સુમસાન રસ્તા પર પંચર થઇ લેડી ડોક્ટરની સ્કૂટી, સવારે મળી સળગાવેલી લાશ જાણો હલબલાવી દેતી ઘટના

એ તો તમે બધા જાણતા જ હશો કે, આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ જ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

એક મહિલા વેટરનરી ડોક્ટર સવારે ડ્યુટી માટે હોસ્પિટલ જાય છે, પરંતુ સાંજે પાછા ફરતી વખતે તેની સ્કુટી પંચર પડી જાય છે. મહિલા તે વાતની જાણ તેની બહેનને ફોન કરીને કરે છે અને કહે છે કે, અમુક લોકો તેની મદદ કરવા માટે કહી રહ્યા છે પછી વાત કરું છું. ત્યાર પછી ફોન સ્વીચ ઓફ. સવારે પોલીસને એક બળી ગયેલી હાલતમાં લાશ મળે છે, જે પેલી મહિલા ડોક્ટરની નીકળી. સોશિયલ મીડિયા ઉપર પણ આ વાત ટ્રેંડ થવા લાગી. આ ક્રુરતાપૂર્વકની ઘટના તેલંગાનામાં હૈદરાબાદ પાસેની છે.

વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી બુધવારે પોતાના ઘર શ્મશાબાદથી કોલ્લુરુ આવેલા પશુ સારવાર કેન્દ્ર ગઈ હતી. ત્યાંથી જયારે તે પાછી ફરી રહી હતી તો સાંજે લગભગ ૬ વાગ્યે ટોલ પ્લાઝાની પાસે તેની સ્કુટી પંચર થઈ ગઈ. ત્યારબાદ પ્રિયંકાએ મદદ માટે પોતાના પરિચિતોને ફોન કર્યો કે, તેની સ્કુટી પંચર થઈ ગઈ છે. ત્યાર પછી પ્રિયંકાએ પોતાની બહેનને ફોન કર્યો અને તેની જાણ કરી.

પ્રિયંકાએ પોતાની બહેનને કહ્યું કે, મને ડર લાગી રહ્યો છે. એટલે બહેને પ્રિયંકાને ટોલ પ્લાઝા જવા અને જલ્દી આવવાની સલાહ આપી હતી. પ્રિયંકા રેડ્ડીએ કહ્યું કે, થોડા લોકોએ મદદ કરવાનું કહ્યું છે અને થોડી વાર પછી ફોન કરું છું. ત્યાર પછી પ્રિયંકાનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. ત્યાર પછી તેના કુટુંબીજનોએ શાદનગર ટોલ પ્લાઝા પાસે પ્રિયંકાની શોધખોળ કરી, પરંતુ તે ન મળી. સવારે શાદનગર ટોલ પ્લાઝાના અંડરપાસ પાસે તેની સળગી ગયેલી લાશ મળી.

મિકેનિક શમશેર આલમના જણાવ્યા મુજબ, એક છોકરો પ્રિયંકાની સ્કુટી લઈને બુધવારની રાત્રે 9.૩૦ વાગ્યે તેને ત્યાં આવ્યો હતો. તે સ્કુટી છોડી ગયો. પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. ડોક્ટર પ્રિયંકાની હત્યાનું ગૂંચવણ ઉકેલવાના પ્રયાસમાં લાગી હૈદરાબાદ પોલીસ તેના માટે સીસીટીવી ફૂટેજની પણ મદદ લઇ રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ સાથે જ ડોક્ટર પ્રિયંકાના કોલ લોગ ચકાસી રહી છે.

તે બાબતમાં શમસાબાદના ડેપ્યુટી કમિશ્નર પ્રકાશ રેડ્ડીએ સ્થળ ચકાસણી કર્યા પછી કહ્યું કે, અજાણ્યા વ્યક્તિએ મહિલાની હત્યા કરી તેના શબને આગ લગાડી દીધી. તમામ પાસા ચકાસ્યા પછી તપાસ કરવામાં આવી રહી છે. સ્કુટીની નંબર પ્લેટ પણ એક ટ્રકમાંથી મળવાની વાત કહેવામાં આવી રહી છે. આમ તો પોલીસ પુરાવાના આધારે આ ઘટનાનો સંપૂર્ણ ખુલાસો કરવામાં લાગી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.