લગ્ન વિના માતા-પિતા બની ગયા બોલીવુડના આ 6 સ્ટાર્સ, એક તો 1989 માં જ બની ગઈ હતી લગ્ન વગર માતા

માતા કે પિતા બનવું દરેકનું સપનું હોય છે. એ રીતે તમે તમારા વંશને તો આગળ વધારો જ છો, પરંતુ ગઢપણમાં તમારું ધ્યાન રાખવા માટે પણ કોઈ હોય છે. આમ તો જયારે જીવનમાં બાળકોની એન્ટ્રી થાય છે, તો જીવન ઘણું જ આનંદમય બની જાય છે. તમને જીવવા અને ખુશ રહેવાનું એક કારણ મળી જાય છે.

સામાન્ય રીતે બધા લગ્ન પછી જ માતા પિતા બનવાનું પસંદ કરે છે. લગ્ન વગર બાળકો પેદા કરવા કે તેની જવાબદારી ઉપાડવાની હિંમત ઘણા ઓછા લોકોમાં જ હોય છે. તેવામાં આજે અમે તમને બોલીવુડના તે કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે લગ્ન વગર જ માં કે બાપ બની ગયા.

માહી ગીલ :

થોડા મહિના પહેલા જ બોલીવુડ હિરોઈન માહી ગીલના એક ખુલાસાએ સૌને ચોંકાવી દીધા હતા. ખાસ કરીને માહીએ જણાવ્યું હતું કે, તેને પહેલાથી જ એક અઢી વર્ષની દીકરી છે. આ દીકરી માહીના લગ્ન પહેલાની છે. હાલમાં માહી કુંવારી માં બની ગઈ છે. વહેલી તકે જ તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન પણ કરી શકે છે. માહીના આ ખુલાસાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

તુષાર કપૂર :

તુષાર કપૂર એક એવા વ્યક્તિ છે જે લગ્ન વગર જ પિતા બની ગયા. તેને લક્ષ્ય નામનો એક વ્હાલો દીકરો છે. લક્ષ્યનો જન્મ સેરોગેસી (ભાડાની કોખ) થી થયો હતો. લક્ષ્ય ઘણી જગ્યાએ પિતા તુષાર સાથે જોવા મળી શકે છે. તુષારે હજુ સુધી લગ્ન નથી કર્યા. આમ તો તે બાળક જરૂર ઇચ્છતા હતા. તે કારણ છે કે તેમણે સેરોગેસી દ્વારા જ પિતા બનવાનો રસ્તો પસંદ કર્યો.

એકતા કપૂર :

પોતાના ભાઈ તુષારની જેમ એકતાએ પણ લગ્ન વગર જ સિંગલ પેરેન્ટ બનવાનું પસંદ કર્યું. એકતાએ પણ સેરોગેસીની મદદ લીધી અને એક વ્હાલા દીકરા રવીની માતા બની ગઈ. રસપ્રદ વાત એ છે કે આજ સુધી એકતાએ મીડિયા સામે પોતાના દીકરાનો ચહેરો નથી દેખાડ્યો.

સુષ્મિતા સેન :

બોલીવુડની ૯૦ ના દશકની સુંદર હિરોઈન અને મિસ યુનિવર્સ સુષ્મિતા સેન એક નહિ પરંતુ બે દીકરીઓની માં છે. સુષ્મિતાની દીકરીનું નામ રેને અને અલીશા છે. આ બંને દીકરી સુષ્મિતાએ દત્તક લીધી હતી. સુષ્મિતા આજ સુધી કુંવારી છે. પરંતુ તેમ છતાં પણ તેણે સમાજની ચિંતા કર્યા વગર બે દીકરીઓને લગ્ન વગર દત્તક લઇ લીધી. સુષ્મિતા હંમેશા પોતાની દીકરીઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેયર કરતી રહે છે.

નીના ગુપ્તા :

જુના સમયની હિરોઈન નીના ગુપ્તાએ ૧૯૮૯ માં મસબા ગુપ્તા નામની એક દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે નીનાના લગ્ન થયા ન હતા. આમ તો તેના લવ અફેયર ફેમસ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે ચાલતા હતા. તેવામાં મસાબા નીના અને રિચર્ડની જ દીકરી છે. હાલમાં મશાબા એક ફેશન ડિઝાઈનર છે.

કરણ જોહર :

બોલીવુડના પ્રસદ્ધ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે પણ લગ્ન કર્યા વગર સિંગલ પેરેન્ટ બનવાનો નિર્ણય લીધો. સેરોગેસી દ્વારા જ તેને બે જોડિયા બાળકો યશ અને રુહી થયા. કરણ એક પિતા બની ઘણા ખુશ છે, અને બંને બાળકોની ઘણી કાળજી રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.