વિડીયો : લગ્નમાં પહોંચ્યા અંબાણી પરિવારના દીકરા-વહુ અને દીકરી-જમાઈ, ગીત સાંભળતા જ લગાવવા મંડ્યા ઠુમકા

ભારતમાં હાલના દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દરેક જગ્યાએ મંડપ શણગારતા જોવા મળે છે. કોઈના પોતાના લગ્ન થઇ રહ્યા છે, તો કોઈ પોતાના મિત્રના લગ્નમાં હાજરી આપી રહ્યા છે. આમ તો મિત્રના લગ્નમાં હાજર રહેવાની પણ એક અલગ જ મજા હોય છે. તમને તે બહાને શણગાર સજવાનું મળે છે, અને સાથે જ સ્વાદિષ્ટ ભોજનની મજા લેવાતી તક પણ મળે છે.

મિત્રના લગ્નમાં નાચવું પણ એક ઘણી જૂની પરંપરા છે. જો કોઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે તો તેના લગ્નમાં જ્યાં સુધી ન નાચો ત્યાં સુધી મજા નથી આવતી. તેવામાં ભારતીય લગ્નોમાં તો આ નાચવા ગાવાના કાર્યક્રમ માટે અલગ સંગીત કાર્યક્રમનું આયોજન થાય છે. તેવામાં દેશના સૌથી શ્રીમંત અંબાણીના દીકરા અને દીકરી પણ પોતાના દોસ્તના લગ્નમાં જોરદાર નાચ્યા.

જેમ કે તમે બધા જાણો છો કે મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે ૧૨ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ થયા હતા. આ લગ્નના ત્રણ મહિના પછી જ ઈશાના જોડિયા ભાઈ આકાશ અંબાણીના શ્લોકા મેહતા સાથે લગ્ન થયા હતા. આવી રીતે મુકેશ અને નીતા અંબાણીના બંને દીકરા પરણિત થઇ ગયા. આ બન્નેના લગ્ન સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા હતા.

ખાસ કરીને નીતા અંબાણીએ જે પોતાની દીકરી ઈશા અને વહુ શ્લોકા સાથે ડાંસ કર્યો હતો, તે લોકોને ઘણો પસંદ આવ્યો હતો. હવે આ કડીમાં ઈશા અંબાણી – આનંદ પિરામલ અને આકાશ અંબાણી – શ્કોલા મેહતા એક સાથે પોતાના મિત્રના લગ્નમાં ડાંસ કરતા જોવા મળ્યા. આ બંનેએ વર-વહુ સાથે શાહરૂખ ખાનની ‘મેં હું ના’ ફિલ્મના ‘ગોરી ગોરી’ ગીત ઉપર ડાંસ કર્યો.

ambani dance on friend wedding

Posted by Bollywood Ka Khabari on Saturday, December 28, 2019

ઈશા, આનંદ, આકાશ અને શ્લોકાએ સ્ટેજ ઉપર ઘણું જ સરસ નૃત્ય રજુ કર્યું. તે ઘણું સારું કોરિયોગ્રાફ પણ કરવામાં આવ્યું. એવું લાગી રહ્યું છે કે સમજો કે આ લોકોએ આ ડાંસ પહેલાથી ઘણી તૈયારીઓ પણ કરી હશે. હવે સોશિયલ મીડિયા ઉપર આ નાચવા ગાવાનું ઘણું વાયરલ થઇ રહ્યું છે. ઈશા અને આકાશના લગ્ન પછી આ પહેલી વખત છે જયારે આ ભાઈ બહેનોએ પોત પોતાના જીવનસાથી સાથે એક સાથે સ્ટેજ ઉપર ડાંસ કર્યો, તમે બધા પણ આ રસપ્રદ વિડીયો અહિયાં જોઈ શકો છો.

આશા રાખીએ કે તમને આ ડાંસ વિડીયો ઘણો ગમ્યો હશે. લગ્નની નાચવા ગાવાની એક અલગ જ મજા હોય છે. જો તમને યાદ હોય તો ઈશા અંબાણીનો જયપુરમાં સંગીત સમારંભ કોઈ ફિલ્મ ઈવેંટથી ઓછો ન હતો. તેમાં લગભગ તમામ બોલીવુડ કલાકારો આવ્યા હતા અને ઘણાએ સ્ટેજ ઉપર ડાંસ પણ કર્યો હતો. અંબાણી કુટુંબમાં બે લગ્ન થઇ ગયા હવે બસ એક લગ્ન બાકી છે.

ambani dance on friend wedding

Posted by Bollywood Ka Khabari on Saturday, December 28, 2019

નીતા મુકેશના સૌથી નાના દીકરા અનંત અંબાણી હજુ પણ કુંવારા છે. તેવામાં લોકોને અનંતના લગ્નની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અનંતની પહેલાથી જ એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ રાધિકા મર્ચન્ટ છે. રાધિકા ઘણી વખત અનંત સાથે જોવા મળી છે. ત્યાં સુધી કે તે ઈશા અને આકાશના લગ્નમાં પણ અંબાણી કુટુંબ સાથે જોવા મળી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.