લગ્ન પછી છોકરી સાસરે જાય તો તરત કરવા જોઈએ આ પાંચ કામ, આખું જીવન પસાર થશે સુખથી.

સાસરિયામાં આ પાંચ કામ કરવાથી હંમેશા રહેશો સુખી

જયારે પણ કોઈ છોકરીના લગ્ન થવાના હોય છે તો તે ઘણી નર્વસ રહે છે, ઘણી છોકરીઓને તો ઘણો ડર પણ લાગે છે. ખાસ કરીને લગ્ન પછી છોકરીને પોતાનું પિયર છોડીને સાસરીયે જવું પડે છે. એ સાસરિયામાં તેને ઘણા બધા એવા લોકો સાથે રહેવાનું હોય છે જેને તે સારી રીતે જાણતી નથી. તે સમયે છોકરીના મનમાં પ્રશ્ન થવા લાગે છે કે તે સાસરિયાના લોકો એવા હશે? તે તેની સાથે કેવું વર્તન કરશે? તે ત્યાં બધા સાથે ભળી શકશે કે નહિ? લગ્ન પછી ખુશ રહેશે કે નહિ? વગેરે.

છોકરીઓના મનનો એ ડર સ્વભાવિક છે. એટલે જ આજે અમે તમને થોડી એવી ટીપ્સ કે પછી કહીએ કે કામ જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે તમારા સાસરીયે જતા પહેલા જ કરી લીધી તો તમારું પછીનું આખું જીવન આનંદ સાથે પસાર થશે.

હળીમળીને રહેવું :

લગ્ન પછી તમે જેવા સાસરીયે જાવ તો બધા સાથે સારી રીતે વાતચીત કરો. માત્ર તેના પ્રશ્નોના જ જવાબ ન આપો પરંતુ તમે પણ તેમના અંગત જીવન વિષે જાણો. તેનાથી તેમને એવું લાગશે કે તમે પણ તેનામાં રસ ધરાવી રહ્યા છો. તે તમારાથી પ્રભાવિત થઇ જશે. તેમને થશે કે આ છોકરીમાં જરાપણ અભિમાન નથી. તે વ્યવહારિક છે. આમ પણ લગ્ન પછી સાસરિયામાં ઘણા બીજા સંબંધીઓ પણ મહેમાન તરીકે રોકાયેલા હોય છે.

આવી રીતે બધા સાથે હળવા મળવાનું વધારીને તમે તેને પ્રભાવિત કરી શકો છો. યાદ રાખશો હંમેશા તમારી પહેલી છાપ જ મહત્વ રાખે છે. એટલા માટે બધા સામે તમારી સારી છાપ ઉભી કરો.

કામચોરી ન કરો :

દરેક સાસુ જયારે પણ પોતાના ઘરે વહુ લાવે છે, તો તેની પહેલી વિચારસરણી એ હોય છે કે હવે તેને આરામ મળી જશે. અને ઘરના બીજા સભ્યો પણ તમને શરુઆતમાં તમારા કામ કરવાની ધગશથી ઓળખે છે. એટલા માટે લગ્ન પછી શરૂઆતના મહિનાઓમાં કોઈપણ કામચોરી ન કરો.

પરંતુ આગળ આવીને કામ કરો જેથી તેમને લાગે કે તમે ઘરના કામમાં રસ ધરાવી રહ્યા છો અને બીજાના આરામની ચિંતા પણ કરી રહ્યા છો. પછી થોડા મહિના પછી તમે નાના મોટા કામમાં બીજાની મદદ લઇ શકો છો. તે સમયે તે લોકો પણ તમને હોંશે હોંશે મદદ કરશે.

બુરાઈ કરવાથી દુર રહો :

એક મોટા કુટુંબમાં હંમેશા લોકો એક બીજાની પીઠ પાછળ બુરાઈ કરે છે. તે સમયે બની શકે છે કે અમુક લોકો તમારી સામે પણ બીજા સભ્યોની બુરાઈ કરે. તે સમયે તમે તેની વાતોમાં ન આવો. તે જે કહી રહ્યા છે ભલે સાંભળી લો પરંતુ કોઈની સ્વયં બુરાઈ ન કરો. તમે પોતે કુટુંબના લોકોને ઓળખો અને ત્યાર પછી જ તેમના પ્રત્યે કોઈ ધારણા બનાવો.

બધાનું આદર સન્માન :

સન્માન એક એવી વસ્તુ છે. જે બીજાના આપવાથી જ તમને મળે છે. સામે વાળા વ્યક્તિ કેટલા પણ ખરાબ કેમ ન હોય પણ તમે હંમેશા તેની સાથે સારું વર્તન કરશો અને તેને માન સન્માન આપશો તો તે પણ તમારું સન્માન કરશે.

સાસુમાંનું વિશેષ ધ્યાન રાખો :

દરેક ઘરના વડીલ તે ઘરની સાસુ જ હોય છે. જો તમે શરુઆતથી જ તેમની સાથે સારા સંબંધો બનાવીને રાખશો તો પછી કુટુંબમાં ભલે બધા તમારી વિરુદ્ધ થઇ જાય પરંતુ તે તમને સાથ જરૂર આપશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.