ક્યારે નિર્માતાઓની પહેલી પસંદ હતા આ હીરો, પાગલખાનામાં વિતાવ્યો થોડો સમય હવે 9 વર્ષથી છે ગાયબ

રાજ કિરણ ૭૦ અને ૮૦ના દશકનું એક જાણીતું નામ છે, રાજકીરણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજ કિરણ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ‘કર્જ’, ‘ઘર હો તો એસા’, ‘તેરી મહેરબાનીયા’, ‘બસેરા’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જો જુના અભિનેતાઓની વાત કરવામાં આવે, તો રાજ કિરણનું નામ જરૂર આવે છે.

રાજ કિરણના અભિનયના પ્રસંશક આજે પણ તેને યાદ કરે છે. ત્યાં સુધી કે તેમના મૃત્યુ સાથે જોડાયેલા સમાચારો પણ સર્ચ કરવામાં આવે છે. રાજકારણ આજકાલ અમેરિકાના ટેક્સાસમાં રહે છે. અમેરિકામાં રાજ કિરણ પોતાના કુટુંબ સાથે નથી રહેતા, કેમ કે ઘણા સમય પહેલા રાજ કિરણના કુટુંબે તેનો સાથ છોડી દીધો હતો. તે આજકાલ માનસિક રીતે બીમાર લોકો માટે બનાવવામાં આવેલા ઘરમાં રહે છે અને પોતાનો ખર્ચ પોતે ઉઠાવી રહ્યા છે.

રાજ કિરણનું આખું નામ રાજ કિરણ મેહતાની છે. ઇંડિયામાં તેના પ્રસંશક તેને ઘણા વર્ષોથી ગુમ થયેલા સમજી રહ્યા છે, કેમ કે તેના વિષે કોઈ પાસે કોઈ માહિતી નથી. વર્ષ ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘કર્જ’ માં રાજકીરણ સાથે ઋષિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ઋષિ કપૂર રાજ કિરણના ભાઈ ગોવિંદ મેહતાનીને મળ્યા ત્યારે તેને એ વાત જાણવા મળી કે, રાજ કિરણ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકાના અટલાંટા શહેરના એક પાગલખાનામાં રહે છે.

રાજ કિરણના ભાઈએ જણાવ્યું કે રાજની ફેમીલીએ તેનો સાથ છોડી દીધો હતો, જેના કારણે જ તે ડીપ્રેશનમાં જતો રહ્યો અને ધીમે ધીમે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો. થોડા સમય પહેલા અભિનેત્રી દીપ્તિ નવલે રાજ કિરણને અમેરિકામાં ટેક્સી ચલાવતા પણ જોયા હતા. અને રાજ કિરણની પત્ની અને દીકરીનું કહેવું છે કે, ઋષિ કપૂરની વાતમાં કોઈ પણ સત્ય નથી. રાજ કિરણની દીકરીના જણાવ્યા મુજબ, તેના પિતા ૯ વર્ષથી લાપતા છે જેની એફઆઈ આર તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પ્રાઈવેટ ડીટેક્ટીવ રાજની શોધ કરી રહ્યા છે, રાજ કિરણ ટેલીવિઝન ઉપર છેલ્લી વખત સુમનની ધારાવાહિક ‘રિપોર્ટર’ માં જોવા મળ્યા હતા. જયારે રાજ કિરણ ફિલ્મોમાં અભિનય કરતા હતા તો તેને પૂછતાં હતા, પરંતુ જ્યારથી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકોએ રાજ કિરણને પોતાના જીવનમાંથી બહાર કરી દીધા.

ઘણા લોકોને એવું લાગે છે કે ભલે રાજકીરણે ફિલ્મોમાંથી કામ કરવાનું છોડી દીધું હતું, પણ તેની પાસે ઘણા બધા પૈસા હતા, પણ ડીપ્રેશન અને ગાંડપણની બીમારીના કારણે તેના બધા પૈસા ખર્ચ થઇ ગયા. તે ઘણી દુઃખની વાત છે કે, ૭૦ અને ૮૦ ના દશકના આ સુપરસ્ટાર અભિનેતાને લોકોએ આવી રીતે ભૂલીને પોતાના દિલમાંથી કાઢી નાખ્યા. પરંતુ રાજ કિરણના થોડા પ્રસંશકો અને ચાહવા વાળા એવા પણ છે, જે આજે પણ તેની જૂની ફિલ્મો જોઇને તેને યાદ કરતા રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.