જાણો ક્યારે છે નવા વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ દિવસે કરો આ કામ, ધનની સમસ્યા થઇ જશે દૂર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયની સાથે સાથે બ્રહ્માંડમાં ખગોળીય ઘટનાઓ થતી રહે છે, જેની માણસના જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. ખાસ કરીને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની માનવ જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. નવા વર્ષ ૨૦૨૦માં ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ એટલે કે શુક્રવારના દિવસે પહેલું ચંદ્ર ગ્રહણ થવાનું છે. જ્યોતિષના જણાવ્યા મુજબ ૨૦૨૦ ના પહેલા ચંદ્ર ગ્રહણના રોજ ઘણા મહાસંયોગ બનવાના છે. જો તમે આ દિવસે થોડા ઉપાય કરો છો તો તેનાથી તમારી અધુરી મનોકામનાઓને તરત જ પૂરી કરી શકો છો.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા ચંદ્ર ગ્રહણ વખતે શું કરવું જોઈએ? અને કયા કામો ન કરવા જોઈએ? તેના વિષે જાણકારી આપવાના છીએ.

ચંદ્ર ગ્રહ કાળમાં જરૂર કરો આ કામ :

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૦ માં ૧૦ જાન્યુઆરીએ થવા વાળા ચંદ્ર ગ્રહણ ઉપર ખાસ મહાસંયોગ ઉભા થઇ રહ્યા છે. એટલા માટે જો તમે આ દિવસે મીઠી વસ્તુનું દાન કરો છો, તો તેનાથી તમારા જીવનમાં ક્યારે પણ કોઈ વસ્તુની અછત નહિ રહે.

ચંદ્ર ગ્રહણ કાળમાં તમે કોઈ પણ શિવ મંદિરમાં જઈને ગાયના ઘી નું દાન જરૂર કરો. તમે તમારી ક્ષમતા મુજબ ઘી નું દાન કરો.

જો તમે ચંદ્ર ગ્રહણ કાળમાં તમારા ઇષ્ટ દેવના મંત્રનું મનમાં જાપ કરો છો, તો તેનાથી તમને આદિત્ય પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.

જો તમે ચંદ્ર ગ્રહણ કાળમાં પક્ષીઓને દાણા, ગાયને ઘાંસ અને જરૂરિયાતમંદ લોકોને કપડાનું દાન કરો છો, તો તેનાથી તમને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ચંદ્ર ગ્રહણ કાળમાં કોઈ પવિત્ર નદી કે તીર્થ નદીમાં સ્નાન કર્યા પછી તલની બનેલી મીઠાઈનું દાન ગરીબ લોકોમાં કરો છો, તો તમને તમારા જીવનની ધન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત થશે.

ચંદ્ર ગ્રહણ કાળમાં આ કામ ન કરો :

શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે માણસ ચંદ્ર ગ્રહણ કાળમાં ભોજનના જેટલા દાણા ખાય છે એટલા વર્ષો સુધી તેણે નરકમાં રહેવું પડે છે. એટલા માટે ચંદ્ર ગ્રહણના સમયે ભોજન ન કરો. તમે ચંદ્ર ગ્રહણના 3 પ્રહર એટલે ૯ કલાક પહેલા ભોજન ન કરશો. પરંતુ જે લોકો શારીરિક રીતે બીમાર છે, બાળક અને ઘરડા છે તે દોઢ પ્રહર પહેલા સુધી ભોજન ખાઈ શકે છે.

તમે ચંદ્ર ગ્રહણ કાળમાં કોઈ પણ ફૂલ, પાંદડા, લાકડા ન તોડો અને ન તો જમીન ખોદવાનું કામ કરવું જોઈએ. આ સમય દરમિયાન દાંત પણ સાફ કરવા જોઈએ નહિ, અને ન તો કપડા અને વાળને નીચવવા જોઈએ.

ચંદ્ર ગ્રહણ કાળમાં શુભ કાર્ય કે પછી નવું કાર્ય શરુ કરવું અશુભ માનવામાં આવે છે. તમે આ સમય દરમિયાન મળ મૂત્રનો ત્યાગ, ઊંઘવું, તાળું ખોલવું ભોજન કરવા જેવા કામ ભૂલથી પણ ન કરો.

શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે, ગ્રહણ કાળમાં સ્પર્શ કરેલા કપડા વગેરેની શુદ્ધિ પછી જ તેને ઉપયોગમાં લેવા જોઈએ, જયારે ગ્રહણ સમાપ્ત થઇ જાય છે ત્યારે તમે કપડા સહીત સ્નાન કરો.

જો કોઈ વ્યક્તિ ગ્રહણ દરમ્યાન ઊંઘે છે તો તેને શારીરિક બીમારીઓનો સામનો કરવો પડે છે. જો કોઈ વ્યક્તિ ગ્રહણ દરમિયાન લઘુશંકા કરે છે તો તેના જીવનમાં ગરીબી આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.