આ અભિનેત્રીઓ કુંવારી છે. તેને લાગે છે કે આ અભિનેત્રીઓ એ હજુ સુધી લગ્ન જ નથી કર્યા પરંતુ હકીકતમાં એ અભિનેત્રીઓ પરણિત તો છોડો છૂટાછેડા લીધેલી છે. આજની આ પોસ્ટમાં અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીની થોડી એવી જ અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે છૂટાછેડા લીધેલી છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેને કુંવારી સમજે છે.

વેશ્નવી ધનરાજ :-

વેશ્નવી ધનરાજ ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. વેશ્નવી એ વર્ષ ૨૦૧૨ માં ટીવી કલાકાર નીતિન સહરાવત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય પછી જ બન્નેના છૂટાછેડા થઇ ગયા. આજે પણ ઘણા લોકો વેશ્નવીને કુંવારી જ સમજે છે.

મુસ્કાન મીહાની :-

મુસ્કાન મીહાની ટીવી જગત ઉપરાંત બોલીવુડમાં પણ એક્ટીવ છે. તે ફિલ્મ ‘હે બેબી’ માં છેલ્લી વખત જોવા મળી હતી. મુસ્કાન એ થોડા વર્ષ પહેલા વેપારી તુષાલ શોભની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી જ તેમના પણ છૂટાછેડા થઇ ગયા.

દીપિકા કક્કડ :-

સીરીયલ ‘સસુરાલ સીમર કા’ માં સીમરનું પાત્ર નિભાવનાર પ્રસિદ્ધ થયેલી દીપિકા કક્કડ હાલમાં જ બીગ બોસની વિનર બની ગઈ છે. દીપિકા કક્કડ એ ગયા વર્ષે શોએબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન ઘણા સમાચારોમાં રહ્યા હતા, કેમ કે દીપિકાએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો હતો. પરંતુ દીપિકાના આ બીજા લગ્ન છે. તે પહેલા તેના લગ્ન વર્ષ ૨૦૧૩ માં રોનક મેહતા સાથે થયા હતા.

સ્નેહા વાઘ :-

સ્નેહા વાઘ નાના પડદાની જાણીતી હિરોઈન છે. તે ‘એક વીર કી અરદાસ વીરા’ સીરીયલ માં મહત્વ ની ભૂમિકા નિભાવી ચુકી છે, સ્નેહા એ પહેલા લગ્ન વિકાસ ગુપ્તા સાથે કર્યા હતા, પરંતુ લગ્ન અસફળ રહ્યા પછી તેણે બીજા લગ્ન અનુરાગ સોલંકી સાથે કર્યા. દુ:ખ ની વાત એ છે કે તેના આ લગ્ન પણ અસફળ રહ્યા. હાલમાં એ અભિનેત્રી સિંગલ છે.

કામ્યા પંજાબી :-

કામ્યા પંજાબી પણ નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રી છે. કામ્યા ‘બોગ બોસ ૭’ માં ખાસ કરી ને કંટેસ્ટંટ આવીને સમાચારોમાં રહી ચુકી છે. તેમણે વર્ષ ૨૦૦૩ માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ૨૦૧૩ માં તેના છૂટાછેડા થઇ ગયા. ૩૯ વર્ષ ની કામ્યા હાલ માં પોતાની દીકરી આરા સાથે રહે છે.