‘લગાન’ ફિલ્મમાં દેખાઈ હતી આ વિદેશી છોકરી, વાયરલ થઇ ગયા ખુબ જ અંગત ફોટો

જો આપણે બોલીવુડની હીટ ફિલ્મોની વાત કરીએ તો કદાચ આપણા ધ્યાનમાં સૌથી પહેલુ નામ વર્ષ ૨૦૦૧ માં આવેલ મિસ્ટર પરફેકશનિસ્ટ આમીર ખાનની સુપર હીટ ફિલ્મ ‘લગાન’ નો જ વિચાર આવશે. ‘લગાન’ ની ગણતરી બોલીવુડની સૌથી હિટ ફિલ્મોમાં કરવામાં આવે છે.

એ સમયમાં જયારે કોઈપણ સ્પોર્ટ્સ જેવી ફિલ્મમાં કામ કરવા, કે બનાવવા વિષે વિચારી પણ નહોતા કરી રહ્યા જેમાં ક્રિકેટની વાત હોય. આ લોકોએ રિસ્ક લીધું અને આપણને એક ઉત્તમ ફિલ્મ જોવાનો અવસર મળ્યો.

પણ આજે આપણે આ ફિલ્મના હીટ થવા ઉપર વાત નહિ કરીએ, પણ આજે આપણે વાત કરીશું આ ફિલ્મમાં કામ કરનાર એક વિદેશી કલાકારની જેમણે પોતાના અભિનયથી બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા. બોલીવુડની લગાન, કાઈટ્સ, રાજનીતિ અને એજન્ટ વિનોદથી લઈને આમ તો અત્યાર સુધીમાં આપણને વિદેશી છોકરીઓની ઝલક જોવા મળી.

‘લગાન’ ને ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવેલ અને તેમાં કામ કરનારી વિદેશી કલાકારે લોકોના મન જીતી લીધા. તમને યાદ અપાવી દઈએ કે આ ફિલ્મમાં આમીર ખાન અને ગ્રેસી સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળેલ હતા.

‘લગાન’ માં કામ કરનાર વિદેશી કલાકારનું નામ રેચલ શૈલી જેમણે એલીઝાબેથ રસલ્લની ભૂમિકા ભજવી હતી. આમીર ખાન જેવા સ્ટાર સાથે કામ કરીને વિદેશી કલાકારે ઘણો આનંદ અનુભવેલો હતો, અને તેમનો અભિનય લોકોને ખુબ પસંદ આવેલ હતો. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ 17 વર્ષ થઇ ગયા છે.

આ 17 વર્ષમાં ‘લગાન’ ફિલ્મના બધા સ્ટાર્સની પર્શનાલીટી ઘણી બદલાઈ ગયેલ છે. પણ રેચલ શૈલી આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે ફિલ્મમાં દેખાતી હતી. પણ તેના ફોટા જોઈને કદાચ તમે એ કહેશો કે તે પહેલાથી વધુ સુંદર અને હોટ થઇ ગઈ છે.

‘લગાન’ માં રેચલ શૈલીએ એલીઝાબેથ રસલ્લની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે રેચલ શૈલીનો જન્મ ઓગસ્ટ ૧૯૬૯ ના રોજ સ્વીંદોન, ઇંગ્લેન્ડમાં થયેલ હતો, જે એક ઈંગ્લીશ કલાકાર અને મોડલ છે. ‘લગાન’  સમયે તેની ઉમર ૩૧ વર્ષ હતી. રેચલ આજે ૪૮ વર્ષની થઇ ગયેલ છે પણ તેની સુંદરતામાં કોઈ વધુ ફરક આવેલ નથી.

તમને જણાવી આપીએ કે રેચલએ બ્રોકન હાર્ટ, લાઈટહાઉસ, બોન સ્નેચર, સીઈંગ ઉધર પીપર અને દ કલિંગ જેવી મોટી ફિલ્મોમાં કામ કરેલ છે. રેચલના લગ્ન ટીવી લેખક અને નિર્માતા નિર્દેશક મેથ્યુ પાર્કીલ્લે સાથે થઇ ગયેલ છે, અને તે એક 8 વર્ષની દીકરીની માં છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.