લગ્ન ન કરવા પર ઘરવાળાએ કહ્યું: તારાથી થઇ શકશે નહિ, હવે બની ગઈ…

૩૨ વર્ષની ઉંમરમાં છોકરીના લગ્ન ન થાય તો સમાજમાં રહેતા ઘણા લોકો વાતો કરવાનું શરુ કરી દે છે. પરંતુ તે એવું નથી જાણતા કએ ઘણી છોકરીઓનો હેતુ માત્ર લગ્ન કરીને બાળકો પેદા કરવાનો નથી હતો. એ બધું કરતા પહેલા તે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ બિહારની રહેવાસી શ્વેતા શારદા વિષે જેમણે ૩૦મી બિહાર કાયદાકીય સેવા પ્રીતીયોગીતા પરીક્ષામાં ૩૩મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. જાણો તેના સંઘર્ષ વિષે.

બિહારના નાના એવા ગામ સાથે સંબંધ ધરાવતી શ્વેતા શારદાએ ૭ વર્ષની સખત મહેનત પછી છેવટે ૩૦મી  બિહારકાયદાકીય સેવા પ્રીતીયોગીતા પરીક્ષા પાસ કરી લીધી. તેના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ ન હતી. આજકાલ તેની સાથે ખાસ વાતચિત કરતા તેમણે જણાવ્યું કે મારા માટે આ સફર સરળ ન હતી, જેમ જેમ ઉંમર વધતી રહી હતી ઘરવાળા લગ્નનું દબાણ કરી થયા હતા, પરંતુ મેં જિદ્દ પકડી રાખી હતી કે લગ્ન જજ બન્યા પછી જ કરીશ.

ક્યારે જોયું સપનું?

જયારે તેમને પૂછવામાં આવ્યું કે તમે જજ બનવાનું સપનું ક્યારે જોયું તો તેમણે જણાવ્યું કે જયારે તે ૧૨માં ધોરણમાં હતી, ત્યારથી જ વિચારી લીધું હતું, આમ તો હું તે સમયે જાણતી ન હતી કે બધું કેવી રીતે થશે. પરંતુ ધીમે ધીમે બધી માહિતી મળવા લાગી.

શ્વેતા શારદાનો બિહાર કાયદાકીય સેવા પ્રતિયોગીતા પરીક્ષાનો આ બીજો પ્રયાસ હતો. તે પહેલા તેમણે અ પરીક્ષા ૨૦૧૭માં આપી હતી, જેમાં તે ઈન્ટરવ્યુંમાં ૨ નંબરથી રહી ગઈ હતી. શ્વેતા એ જણાવ્યું મેં જુડીશરી પરીક્ષા આપવાની શરુઆત વર્ષ ૨૦૧૩માં હરિયાણા જુડીશરી પરીક્ષાથી કરી હતી.ત્યારપછી મેં રાજસ્થાન જુડીશરી પરીક્ષામાં મેંસ આપી હતી.

અને વર્ષ ૨૦૧૭નો સમય મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો, તે વર્ષ બિહાર કાયદાકીય સેવા પ્રતિયોગીતા પરીક્ષાના ઈન્ટરવ્યુંમાં ૨ નંબરથી રહી ગઈ. ત્યાર પછી મને ઘણું દુઃખ થયું. મારા ઘરવાળાએ મને પાછી ઘરે આવવાનું કહી દીધું. મારા જીવનનો આ એ સમય હતો જયારે મને અહેસાસ થયો કે હવે બધું ખલાસ થઇ ગયું છે.

૬ મહિના માટે ડીપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ પછી મને મારા મિત્રોએ મોટીવેટ કરી અને કહ્યું જયારે તું ઈન્ટરવ્યું સુધી જઈ શકે છે તો તે આ પરીક્ષા પાસ પણ કરી શકે છે.

