આ પાંચ અભિનેત્રીઓએ ફિલ્મોમાં ભજવ્યો હતો વિલનનો રોલ, નંબર 4 ને મળી ચુક્યો છે અવોર્ડ

બોલીવુડ જગત સાથે જોડાયેલી તમને દરેક પ્રકારની જાણકારી અમે આપતા રહીએ છીએ. અમે તમને અમારા એક રીપોર્ટમાં જણાવી ચુક્યા છીએ કે કેવી રીતે થોડા બોલીવુડ સ્ટાર્સને ફિલ્મી જગતમાં પોતાની ઓળખ એક વિલનના પાત્રમાં મળી હતી. તેને ફિલ્મી જગતમાં ઓળખાણ તેમના નેગેટીવ રોલે જ અપાવી, અને ત્યાર પછી તે એટલા ફેમસ બની ગયા છે, કે લોકો ફિલ્મમાં હીરોથી વધુ વિલન કોણ હશે, એ વાત જાણવા માટે ઉત્સુક રહેવા લાગ્યા છે. અને આજે પણ અમે તમને એવા જ થોડા વિલન પાત્રો વિષે જણાવીશું.

પરંતુ આજે જે વિલન પાત્રો વિષે જણાવીશું તે ફીમેલ હિરોઈન છે. આ કલાકારોએ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવ્યું જેને લોકોએ ઘણા પસંદ પણ કર્યા.

કાજોલ : શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે રોમાન્ટિક ફિલ્મ કરવા વાળી કાજોલે તેની રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરવાને કારણે જ ઓળખવામાં આવે છે. પરંતુ એવું નથી કે તેમને માત્ર તેના માટે પ્રશંસા મળી હોય. કાજોલે ફિલ્મ ‘ગુપ્ત’ માં એક વિલનનું પાત્ર નિભાવ્યું હતું જેના માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી.

કોંકણા સેન શર્મા : કોંકણા સેન શર્મા ફિલ્મોમાં પોતાના શાંત સ્વભાવ અને ગંભીર પાત્રો માટે ઓળખવામાં આવે છે. પરંતુ કોંકણાએ પણ ફિલ્મ ‘એક થી ડાયન’ માં ખલનાયિકાનું પાત્ર નિભાવ્યું હતું. આમ તો ફિલ્મમાં કોંકણાનો રોલ ઘણો ઓછો હતો, પરંતુ તેમ છતાંપણ લોકોએ તેના પાત્રને ઘણું પસંદ કર્યુ હતું.

એશ્વર્યા રાય બચ્ચન : બોલીવુડમાં પોતાની સુંદરતા માટે ઓળખાતી હિરોઈન એશ્વર્યા રાય પણ ફિલ્મ ‘ખાખી’ માં એક ખલનાયિકાના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બીજા પણ ઘણા કલાકારો હતા. પરંતુ એશ્વર્યાના પાત્રને લોકોએ ઘણું પસંદ કર્યુ હતું.

પ્રિયંકા ચોપડા : બોલીવુડ સાથે હોલીવુડમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકેલી પ્રિયંકા ચોપડા ફિલ્મ ‘એતરાઝ’ માં એક વિલનનું પાત્ર પ્લે કર્યુ હતું જેને લોકોએ ઘણું પસંદ કર્યુ હતું. એટલું જ નહિ એ પાત્ર માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો.

અમૃતા સિંહ : સારા અલી ખાનની માં અમૃતા સિંહ પોતાના જમાનાની જાણીતી કલાકાર રહી છે. અમૃતાએ ફિલ્મ ‘સૂર્યવંશી’ અને ફિલ્મ ‘કલયુગ’ માં ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અમૃતાનું પાત્ર ઘણું જોરદાર હતું અને તેના ફેન્સને તેનો અભિનય ઘણો પસંદ પડ્યો હતો.