અહિયાં ન તો ઘોડી ન તો જાન, ફક્ત ૧૨.૫ રૂપિયામાં લઇ જાવ તમારી પરણીતા.

લગ્નનું કોઈના પણ જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન રહે છે. આ દિવસને લઈને લોકોમાં ઘણી બધી ઈચ્છાઓ રહેલી હોય છે. માણસ દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે કે તે ક્ષણ હંમેશા માટે યાદગાર બની જાય. લગ્ન સાત જન્મોનું બંધન હોય છે, અને કહેવાય છે કે પતિ-પત્નીએ આ બંધન સાત જન્મો સુધી નિભાવવું પડે છે.

માણસ પોતાના લગ્નમાં બધું જ કરવા માંગે છે. પણ યુવાનોની વિચારસરણી ઘણી ઝડપથી બદલાતી રહે છે. રાજધાનીની કોર્ટમાં પોતાની મન પસંદ છોકરી-છોકરા સાથે લગ્ન કરવાની પ્રથા ઘણી વધેલ છે. આંકડા જોઈએ તો દરરોજ લગભગ ૧૫ અરજી લગ્ન રજીસ્ટર પાસે જમા થઇ રહેલ છે. રાંચીના યુવાનો લગ્નના નામ ઉપર થઇ રહેલ દેખા દેખી અને પૈસા ઉડાડી દેવાની કામગીરીથી બચી રહ્યા છે.

વધી ગઈ છે જાગૃતતા :

રાંચી જીલ્લા અવર નીબંધન કાર્યાલયમાં આવા લગ્નનો ટ્રેડ વધી ગયેલ છે. લગ્નની આ સિઝનમાં અહિયાં રોજ ૪૫ જોડકા લગ્ન બંધનમાં જોડાઈ રહ્યા છે. તેઓ જણાવે છે કે રીત રીવાજોથી પૂર્ણ થયેલ લગ્ન પછી પણ લગ્નનો નીબંધનને લઈને લોકોમાં જાગૃતતા વધી છે.

શું છે નિયમ :

ખાસ વિવાહ અધિનિયમ મુજબ નોટીસ અરજી માટે ૨.૫૦ રૂપિયા અને લગ્ન પૂર્ણ કરવાનો નીબંધન ફી ૧૦ રૂપિયા આપવાની રહે છે. લગ્ન રજીસ્ટ્રેશનમાં લગ્ન પછીના ૬૦ દિવસ અંદર સુધી ૫૦૦ રૂપિયા અને ૬૦ દિવસ પછી ૭૦૦ રૂપિયા ફી આપવાની રહે છે. યુવાનોએ લાઈન લગાવવાની પણ જરૂર નથી, લગ્નની ફી ઓનલાઈન ચુકવવાની વ્યવસ્થા છે.

એટલે સીધો મતલબ છે કે સીધા કોર્ટ મેરેજ 12.૫ રૂપિયામાં અને લગ્ન પછી રજીસ્ટ્રેશનનાં ૫૦૦ થી ૭૦૦ રૂપિયા થાય.

આઠ વર્ષમાં બે ગણી વધી સંખ્યા :

હિંદુ લગ્ન એટલે લગ્ન પછી રજીસ્ટ્રેશન માટે ૨૦૧૦ માં જ્યાં ૬૪૯ હતો તે ૨૦૧૭ માં ૧૩૬૬ થઇ ગયેલ છે. તે ગયા વર્ષે ડીસેમ્બર સુધી ૮૦૩ યુવાનોનું લગ્નનું સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા. જો કે આ વર્ષે જાન્યુઆરીથી ૧૫ એપ્રિલ ૨૦૧૮ સુધી હિંદુ લગ્ન અને ખાસ લગ્ન માટે રજીસ્ટ્રેશન ઓફીસને ૮૯૪ અરજી મળેલ છે.

લગ્નનું પ્રમાણપત્ર જરૂરી :

રજીસ્ટ્રી કાર્યાલયમાં લગ્ન કરવા સસ્તા છે. અહિયાં લગ્ન કરીને લોકો વધુ ખર્ચથી બચી શકે છે. તે ઉપરાંત દહેજનો લોભ પણ નથી રહેતો. લગ્નનું પ્રમાણપત્ર બધા માટે જરૂરી છે. અહિયાં લગ્ન કે લગ્ન પછી લગ્ન રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થયેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.