પછી મેં ૨૦૧૮માં પરીક્ષાનું ફોર્મ ભર્યું અને તૈયારી શરુ કરી દીધી. બીજી તરફ ઘરવાળા મારી પાસેથી અપેક્ષા છોડી ચુક્યા હતા. શ્વેતાએ દિલ્હીમાં થોડા મિત્રો સાથે રહીને પરીક્ષાની તૈયારી કરી. તેમણે મુખર્જી નગર માંથી કોચિંગ લીધું છે. તેની સાથે પોતાના અભ્યાસ માટે અશોક જૈનના પુસ્તકનો સહારો લીધો હતો.

બિહારના કરજાઇન બજાર સુપોલની રહેવાસી શ્વેતા ભલે એક નાના એવા ગામ સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેના સપના ઘણા મોટા છે, તેમણે જણાવ્યું કે તે દિવસમાં ૧૫ કલાક અભ્યાસ કરતી હતી. સવારે ૬ વાગ્યે દિવસ શરુ થતો હતો અને અભ્યાસ કરતા કરતા પૂરું થઇ જતો. તેમણે જણાવ્યું કે પુસ્તકો સાથે ઉઠતી અને પુસ્તકો સાથે જ સુઈ જતી હતી.

શ્વેતાએ કુરુક્ષેત્ર યુનીવર્સીટી માંથી એલએલએમની ડીગ્રી લીધી છે અને વર્ષ ૨૦૧૮માં તેમણે યુજીસી નેટની પરીક્ષા પાસ કરી છે. હાલમાં એક યુનીવર્સીટીમાં મદદનીશ પ્રોફેસરના હોદા ઉપર ફરજ બજાવે છે.

ઘરવાળા તરફથી લગ્ન કરવાનું દબાણ :

શ્વેતાએ જણાવ્યું પરિણામ આવ્યા પછી આજે ઘરવાળા ઘણા ખુશ છે. મેં ફોન ઉપર વાત કરી. તે હર્ષના આંસુથી રડી રહ્યા હતા. પરંતુ તે સમય પણ હતો જયારે ઘરવાળાએ મને કહ્યું હતું કે તારાથી ના થઈ શકતું હોય તો પાછી ઘરે આવી જા.

શ્વેતાએ જણાવ્યું કે પરીક્ષાની તૈયારી દરમિયાન કુટુંબ જોડેથી જાણે કે અળગી થઇ ગઈ હતી. કેમ કે આગળના દિવસોમાં મારી મેંસની પરીક્ષા હતી. ત્યાં હું તૈયારી દરમિયાન દરેક પ્રકારની પાર્ટીથી દુર રહેતી હતી.

શ્વેતાને પૂછવામાં આવ્યું જે છોકરીઓ કાંઈક કરવાનું સપનું જુવે છે, પરંતુ ૨૫-૨૬ વર્ષ થવાથી તેની ઉપર લગ્નનું દબાણ ઉભું કરવામાં આવે છે. એવી છોકરીઓ અને તેમના પિતાને શું કહેવા માંગે છે, તેમણે જવાબ આપતા જણાવ્યું, લગ્ન કરી લો, સમયસર બાળક કરી લો આવી વાત કહીને છોકરીને હેરાન ન કરો, કેમ કે લગ્ન તો એક દિવસ થવાના જ છે. તમે છોકરીઓને સપોર્ટ કરો. તેથી માતા પિતા એવું પગલું ન ભરે કે ઉતાવળમાં છોકરીના લગ્ન કરાવી દે અને તેની કારકિર્દી ખલાસ થઇ જાય.

શ્વેતાને જયારે પૂછવામાં આવ્યું કે જો તમને બળાત્કારીઓ વિરુદ્ધ કોઈ નિર્ણય સંભળાવવાની તક મળે તો તમારો નિર્ણય શું હશે. તેમણે જણાવ્યું કે જો તમામ સાબિતી અને આધારો જોતા સિદ્ધ થાય છે કે કોઈ વ્યક્તિ બળાત્કારી છે તો હું તેને ફાંસીની સજા સંભળાવીશ, અને તેમણે જણાવ્યું હાલમાં મારી નિયુક્તિ સિવિલ જજ તરીકે થશે, તેથી ફાંસીની સજા સંભળાવવાનો અધિકાર હમણાં મારી પાસે નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.