લગ્નના 6 વર્ષ પછી માં બની આ એક્ટ્રેસ, કહ્યું – ‘હવે પુરી થઈ….’

સીરીયલ સિલસિલા બદલતે રિશ્તા કાં ની અભિનેત્રી અદિતી દેવ શર્મા ના ફેંસ માટે શુભ સમાચાર છે. અદિતિ દેવ શર્માએ પોતાના ફેંસ માટે આ શુભ સમાચાર છેલ્લા નવ મહિનાથી છુપાવી રાખ્યા હતા, પરંતુ હવે તેમણે પોતે જ તેના વિષે લોકોને જણાવ્યું. અદિતિ દેવ શર્મા માતા બની ગઈ છે અને તેણે એક બાળકને જન્મ આપ્યો છે, જેને લઈને તે ઘણી જ વધુ ઉત્સાહિત છે. આમ તો અદિતિ દેવ શર્માએ આ વાત છેલ્લા નવ મહિનાથી મીડિયા અને ફેંસથી છુપાવીને  રાખી હતી, પરંતુ હવે તેમણે ખુલીને તેની જાહેરાત કરી છે.

ટેલીવિઝનની પ્રસિદ્ધ હિરોઈનો માંથી એક અદિતિ દેવ શર્માએ પોતાની કારકિર્દીમાં ઘણી સીરીયલોમાં કામ કર્યું, જેમાં તેને ઘણી પસંદ પણ કરી, જેને કારણે જ તેનું ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. એટલું જ નહિ અદિતિ દેવ શર્મા હંમેશા સોશિયલ મીડિયા ઉપર તસ્વીરો શેર કરતી રહે છે, જેને કારણે જ તેની પ્રેગનેન્સીની જાણ લોકોને થઇ ગઈ હતી, પરંતુ તેમણે હંમેશા એ વાત ન જ કરી કે અને હવે તેમણે એક બેબીબોયને જન્મ આપ્યો છે, જેનું નામકરણ પણ કરી લેવામાં આવ્યું છે.

૧૬ નવેમ્બરે આપ્યો હતો બેબીને જન્મ

મીડિયાના અહેવાલ મુજબ અદિતિ દેવ શર્માએ ગઈ ૧૬ નવેમ્બરે એક બાળકને જન્મ આપ્યો, જેનું નામકરણ પણ કરી દીધું. મીડિયા સામે આવીને અદિતિ દેવ શર્માએ જણાવ્યું કે તેમણે એક છોકરાને જન્મ આપ્યો છે, જે ઘણો જ વધુ ક્યુટ છે. હાલમાં તેમણે પોતાના દીકરાની તસ્વીર દુનિયાને નથી દેખાડી. પરંતુ ટૂંક સમયમાં તે પોતાના દીકરાનો આ દુનિયાને પરિચય કરાવશે. અદિતિ દેવ શર્મા પોતાના દીકરાને લઈને ઘણી વધુ ઉત્સાહિત જોવા મળી અને તેણે તેના વિષે ઢગલાબંધ વાતો પણ કરી.

દીકરાનું કર્યું નામકરણ

મીડિયા સાથે વાતચીતમાં અદિતિ દેવ શર્માએ જણાવ્યું કે તેના પતિ સરવર આહુજાએ તેના દીકરાનું નામ પણ રાખી દીધું. તેના બે નામ રાખવામાં આવ્યા છે, જેમાંથી એક સરતાજ છે અને બીજું કૃષ્ણા. અદિતિ દેવ શર્માએ આગળ જણાવ્યું કે અમે અમારા દીકરાને કૃષ્ણા એટલા માટે કહીએ છીએ, કેમ કે તેનો ચહેરો જોવાથી અમને શાંતિ મળે છે અને તેનું હાસ્ય એકદમ તોફાની છે. જેને કારણે અમે તેનું નામ કૃષ્ણા રાખ્યું. એટલું જ નહિ, હિરોઈને કહ્યું કે તેના પતિએ પોતે જ આ નામ રાખ્યા છે, જે બધાને પસંદ છે.

લગ્નના ૬ વર્ષ પછી માતા બની અદિતિ દેવ શર્મા

ટેલીવિઝન હિરોઈને જણાવ્યું કે લગ્નના ૬ વર્ષ પછી અમારા સંબંધ એક નવી ઊંચાઈ ઉપર પહોચી ગયા છે અને અમે પેરેટીંગની જેમ બેબી સ્ટેપ્સ લઇ રહ્યા છીએ, જો કે આ બધુ ઘણું જ વધુ ઉત્સાહથી ભરેલું છે. બંનેએ લગ્ન પછી એક બીજા સાથે ઘણો સમય પસાર કર્યો અને પછી આરામથી બેબી પ્લાનિંગ કર્યું. આમ તો હવે બંને એક સારા અભીભાવક બનવા માંગે છે, જેના માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી. બંનેના લગ્ન નવેમ્બરમાં થયા હતા, જેને કારણે જ તે મહિનો તેમના માટે ઘણો જ લકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.