આ મહિલા કલેક્ટરે દેશની સામે રજુ કરી મિસાલ, દીકરીને ભણાવવા માટે મોકલી સરકારી આંગળવાળી મા

દરેક માતા પિતા પોતાના બાળકને સારામાં સારું શિક્ષણ આપવા માંગે છે. તેના માટે તે પોતાના બાળકોને મોંઘામાં મોંઘી પ્રાઈવેટ સ્કૂલોમાં ભણવા માટે મોકલે છે. તે ઉપરાંત બાળકોના અભ્યાસમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે તે પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરે છે. પરંતુ તે બધા વચ્ચે એક મહિલા ઘણી ચર્ચામાં છે, જેમણે પોતાની દીકરીને ભણવા માટે આંગણવાડી મોકલવાનું શરુ કર્યુ છે. તેનું નામ છે શિલ્પા પ્રભાકર સતીશ અને આ સમયે તે તિરુનેલવેલી જીલ્લાના કલેકટર છે.

કલેકટરે પુરૂ પાડ્યું ઉદાહરણ :

શિલ્પા પ્રભાકર સતીશ ૨૦૦૯ વચ્ચેની આઈએએસ ઓફિસર છે અને હાલમાં તિરુનેલવેલી જીલ્લામાં પહેલી મહિલા કલેકટર તરીકે રહેલા છે. શિલ્પા નિયમિત રીતે આંગણવાડીનું નિરીક્ષણ કરે છે, અને ત્યાં અભ્યાસ કરી રહેલા બાળકોના ભવિષ્યને લઇને ઘણા સજાગ છે. એ કારણ છે કે તેમણે પોતે જ દીકરીને પ્રાઈવેટ કે કોઈ સારી સરકારી સ્કુલમાં મોકલવાને બદલે ભણવા માટે આંગણવાડી મોકલવાનો નિર્ણય કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આરોગ્યનું રાખવામાં આવે છે ધ્યાન :

શિલ્પા ઈચ્છે છે કે દીકરી સમાજના દરેક વર્ગને સમજે અને જલ્દી તમિલ ભાષા શીખે, એટલા માટે આંગણવાડી વિકાસ કેન્દ્રથી સારો બીજો કોઈ વિકલ્પ નથી. કેમ કે સરકાર જ આ આંગણવાડી કેન્દ્રોને પ્રમોટ કરે છે, જ્યાં ઘણી સારી રીતે બાળકોના આરોગ્યની કાળજી લેવામાં આવે છે. દીકરીને આંગણવાડી મોકલવા વિષે શીલ્પા કહે છે કે, તે મારા ઘરની બરોબર પાસે છે અને અહિયાં એની દીકરી લોકોને મળે છે અને ત્યાં રમે છે.

આંગણવાડી કેન્દ્રોમાં ટીચર્સ પાસે સ્માર્ટફોન હોય છે, જેમાં એક એપ દ્વારા તે બાળકોના આરોગ્યના રેકોર્ડ પોતાની પાસે રાખે છે. પછી જયારે બાળક આંગણવાડી માંથી ભણવા માટે સ્કુલોમાં જાય છે, તો તે આરોગ્ય ડીટેલ્સ સ્કુલને મોકલી દેવામાં આવે છે.

આ મહિલા કલેકટર પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે છે, અને એમાં જરા પણ બેદરકારી નથી રાખતી. એને જોઇને બીજા કર્મચારીઓએ પણ કંઈક શીખવું જોઈએ. અને આંગણવાડી કેન્દ્રોની વાત કરીએ તો એમાં બાળકોને શિક્ષણની સાથે આરોગ્ય વર્ધક આહાર પણ આપવામાં આવે છે. તેમજ એમના સ્વાસ્થ્ય માટે સમયાંતરે તપાસ પણ કરવામાં આવે છે. અને ત્યાં આવતા બાળકોની માતાઓને ત્યાં કામ કરતી બહેનો દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.