લગ્નના પ્રપોઝલના 3 વર્ષ પછી હેઝલે કરી હતી હાં, યુવરાજ સિંહે આવી રીતે જીત્યું દિલ

જયારે કોઈ હિરોઈને પડદા ઉપર પોતાનો જાદુ ચલાવ્યો છે ત્યારે કોઈને કોઈ ક્રિકેટર ક્લીન બોલ્ડ જરૂર થયો છે. બોલીવુડ અને ક્રિકેટનો ઘણો જ જુનો સંબંધ રહેલો છે. એક બે નહિ પરંતુ કેટલીય એવી જોડીઓ જોઈ છે જ્યાં હિરોઈન ક્રિકેટર્સને પોતાનું દિલ દઈ બેઠી છે. પછી તે શર્મિલા ટાગોર અને મન્સુર અલી ખાન પટોડી હોય કે પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.

ઘણી હિરોઈને ક્રિકેટર્સને પોતાના જીવન સાથી બનાવ્યા છે. આ લીસ્ટમાં એક વધુ નામ જોડાયું છે અને તે છે યુવરાજ સિંહ અને હેજલ કીચનું. યુવરાજ જ્યાં એક જાણીતા ક્રિકેટર છે ત્યાં હેજલે પણ બોલીવુડમાં કામ કર્યું છે. હાલના દિવસોની પ્રેમ કહાની ઘણી જ ફિલ્મી અને રસપ્રદ છે. તેની ત્રીજી એનીવર્સરી ઉપર અને તમને તેની અનોખી પ્રેમ કહાનીના ગજબ કિસ્સા જણાવીશું.

યુવરાજને ઇગ્નોર કરતી હતી હેજલ

એક ટીવી શો માં યુવરાજે પોતાની અને હેજલની લવ સ્ટોરી વિષે જણાવ્યું હતું. યુવરાજ એક હેન્ડસમ ક્રિકેટર છે અને મસ્તીખોર પણ છે. તેની ઉપર ન જાણે કેટલી છોકરીઓ ફિદા રહેતી હતી. યુવરાજે જણાવ્યું કે તેની પહેલી વખત જયારે હેજલ સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે કોફી પીવા માટે આવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. હેજલે તે વખતે તો હા કહી દીધી, પરંતુ પછીના સમયે પોતાનો ફોન બંધ કરી દીધો.

હેજલ હંમેશા યુવરાજથી દુર જ રહેતી હતી અને તેનો ફોન ઉપાડતી ન હતી એટલા માટે તેમણે ગુસ્સામાં તેનો નંબર જ ડીલીટ કરી દીધો હતો. એક દિવસ યુવરાજ ફેસબુક ચલાવી રહ્યો હતો ત્યારે તેમણે હેજલ અને પોતાની વચ્ચે એક કોમન ફ્રેન્ડને જોયો. યુવરાજે તે છોકરાને હેજલથી દુર રહેવાનું કહ્યું અને કહ્યું કે તે એક દિવસ હેજલ સાથે લગ્ન જરૂર કરશે.

યુવરાજ હેજલના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો, પરંતુ તે હંમેશા તેને ટાળતી રહેતી હતી. એક દિવસ તેમણે લગ્ન માટે પ્રપોઝ કરી દીધી તો હેજ્લે કહ્યું – જોઉં છું. યુવરાજે જણાવ્યું કે હેજલે મારી સાથે લગ્ન કરવા માટે હા કહેવામાં ત્રણ વર્ષ લગાવી દીધા અને હા કર્યા પછી એક વર્ષ સુધી લટકાવી જ રાખ્યો.

અને પછી દિલ હારી ગઈ હેજલ

હેજલનું કહેવું હતું કે તે પ્રપોઝલથી પહેલા યુવરાજને સીરીયસ લેતી ન હતી. પરંતુ પ્રપોઝલ પછી તે તેને સમજવા લાગી. કહે છે કે યુવરાજના પ્રેમે છેવટે હેજલની જિદ્દ તોડી નાખી અને તેની અદંર પોતાના માટે પ્રેમ પણ ઉત્પન કરી દીધો. ત્યારપછી બંનેએ ૩૦ નવેમ્બરના રોજ જાલંધરમાં ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા. ત્યારપછી ગોવામાં હિંદુ રીત રીવાજથી બંનેએ લગ્ન કર્યા. હેજલ અને યુવરાજના લગ્ન શીખ અને હિંદુ રીતરીવાજ સાથે થયા હતા. ત્યાર પછી કપલે દિલ્હીમાં રીસેપ્શન પણ આપ્યું હતું.

હેજલે બોલીવુડમાં ઘણા આઈટમ સોંગ કર્યા, પરંતુ તેને સફળતા સલમાનની ફિલ્મ બોડીગાર્ડથી મળી. આ ફિલ્મમાં તે કરીના કપૂરની દોસ્ત રહી છે જે તેને દગો આપીને સલમાન સાથે લગ્ન કરી લે છે. ફિલ્મ પડદા ઉપર સુપરહિટ થઇ. પરંતુ હેજલે ત્યારપછી કોઈપણ ફિલ્મમાં કામ ન કર્યું. અને યુવરાજે પણ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. આ કપલ એક સાથે પોતાના કુટુંબમાં ખુશ છે અને હંમેશા તેના જન્મ દિવસની તસ્વીરો સામે આવતી રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.