ગુજરાત નાં ટેલેન્ટેડ બાળકો રસ્તા પર એમના ટેલેન્ટ બતાવી ને પૈસા રળતા હોય છે. આને ભીખ માંગવી નાં કહી શકાય કારણ કે વિદેશો માં આ જ રીત નાં સ્ટ્રીટ ટેલેન્ટ એમની કળા બતાવી ને પૈસા કમાય છે જેમના કારણે એ દેશો દુનિયા નાં બેસ્ટ ટુરિસ્ટપ્લેસ માં ગણાય છે આપડે ત્યાં પણ પાવાગઢ હોય કે માઉન્ટ આબુ કે અંબાજી કે મેટ્રો સીટી યો માં પણ આવી રીતે ગાઈ ને લોકો ને ખુશ કરી ને પૈસા મેળવવા વાળા ટેલેન્ટ છે.
આપડે અજાણે જ એમને ભીખ માંગતા લોકો સમજીએ છીએ કારણ કે એમનો પહેરવેશ સારો નથી હોતો જ્યારે વિદેશ માં આવા ટેલેન્ટ ને લોકો ઉત્શાહ વધારવા ખુબ સારી મદદ કરે છે. એ લોકો પણ સારા કપડા પહેરી ને ખુબ સારું પ્રદર્શન કરે છે.
પણ આપડે ત્યાં સારા કપડા પહેરે તો લોકો એમને શીખવવા માંડે આટલા સારા કપડા છે સારા ઘરનો દેખાય છે ને ભીખ માંગે છે? પહેલા નાં સમય માં વિદ્વાન ભિક્ષા માંગતા કોઈ એમને ભિખારી કે બીજી દ્રષ્ટી થી નહોતું જોતું જ્યારે આજે એજ્યુકેટેડ લોકો દ્વારા તિરસ્કાર ની દ્રષ્ટી થી જોવા માં આવે છે. ભગવાન કૃષ્ણ નાં પરમ મિત્ર સુદામા નો વ્યવસાય ભિક્ષા માંગવા નો હતો બ્રામ્હણ વિદ્વાન હતા.
અમુક કાર્યો નાં સમય સાથે નામ બદલતા રહીએ તો એના પ્રત્યે લોકો નો તિરસ્કાર ભાવ આવતો નથી જેમ કે
પહેલા ના જમાના માં બ્રામ્હણ ભીખ માંગવા નું કામ કરી સકતા કારણ એ જમાના માં કોઈ કામ ને નાનું મોટું નહોતું સમજવામાં આવતું.
આજે ભીખ માંગવા ને કામ જ નથી ગણાતું ને જે કરે એને મોટા માણસો નફરત કરે છે ને એને કામ જ નથી ગણતા.
જમાના સાથે કામ ના નામ નું પણ અપડેટ કરતા રહેવાથી એ કામ માં વધુ સારા જ્ઞાની વિદ્વાન લોકો આવી શકે છે.
80 ના દાયકા માં ક્લીનર કહેવાતું જેને 2000 ના દાયકા થી હાઉસ કીપિંગ કહેવા મંડ્યા હવે એમને નવું નામ આપ્યું ઈન હાઉસ મેનેજર કામ તો પેલા જે ક્લીનર કરતા એજ કરવા નું પણ હવે MBA વાળા ને ક્યાં મુકવા? એને થોડું સ્ટેટસ વાળું નામ આપે તો કેફ માં ફરે.
એમ જ રિસેપ્સનિન્સ્ટ એનું નામ બદલી ને ફ્રન્ટ ડેસ્ક મેનેજર.
હીરા ઘસું કહેવાતું તો ભણેલા લોકો એમાં ઓછા આવતા થયા તો નામ બદલી દીધું રત્નકલાકાર કર્યું તો ઘણા ભણેલા લોકો એમાં આવ્યા ને હવે આર્ટિસ્ટ કર્યું તો એન્જીનીયર પણ ખુશી ખુશી આવવા લાગ્યા.
આવું ઘણું છે બસ ભિક્ષાવહન કરતા લોકો એમનું સ્ટેટસ અપડેટ કરતા રહ્યા હોત તો આજે એમનું પણ એક સ્ટેટસ હોત ને એમને કોઈ નાના ના ગણત. આપડે પણ આમને હવે સ્ટ્રીટ આર્ટીસ્ટ કે સ્ટ્રીટ કલાકાર કહીએ તો વધુ સારું લાગશે.