લગ્ન પહેલા કુંડળી મેચ કર્યા પછી પણ કેમ થઇ જાય છે છૂટાછેડા?

લગ્ન જીવન સુખી રહે એટલા માટે મેળવવામાં આવે છે કુંડળી, છતાં પણ કેમ થાય છે છૂટાછેડા. કોઈ પણ માણસના જીવનમાં લગ્નનો સમય ઘણો મહત્વનો અને ઘણો જ વિશેષ હોય છે. લગ્ન પછી જીવનને સુખમય અને શાંતિમય બનાવવા માટે લગ્ન પહેલા જ્યોતિષશાસ્ત્રનું ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે. લગ્ન પહેલા છોકરા છોકરીની કુંડળીઓથી લઈને તેના ગુણો સુધીનું યોગ્ય મિલન હોવું ઘણું જરૂરી હોય છે. તે ઉપરાંત બંનેના ગોત્ર અને જાતીનું પણ વિશેષ મહત્વ હોય છે, પરંતુ આજકાલ આ બધા કાર્યો પછી પણ દાંપત્ય જીવનમાં છૂટાછેડાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. લગ્ન પહેલા કુંડળી મિલન અને ગુણોના મિલન છતાં પણ લગ્ન તુટવાની સ્થિતિ ઉભી થઇ જાય છે અને તે વખતે લોકો જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષીને દોશી ઠેરવવા લાગે છે.

કુંડળી મિલન પછી પણ થાય છૂટાછેડા તો કોનો છે દોષ?

લગ્ન પહેલા ગુણો અને કુંડળીનું મિલન થયા પછી પણ જો દાંપત્ય જીવન છૂટાછેડા સુધી જઈને સમાપ્ત થઇ જાય છે તો તેનો અર્થ એ નથી કે તેમાં જ્યોતિષનો દોષ છે, પરંતુ તેનો સીધો જ અર્થ છે કે જ્યોતિષે કુંડળી અને ગુણોના મિલન દરમિયાન પરિણામો સારી રીતે જોયા નથી. તે ઉપરાંત ઘણી વખત એવું પણ બને છે કે તમને જ્યોતિષી પણ ખોટા મળી જાય છે, જે સારી રીતે કુંડળીનું અધ્યયન નથી કરી શક્યા. એટલા માટે હંમેશા પ્રમાણિત જ્યોતિષનો જ સંપર્ક કરો.

છૂટાછેડા ન થાય, તેના માટે કુંડળીમાં હોય છે વિશેષ સંયોજન : જ્યોતિષશાસ્ત્રના માનવા મુજબ આ સ્થિતિનો સીધો સંબંધ ગ્રહો સાથે હોય છે, જે છૂટાછેડા જેવી સ્થિતિ ઉભી કરી દે છે. તમને જણાવી આપીએ કે છૂટાછેડા માટે કુંડળીમાં વિશેષ રીતે એક સંયોજન છે, જે મેળવીને કરતી વખતે મહત્વ આપવામાં આવે છે. છૂટાછેડાનું સૌથી મોટું કારણ ગુરુ અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલું છે. જો ગુરુમાં શુક્રની દશા કે પછી શુક્રમાં ગુરુની દશા ચાલી રહી છે ત્યારે પણ પતિ પત્ની વચ્ચે અણબનાવની સ્થિતિ ઉભી થાય છે.

કુંડળી અને ગુણોનું યોગ્ય મિલન છે જરૂરી : અત્યાર સુધી તમે તે તો સમજી ગયા હશો કે દાંપત્ય જીવનમાં છૂટાછેડા થવાનું કારણ કુંડળીનું યોગ્ય મિલન નથી થયું હોતું. આજકાલ કુંડળી અને ગુણોનું મિલનને માત્ર ઔપચારિકતા જ કરી દેવામાં આવે છે. લોકો આજકાલ કમ્પ્યુટર ઉપર સોફ્ટવેર દ્વારા પણ કુંડળીનું મિલન કરી લે છે. તે એક રીતે જ્યોતિષ વિદ્યાનું સૌથી મોટી મજાક હોય છે. લગ્ન પહેલા કુંડળી ને ગુણોનું યોગ્ય મિલન થવાથી દાંપત્ય જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલીઓ નથી આવતી. તેથી અમે તમને કુંડળી અને ગુણોના મિલનની સાચી વિધિ જણાવીએ છીએ.

કુંડળી મિલન માટે જરૂરી બાબતો : લગ્ન પહેલા એક સારા જ્યોતિષે એ ધ્યાન રાખવું જોઈએ કે વર વધુ બંનેની કુંડળીઓમાં સુખમય લગ્ન જીવનના લક્ષણ ઉભા થાય છે કે નહિ. ઉદાહરણ માટે જો બંનેમાંથી કોઈ એક કુંડળીમાં છૂટાછેડાની વૈધ્વયના દોષ જોવા મળે છે, જે માંગલિક દોષ, પિતૃ દોષ કે કાલ સર્પ દોષ જેવા કોઈ દોષનું ઉપસ્થિતિને કારણે બનતા હોય, તો ખુબ જ મોટી સંખ્યામાં ગુણ મળવા છતાં પણ કુંડળીનું મિલન ન કરવું જોઈએ.

તે ઉપરાંત વર અને વધુ બંનેની કુંડળીઓમાં આયુની સ્થિતિ, કમાવા વાળા પક્ષની ભવિષ્યમાં આર્થિક સુદ્દઢતા, બંને કુંડળીઓમાં સંતાન ઉત્પતીના યોગ, બંને પક્ષોના સારા આરોગ્યના યોગ અને બંને પક્ષો પરસ્પર શારીરિક અને માનસિક સામ્યતા જોવી જોઈએ.

નોંધ : જો તમે કુંડળીનું યોગ્ય મિલન કરાવવા માગો છો, તો જ્યોતિષ પાસે જઈને કુંડળી મિલન કરાવી શકો છો. તે ઉપરાંત જો દાંપત્ય જીવનમાં તકલીફો ઉભી થઇ રહી છે તો તેનું સમાધાન પણ અનુભવી જ્યોતિષ સાથે વાત કરીને મેળવી શકો છો.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.