આજના સમયે આ છે ભારતનો સૌથી બેસ્ટ બિઝનેશ

રેસ્ટોરેંટનો બિઝનેસ સૌથી સારો, સરળ અને વ્યાપક બિઝનેસ છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા નેશનલ રેસ્ટોરેંટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના રિપોર્ટ અનુસાર, ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સૌથી વધારે વિકાસ કરવા વાળી ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા 20 ગણી મોટી, હોટલ ઇન્ડસ્ટ્રી કરતા 4.7 ગણી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરથી 1.5 ગણી વધારે છે.

ભારતીય ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રીનું બજાર 2018-19 માં 4,23,865 કરોડ રૂપિયા હતું. એવામાં રેસ્ટોરેંટના બિઝનેસને તમે સૌથી વધારે નફા વાળો બિઝનેસ કહી શકો છો. એટલું જ નહિ આ કારોબારને શરુ કરવો પણ ઘણો સરળ છે. જો તમે પણ રેસ્ટોરેંટનો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો? તો અમે તમને જણાવી દઈએ કે, આ બિઝનેસ માટે કઈ વાતો જરૂરી છે?

આને ક્યાંય પણ ખોલી શકો છો?

એનઆરએઆઈના અધ્યક્ષ રાહુલ સિંહ જણાવે છે કે, રેસ્ટોરેંટ ખોલતા સમયે તમારી પાસે પૈસા, મેનૂ, જગ્યા, કોન્સેપટ, બજાર સંશોધન અને ઓપરેટીંગ સીસ્ટમનું જ્ઞાન જોઈએ. આજે રેસ્ટોરેંટ ખોલવા માટે ઘણા બધા વિકલ્પ રહેલા છે. સ્થાનિક વ્યંજનો સિવાય જો તમને લાગે છે કે, લોકો આંતરરાષ્ટ્રીય અથવા માંસાહારી વ્યંજનોનો સ્વાદ પણ ચાખવાનું પસંદ કરે છે, તો તમે એ પ્રકારના રેસ્ટોરંટ ખોલી શકો છો.

આમ તો આજકાલ લોકો ક્ષેત્રીય કુઝિન પસંદ કરે છે, એવામાં તમે પોતાના ક્ષેત્રના પ્રખ્યાત પકવાનની દુકાન અથવા રેસ્ટોરંટ ખોલી શકો છો. રાહુલના જણાવ્યા અનુસાર જો તમે કોઈ મેટ્રો સીટીની સરખામણીમાં ટીયર 2 અને ટીયર 3 ક્ષેત્રો(મેટ્રો સીટી કરતા થોડા ઓછા વિકસિત ક્ષેત્રો) માં રેસ્ટોરેંટ ખોલશો, તો ઓછા સમયમાં વધારે પ્રખ્યાત થઇ શકો છો, કારણ કે મેટ્રો સિટીમાં પ્રતિસ્પર્ધા ઘણી વધારે હોય છે.

આટલો થશે ખર્ચ :

દિલ્લીના પ્રખ્યાત રેસ્ટોરેંટ વ્યાપારી અસીમ ગ્રોવરે જણાવ્યું કે, રેસ્ટોરેંટનો કારોબાર શરૂ કરવા માટે તમારે કેટલો ખર્ચ કરવો, એ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારનું રેસ્ટોરેંટ ખોલવા માંગો છો. તમે ખાવા-પીવાની એક સાધારણ દુકાન ખોલવા માંગો છો કે પછી એક મોટું રેસ્ટોરેંટ. જો તમે ટીયર 2 અને ટીયર 3 માં કોઈ રેસ્ટોરેંટનો બિઝનેસ કરો છો, તો તમારે ઓછામાં ઓછો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

તેમજ જો તમે ખાવા-પીવાની સાધારણ દુકાન ખોલવા માંગો છો, તો તમને ઓછામાં ઓછો 1 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એના કરતા વધારે પણ થઇ શકે છે. અથવા તમે ભાડા પર પણ લઇ શકો છો, જ્યાં તમને જગ્યા પ્રમાણે ભાડું લાગશે. તે જણાવે છે કે, આ ઇન્ડસ્ટ્રીની એક વાત ખાસ છે કે, આ ઇન્ડસ્ટ્રી કયારેય ઠંડી નથી પડતી. એમાં ઓછામાં ઓછા મહિનાના એક લાખ રૂપિયા જરૂર કમાઈ શકો છો.

લાઇસન્સ પ્રક્રિયા ઘણી સરળ છે :

રેસ્ટોરેંટ શરુ કરતા પહેલા FSSAI ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીનું લાઇસન્સ લેવી જરૂરી છે. એના સિવાય માલિકોએ જરૂરી વીમો પણ મેળવવો પડે છે. FSSAI નું લાઇસન્સ લેવા માટે તમે એમની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. અરજીના સાતથી દસ દિવસની અંદર લાઇસન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

એના માટે તમને થોડા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેવા કે આઈડી પ્રુફ, વેલીડ ઈમેલ આઈડી, ફોન નંબર, એફિડેવિટ, ફૂડ સેફટી મેનેજમેન્ટ પ્લાનનું ડિક્લેરેશન, રસોડાનું આઉટ પ્લાન, વાનગીઓની યાદી, આઈએસઆઈ દ્વારા એપ્રુવ કરેલ વોટર ટેસ્ટિંગ રિપોર્ટ, એનઓસી સર્ટિફિકેટ અને કારોબારીનું મેડિકલ સર્ટિફિકેટ.

હેલ્થ ઓરિએંટ ફૂડની ડિમાન્ડ :

રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, હવે ગ્રાહકો પહેલાની સરખામણીમાં આરોગ્યને લઈને વધુ સભાન થઇ ગયા છે. નાસ્તો હોય કે જમવાનું દરેક માટે હેલ્ધી ફૂડની ડીમાંડ વધારે થઇ રહી છે. તેમજ રિપોર્ટનું માનીએ તો સૌથી વધારે લોકો રેસ્ટોરેંટમાં પરિવાર સાથે જવાનું પસંદ કરે છે. ફેમિલી બોન્ડિંગને મજબૂત કરવા માટે મેટ્રો સીટીઓના લોકોની મનપસંદ જગ્યા રેસ્ટોરેંટ, કેફે વગેરે બન્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રેસ્ટોરેંટ અને હોટલો માટે નવો નિયમ બનાવ્યો છે. એના અંતર્ગત હોટલ અને રેસ્ટોરેંટ હવે તેલને વારંવાર ઉપયોગમાં નહિ લઇ શકે. નિયમ અંતર્ગત એક દિવસમાં 50 લીટર કરતા વધારે ખાવાના તેલના ઉપયોગનો હિસાબ આપવો પડશે. એવું એટલા માટે કારણ કે તેલને વારંવાર ઉપયોગમાં લેવાથી ટ્રાંસફૈટ જેવી બીમારી થઇ જાય છે.