લગ્ન પછી પૂરું થઈ ગયું આ બોલીવુડ અભિનેત્રીઓનું કરિયર, જીવવા માટે કરવા પડી રહ્યા છે આવા-આવા કામ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો સાથે એવું થાય છે કે, લગ્ન પછી ખાસ કરીને અભિનેત્રીઓની કારકિર્દી વધુ લાંબા સમય સુધી નથી ચાલી શકતી. જેના કારણે જ અભિનેત્રીઓ પડદા ઉપરથી અદ્રશ્ય થઇ જાય છે, અથવા તો પોતાના રોલ સાથે સૈક્રીફાઈસ કરી લે છે.

માધુરી દીક્ષિત, કાજોલ, એશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના પાત્ર સાથે સૈક્રીફાઈસ કરી લીધું. અભિનેત્રીઓ જ નહિ પરંતુ બોલીવુડના ઘણા અભિનેતા પણ એવા છે જેની કારકિર્દી લગ્ન પછી ખલાસ થઇ ગઈ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોણ કોણ એવી અભિનેત્રીઓ છે જેની કારકિર્દી લગ્ન પછી ખલાસ થઇ ગઈ.

અનુષ્કા શર્મા :

અનુષ્કા શર્માએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતી. તે ફિલ્મ ૨૦૦૮માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ત્યાર પછી અનુષ્કા શર્માએ ‘બેંડ બાજા બારાત’, ‘જબ તક હે જાન’, ‘પીકે’, ‘સુલતાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

૨૦૧૭ માં જયારે તેની કારકિર્દી સફળતાના શિખરોને સ્પર્શી રહી હતી ત્યારે અનુષ્કાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સથે લગ્ન કરી લીધા.લગ્નના સમયે અનુષ્કાની ઉંમર ૨૯ વર્ષ હતી. લગ્ન પછી અનુષ્કા શર્માએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું, પણ તેની કોઈ ફિલ્મ સફળ ન થઇ. લગ્ન પછી અનુષ્કાએ ‘પરી’, ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. પોતાના જોરદાર અભિનયની તાકાત ઉપર પ્રિયંકાએ બોલીવુડ સાથે સાથે હોલીવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી છે. પ્રિયંકા ચોપડાએ અત્યાર સુધી ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

વર્ષ ૨૦૧૫ થી ૧૮ સુધી પ્રિયંકાએ ક્વાંટીકોથી હોલીવુડ ડ્રોમ સીરીઝમાં પણ કામ કર્યું. ૨૦૧૭માં પ્રિયંકા બેબોચ માં પણ જોવા મળી. વર્ષ ૨૦૧૮માં પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યા. તે સમયે પ્રિયંકા પાસે હોલીવુડ અને બોલીવુડ બંને ફિલ્મોની ઓફર હતી.

પ્રિયંકા ચોપડાએ લગ્નને કારણે જ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં કામ કરવાની ના કહી દીધી હતી. ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પ્રિયંકાએ નીક જોનસ સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રિયંકા અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં જોવા મળી છે. ૧૧ ઓક્ટોમ્બર ૨૦૧૯ ના રોજ પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘દ સ્કાઈ ઇસ પિંક’ રીલીઝ થઇ હતી, જે બોક્સ ઓફીસ ઉપર કાંઈ વિશેષ કમાલ ન દેખાડી શકી.

એશ્વર્યા રાય :

એશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તેમણે વર્ષ ૧૯૯૯ માં ફિલ્મ ‘તાલ’ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી એશ્વર્યાએ ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછી એશ્વર્યા રાયે સતત સુપરહિટ ફિલ્મો આપી. એશ્વર્યા રાયની કારકિર્દી જયારે પીક ટાઈમ ઉપર હતી ત્યારે તેમણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

૨૦૦૭ માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી તેની ફિલ્મી કારકિર્દી ખલાસ જ થઇ ગઈ. લગ્ન પછી એશ્વર્યા રાયે ‘જોધા અકબર; ‘સરકાર રાજ’ ‘રાવણ’ ‘એક્શન રિપ્લે’ ‘રોબોટ’ ‘એ દિલ હે મુશ્કેલ’ અને ‘ફન્ને ખાન’ ફિલ્મમાં કામ કર્યું પણ તેની આ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર વધુ ન ચાલી.

કાજોલ :

કાજોલ ૯૦ ના દશકની સુપરહિટ અભિનેત્રી છે. કાજોલ તે અભિનેત્રીઓમાંથી એક છે જે લગ્ન પછી પણ બોક્સ ઓફીસ ઉપર સફળ રહી છે. કાજોલે ‘બેખુદી’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યાર પછી તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હે’, ‘અર્જુન’ અને ‘બાજીગર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

જયારે તેની કારકિર્દી શિખરોની ઊંચાઈઓને સ્પર્શી રહી હતી ત્યારે તેમણે અજય દેવગન સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી કાજોલે ‘કભી ખુશી કભી ગમ’, ‘ફના’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘દિલવાલે’ જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. કાજોલ જ એક એવી અભિનેત્રી છે જેમણે લગ્ન કર્યા પછી સૌથી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. કાજોલ છેલ્લી વખત ફિલ્મ ‘હેલીકોપ્ટર ઈલા’ માં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ થઇ ગઈ હતી.

માધુરી દીક્ષિત :

માધુરી દીક્ષિત બોલીવુડની ઘણી જ પ્રસિદ્ધ અભિનેત્રી છે. એક સમય એવો હતો જયારે માધુરીની ફિલ્મ આવતા પહેલા જ સુપરહિટ થઇ જતી હતી. માધુરી દીક્ષિતે અત્યાર સુધી ‘હમ આપકે હે કોન’, ‘ખલનાયક’, ‘બેટા’, ‘તેજાબ’, ‘રામ લખન’, ‘દિલ તો પાગલ હે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના જોરદાર અભિનય અને સુંદરતાને કારણે માધુરી દીક્ષિતના ઘણા બધા પ્રસંશક છે.

૧૯૯૯માં માધુરી દીક્ષિતે ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી વર્ષ ૨૦૦૦ માં માધુરી દીક્ષિતે હીટ ફિલ્મ ‘પુકાર’ માં કામ કર્યું. ત્યાર પછી માધુરી દીક્ષિતે ‘લજ્જા’, ‘હમ તુમ્હારે હે સનમ’, ‘કલંક’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે માતાનું પાત્ર ભજવ્યું.

અસીન થોટ્ટુંકમલ :

અસીને માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતી. અસીને પોતાના જોરદાર અભિનયથી ન માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રી પરંતુ બોલીવુડમાં પણ એક પોતાની અલગ ઓળખાણ ઉભી કરી. અસીને આમીર ખાનની ફિલ્મ ‘ગજની’ થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેમણે ‘રેડી’, ‘બોલ બચ્ચન’, ‘ઓલ ઈઝ વેલ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ૨૦૧૬ માં અસીને માઈક્રોમેક્સના કો ફાઉંડર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તેમણે ફિલ્મી દુનિયાથી દુર થઇ ગઈ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.