લગ્નના ઘણા વર્ષો પછી પણ આ સ્ટાર છે નિ:સંતાન, છતાં પણ એમની વચ્ચે છે ખુબ જ પ્રેમ

બોલીવુડ સાથે જોડાયેલા ઘણા સમાચારો હંમેશા સામે આવતા રહે છે અને લોકો પણ તેમના વિષે નાની નાની વાતો જાણવા માંગે છે. માણસના જીવનમાં પ્રેમનું આગળનું સ્ટેપ લગ્ન હોય છે અને દરેક પરણિત કપલ એક બાળકની ઈચ્છા ધરાવે છે જે તેમના સંબંધો જોડી રાખે છે. છતાં પણ જેને સંતાન નથી થતા તો તેમના સપના વિખરાઈ જાય છે.

કાંઈક એવી જ હાલત બોલીવુડના ઘણા અભિનેતાની છે અને લગ્નના ઘણા વર્ષો પછી પણ આ કલાકારો છે નિઃસંતાન. બધા છે પ્રેમની જોડીનું ઉદાહરણ. આવો જાણીએ તે કલાકારો વિષે. જેઓ તે સ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે.

લગ્નના ઘણા વર્ષો પછી પણ આ કલાકારો છે નિઃસંતાન

બોલીવુડમાં એવા ઘણા કલાકારો છે જેમના લગ્ન નથી થયા, ઘણા એવા છે જેમણે લગ્ન થયા પણ તે છૂટાછેડા લઈને ફરી સિંગલ થઇ ગયા. પરંતુ તેવી જોડીઓ ઉત્તમ છે જેમણે લગ્નનું સૌથી મોટુ સુખ, બાળકનું મોઢું નથી જોયું છતાં પણ એકબીજાનો સાથ આજે પણ આપે છે.

જોહ અબ્રાહમ અને પ્રિયા રુંચાલ

બોલીવુડના કલાકાર જોન અબ્રાહમે બિપાશાને છોડીને રુંચાલ સાથે વર્ષ ૨૦૧૪માં લગ્ન કરી લીધા હતા. પ્રિયા વિદેશમાં બેન્કર છે અને હંમેશા ત્યાં રહે છે. પરંતુ કુટુંબ વધારવા વિષે આ કપલે આજ સુધી નથી વિચાર્યું. જોને જિસ્મ, સાયા, ગરમ મસાલા, દોસ્તાના, સત્યમેવ જયતે અને પરમાણુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આફતાબ શિવદાસાની અને નીન દોસાંઝ

બોલીવુડમાં આફતાબ શિવદાસાની તે કલાકારો માં સામેલ છે જેમણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. વર્ષ ૧૯૮૬માં આવેલી ફિલ્મ મિસ્ટર ઇન્ડીયામાં આફતાબે બાળ કલાકાર તરીકે કામ કર્યું અને ત્યારપછી ચાલબાજ સહીત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. વર્ષ ૨૦૧૪માં નીન દોસાંઝ સાથે લગ્ન કર્યા હતા પરંતુ હજુ સુધી તેમનું કુટુંબ વધારવા માટે જરાપણ વિચાર્યું નથી.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર

ફિલ્મ ડર્ટી પિક્ચરથી બોલ્ડ લુક આપવા વાળી બોલીવુડની વિદ્યા બાલને બોલીવુડના પ્રસિદ્ધ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. તેમને આજ સુધી કોઈ સંતાન નથી જયારે સિદ્ધાર્થના પહેલા લગ્નથી તેના બાળકો છે. વિદ્યા બાલને હમારી અધુરી કહાની, કહાની-૨, ઈશ્કિયા, હે બેબી અને ભૂલ ભુલૈયા જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર હિરોઈન છે.

દિયા મિર્ઝા અને સાહિલ સાંગા

બોલીવુડની સુદંર હિરોઈન દિયા મિર્ઝાએ હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને સુંદરતાથી સૌના દિલ ઉપર રાજ કર્યું. વર્ષ ૨૦૧૪માં બિઝનેસમેન સાહિલ સાંગા સાથે લગ્ન કર્યા પરંતુ બંને પોત પોતાની કારકિર્દીમાં વ્યસ્ત છે જેના કારણે તેમણે આજ સુધી બાળકનું પ્લાનિંગ નથી કર્યું. થોડા સમય પહેલા તેમના અલગ થવાની વાત સામે આવી હતી પરંતુ દિયાએ તે વાતને નકારી કાઢી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.