લગ્નના સમયે ઘણી ખુશ હતી બીગ બોસની આ ગુજરાતી હરીફ, 4 વર્ષ પછી થઈ આવી હાલત

બોલીવુડમાં ઘણા બધા એવા કલાકારો છે જે ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્ર નિભાવે છે પરંતુ પ્રેમની બાબતમાં કોઈ એક ઉપર તેનું દિલ આવે છે. ટીવીની દુનિયામાં પણ કલાકારો સાથે આવું જ છે અને લોકો તેમાં ઈનવોલ્વ થઇ જાય છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખુશ હોય એવું જરૂરી નથી હોતું. અહિયાં અમે બીગ બોસ-૧૩માં આગ લગાવનારી કંટેસ્ટેન્ટ રશ્મી દેસાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કેમ કે લગ્નના સમયે ઘણી ખુશ હતી બીગ બોસની આ કંટેસ્ટેન્ટ, પરંતુ આજે તેના જીવનમાં ઉદાસી છવાઈ ગઈ છે.

લગ્નના સમયે ઘણી ખુશ હતી બીગ બોસની આ કંટેસ્ટેન્ટ

હંમેશા કહેવામાં આવે છે કે પ્રેમ લાઈફમાં એક વખત જ થાય છે પરંતુ ઘણા લોકોના જીવનમાં એકથી વધુ વખત થાય છે. ક્યારેક ક્યારેક એવું પણ બની જાય છે જેને આપણે પ્રેમ સમજીએ છીએ તે પ્રેમ નથી હોતો અને હવે તે પ્રેમ પહેલો સાચો છે કે બીજો તે તેની ઉપર આધાર રાખે છે. બીગ બોસ-૧ની સૌથી લોકપ્રિય અને જીતની પ્રબળ દાવેદારમાં એક કંટેસ્ટેન્ટ રશ્મી દેસાઈના જીવનમાં પ્રેમને લઈને વિચિત્ર એવી સ્થિતિ આવી.

સીરીયલ ઉતરન થી તપસ્યાના નામથી ઓળખાણ ઉભી કરવાવાળી હિરોઈન રશ્મીને પોતાના કો-સ્ટાર નંદીષ સંધુ સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન પણ થઇ ગયા. રશ્મીએ સીરીયલમાં નંદીશ સાથે પતિ-પત્નીનું પાત્ર નિભાવ્યું હતું અને પછી વાસ્તવિક જીવનમાં પણ આ જોડી લગ્નના જીવનમાં બંધાઇ ગઈ. બંનેએ એકબીજાની ઈચ્છાથી કોર્ટ મેરેજ કર્યા અને પ્રેમ લગ્ન કર્યા.

લગ્નના થોડા મહિના પછી તમામ હિંદુ વિધિથી તેમણે ફરીથી લગ્ન કર્યા. રશ્મી અને નંદીશ વચ્ચેનો આ સંબંધ પ્રેમનો ન હતો તે વાતની જાણ બંનેને લગ્ન પછી સાથે રહ્યા ત્યારે થઇ અને બંને વચ્ચે લડાઈ ઝગડા થવા લાગ્યા. બંનેએ એક બીજાની ઈચ્છાથી અલગ થવાનો નિર્ણય લીધો.

ઝગડાને કારણે મીડિયામાં રશ્મીનો પઝેસિવ નેચર અને નંદીશની મહિલાઓ સાથે મિત્રતા વધુ રાખવાનું ગણવામાં આવ્યું. વર્ષ ૨૦૧૨માં બંનેએ લાંબી રીલેશનશીપમાં રહ્યા પછી લગ્નનો નિર્ણય લીધો પરંતુ વર્ષ ૨૦૧૪માં બંને અલગ રહેવા લાગ્યા અને વર્ષ ૨૦૧૫ સુધી બંનેએ એક બીજાની ઈચ્છાથી છુટાછેડા લઇ લીધા. રશ્મી અને નંદીશના ફેંસને છૂટાછેડાના સમાચારથી ઝટકો પણ લાગ્યો.

રશ્મીએ જીવનમાં મુવ ઓન કર્યું અને તેની મુલાકત પ્રિન્સ નરુલા અને યુવિકાના લગ્નમાં અરહાન ખાન સાથે થઇ. અરહાનને મળીને રશ્મીના જીવનમાં ફરીથી પેમ આવ્યો અને તેના લગ્નને લઈને સમાચારો આવવા લાગ્યા પરંતુ રશ્મી ઉતાવળના મુડમાં ન હતી. બોગ બોસમાં ઘણી વખત પોતાના સંબંધોને લઈને વાત કરી ચુકી છે પોતાના સંબંધને તે સમય આપવા માગે છે.

તે કપલ જેણે એક નહિ પરંતુ બે બે વખત સાત જન્મો સુધી સાથે જીવવા અને મરવાના સોગંધ ખાધા તે ૨ વર્ષમાં જ તૂટી ગયા. છૂટાછેડા પછી રશ્મીનું વજન ઝડપથી વધ્યું અને તે ડીપ્રેશનનો ભોગ બની ગઈ. રશ્મીએ એક લાંબા બ્રેક પછી પોતાને સંભાળી અને આજે બીગ બોસમાં જોરદાર કંટેસ્ટેન્ટ બનીને રમી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.