લગ્નના 4 દિવસમાં જ કરાવી પતિની હત્યા, પછી પોતાના જીવથી પણ હાથ ધોવો પડ્યો.

પ્રેમને મેળવવા માટે લગ્નના 4 દિવસમાં જ કરાવી પતિની હત્યા છતાં પણ પ્રેમ ના મળ્યો.

“પ્યાર ઔર જંગ મેં સબ જાયઝ હૈ” આ કહાવત તો તમે સાંભળી જ હશે. કહેવાય છે કે પ્યાર મેળવવા માટે કોઇ પણ હદે જવું પડે તો તેમાં કાઈ ખોટું નથી. ઘણા લોકો આ કહેવતનું અમલ પણ કરે છે અને પોતાના પ્રેમને પામવા માટે બધી જ હદ પાર કરી નાખે છે.

જયારે કોઈ પ્રેમમાં હોય છે. તો તે પોતાના પ્રેમને પામવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. પણ ક્યારેક  ક્યારેક વ્યક્તિ પોતાના પ્રેમને મેળવવા માટે જે પગલું ભરે છે ત્યારે તે ભૂલી જાય છે કે તેનું આ પગલું ભરવાથી બીજા વ્યક્તિ પર તેની કેવી અસર પડશે?

આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવીએ જેમાં એક છોકરીએ પોતાના પ્રેમને મેળવવા માટે એવું પગલુ ભર્યું કે જેને જાણીને તમારા હોશ ઉડી જશે. હકીકતમાં આ ઘટના પ્રેમમાં હત્યા અને પછી ઓનર કિલિંગની છે.

જેમાં છોકરી બીજા કોઈને પ્રેમ કરતી હતી છતાં પણ તેના ઘરના લોકોએ જબરજસ્તીથી એના લગ્ન બીજા વ્યક્તિ સાથે કરાવી દીધા, ત્યાર બાદ એ છોકરી એ પોતાના જ પતિની હત્યા કરાવી. પણ જ્યારે આ વાતની જાણ તેના ઘરના લોકોને થાય છે. તો તે લોકો આ વાત સહન ન કરી શકયા અને આ ઘટના બાદ છોકરીના ભાઈ એ પોતાની બહેનની ગોળી મારી હત્યા કરી નાખી. તો ચાલો જાણીએ સંપૂર્ણ ઘટના વિષે.

લગ્નના 5 માં દિવસે કરાવી પતિની હત્યા. :-

આ ઘટના મુઝફ્ફરનગર જીલ્લાના હૈદરનગરની છે. જ્યાં શિવાની નામક છોકરીના લગ્ન ૨૮મી ફેબ્રુઆરીના રોજ મેરઠ જિલ્લાના સમસુરના રહેવાસી હૈપ્પી નામક યુવકથી થયેલા. બન્નેના લગ્ન થયા, છોકરીની વિદાય થઇ અને તે પોતાના સાસરે ગઈ. બધા જ ખુશ હતા. શિવાની પછી પોતાના ઘરે આવી ગઈ ત્યાર બાદ ૪ માર્ચ ના દિને શિવાની એ પોતાના પતિને મળવા માટે પોતાના ગામ બોલાવ્યાં.

શિવાનીને મળવા હૈપ્પી પોતાના પિત્રાઈ ભાઈ સાથે શિવાનીના ગામ પહોચે છે, શિવાનીને મળીને રાત્રે બન્ને ભાઈઓ પોતાના ઘરે જવા નીકળે છે, ત્યારે રસ્તામાં જ શિવાનીના પ્રેમી અર્જુન હૈપ્પીની હત્યા કરી નાખે છે. અર્જુન અને શિવાની એ હૈપ્પીની હત્યા કરવાની તૈયારી પહેલેથી જ કરેલી હોય છે. હૈપ્પી હત્યા જે હથીયારથી કરવામાં આવીતી તેને જંગલમાં સંતાડી દે છે.

પોલીસ જયારે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરે છે અને તેમાં શિવાનીની પુછતાછ અને શિવાનીના ફોન કોલસની વિગત પરથી જાણ થાય છે કે આ હત્યા તો પ્રેમ પ્રસંગને લીધે કરવામાં આવી છે. માહિતી મુજબ શિવાનીનો પ્રેમી અર્જુન તે શિવાનીનો પિત્રાઈ ભાઈ થાય છે. પોતાના પ્રેમીની સાથે મળીને શિવાની એ જ પોતાના પતિની હત્યા કરાવી નાખી. જાણવા મળેલું કે હૈપ્પીની હત્યા બાદ શિવાની ઘરથી ભાગી છુટેલી. પણ જયારે આ બાબતોનો ખુલાસો થયો અને તેની જાણ શિવાનીના ઘરના લોકોને થઇ તો તે લોકો આ વાત સહન ના કરી શકયા.

ઓનર કિલિંગમાં જાન ગુમાવી :-

શિવાનીની આવી હરકત પર તેના મોસાળ પક્ષના ભાઈને એટલો ગુસ્સો આવ્યો કે તેણે શિવાનીને ગોળી મારી દીધી. માહિતી અનુસાર સુમિત (શિવાનીનો મોસાળ પક્ષનો ભાઈ) એ શિવાનીને ખેતરમાં મળવા બોલાવી અને શિવાની ખેતરે મળવા આવતા તેને ગોળી મારી હત્યા કરી દીધી. હત્યા કર્યા પછી સુમિતે પોતાનો ગુનો સ્વીકારતા કહ્યું કે તેણે પોતાના બનેવીની હત્યાનો બદલો લઇ લીધો.