ક્યારે છે મોક્ષદા એકાદશી? જાણો એનું મહત્વ અને પૂજન વિધિ

મોક્ષદા એકાદશી માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ આવે છે. આ દિવસને મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ દિવસે પૂજા ઉપાસનાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થવી સંભવ છે. આ દિવસે દાનનું ફળ અનંત ગણી માત્રામાં પ્રાપ્ત થાય છે. આ વખતે મોક્ષદા એકાદશી 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

મોક્ષદા એકાદશીનું મહત્વ :

પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ, ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે – આ દિવસે તુલસીની મંજરી, ધૂપ-દીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. મોક્ષદા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરવા વાળી છે. આ દિવસે ઉપવાસ રાખીને શ્રીહરિના નામના કીર્તન, ભક્તિગીત, નૃત્ય કરીને રાત્રે જાગરણ કરો.

મોક્ષદા એકાદશી પર કેવી રીતે કરવી ઉપાસના?

સવારે સ્નાન કરીને સૂર્યદેવતાને જળ અર્પણ કરો.

એ પછી પીળા વસ્ત્ર ધારણ કરીને શ્રી હરિની પૂજા કરો.

એમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો.

એ પછી શ્રી હરિના મંત્રોનો જાપ કરો અથવા ભગવદ્દગીતાનો પાઠ કરો.

કોઈ નિર્ધન વ્યક્તિને વસ્ત્ર અથવા અન્નનું દાન કરો.

આમ તો નિર્જળ ઉપવાસ રાખવો ઉત્તમ હોય છે. પણ જરૂર પડવા પર પાણી વાળો આહાર અને ફળાહાર લઈ શકાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.