લગ્ન ની કંકોત્રી બનાવી દીધી પર્યાવરણ બચાવનારી આ વસ્તુ, બની ગયો ચર્ચાનો વિષય

૨૦ નવેમ્બરના રોજ ભોપાલના તુલસી નગરના રહેવાસી રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુ કનકનેના લગ્ન સુમી ચોધરી સાથે થયા. આ લગ્ન માટે સંબંધીઓને સામાન્ય આમંત્રણ કાર્ડને બદલે છોડ દ્વારા આમંત્રિત કર્યા. વરરાજા પ્રાંશુ અને તેના ભાઈ પ્રતીકે મળીને પેપરવાળા કાર્ડને બદલે ઇકોફ્રેન્ડલી પદ્ધતિથી લોકોને આમંત્રણ કાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલા એક લગ્ન ચર્ચાનો વિષય બનેલો છે. તેનું કારણ લગ્ન માટે લોકોને મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડ છે. લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતતા ઉભી કરવા માટે આ લગ્નમાં આમંત્રિત કરવા માટે કાગળવાળા સામાન્ય કાર્ડને બદલે અનોખા કાર્ડ મોકલવામાં આવ્યા છે. અનોખા એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે લોકોને આમંત્રિત કરવા માટે છોડ લાગેલા કુંડા આપવામાં આવ્યા, જેની ઉપર વર-વધુના નામ અને કાર્યક્રમની બધી માહિતી લખી હતી.

૨૦ નવેમ્બરના રોજ ભોપાલના તુલસી નગરના રહેવાસી રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુ કનકનેના લગ્ન સુમી ચોધરી સાથે થયા. આ લગ્ન માટે સંબંધિઓને સામાન્ય વેડિંગ કાર્ડને બદલે છોડ દ્વારા આમંત્રિત કર્યા. વરરાજા પ્રાંશુ અને તેના ભાઈ પ્રતીકે મળીને પેપરવાળા કાર્ડને બદલે ઇકોફ્રેન્ડલી પદ્ધતિથી લોકોને આમંત્રણ મોકલવાનો નિર્ણય કર્યો. ખાવાનો બગાડ રોકવાથી આવ્યો આઈડિયા.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પ્રતીકે જણાવ્યું

આ બધું ખાવાના બગાડને રોકવાના આઈડિયાથી શરુ થયું. અમે લોકોએ પેપરને બદલે ઈ-ઈનવાઈટ મોકલ્યા અને તેનાથી આરએસવીઓઈ માટે વિનંતી કરી. ઈ-કાર્ડ દ્વારા અમે ન માત્ર કાગળનો બગાડ અટકાવ્યો પરંતુ આરએસવીપીને કારણે જ ખાવાનો બગાડ પણ ઓછો થયો.

આરએસવીપી એટલે લોકો ઈ-ઇન્વાઇટનો રીપ્લાઈ જોઇને પોતાની હાજરી નોંધાવે જેથી તે હિસાબે જ ખાવાનું બને. આમ તો વરરાજાની માં નું માનવું હતું કે નિમંત્રણ કાર્ડ લગ્નનો એક જરૂરી ભાગ હોય છે. પરંતુ પ્રાંશુ અને તેના ભાઈ પ્રતિક, બંનેએ પર્યાવરણને બચાવવા માટે આ નવી પહેલને અપનાવી. બંનેએ પોતાના સંબંધીઓને કુંડામાં લાગેલા અલગ અલગ પ્રકારના છોડ મોકલ્યા જેની ઉપર લગ્નનો સંદેશ લખેલો હતો. કુંડામાં લાગેલા છોડ ૮ થી ૧૦ મહિના સુધી ઉગાડ્યાં હતા અને આ ઇન્ડોર છોડની ઉંમર 3 થી ૪ વર્ષ છે.

લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવાનું હતું લક્ષ્ય, પ્રતીકે લોજીકલ ઇન્ડીયનને જણાવ્યું, જયારે અમારા લોકોને ત્યાં છોડ સાથે નિમંત્રણ આપવામાં આવતા હતા તો લોકોની પ્રતિક્રિયા અલગ જેવી જોવા મળતી હતી. ઘણા લોકો તો પોતાની પસંદના છોડ લેતા હતા. તેની સાથે જ અમે જેને પણ આમંત્રણ આપવા જતા, તેને છોડની જાળવણી કરવાની પદ્ધતિ સમજાવવામાં ૧૫ થી ૨૦ મિનીટનો સમય આપતા.

અમે નહોતા ઇચ્છતા કે લોકો કુંડા લઇલે અને પછી ફેંકી દે. છોડના કુંડા ઉપર એ સંદેશ પણ લખવામાં આવ્યો હતો લગ્નમાં બુકે ન લાવે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે. લગ્નનો શણગાર સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી હતો. કુટુંબવાળાનું માનવું છે કે જો અમે કાર્ડ આપતા તો લોકો લીધા પછી તેને ફેંકી દેત પરંતુ કુંડાને પોતાના ઘરમાં જોઇને તે અમારા લગ્નને યાદ કરશે.

પહેલનો ખર્ચ અને કુદરતી સંસાધનોનું રક્ષણ લોજીકલ ઇન્ડિયનમાં છપાયેલી એક જાહેરાત મુજબ, આ પહેલના ખર્ચ વિષે વાત કરતા પ્રતિક જણાવે છે,

જો આ પહેલ જરૂર કરતા વધુ ખર્ચાળ હોત તો લોકો તેને ન અપનાવે. એટલા માટે અમારી સામે સૌથી મોટો પડકાર આ કામને સસ્તામાં કરવાનો હતો.

લગ્નમાં એક નિમંત્રણ કાર્ડ માટે ૬૮ થી ૭૦ રૂપિયાનો ખર્ચ આવ્યો. ખાવામાં બગાડ રોકવા માટે કુટુંબે રોબીન હુડ આર્મીનો સહકાર લીધો. રોનીબ હુડ આર્મીએ વધારાનું ખાવાનું નિરાધાર અને ગરીબોમાં વહેચી દીધું. લગ્નમાં કુલ ૧૫૦૦ મહેમાન આવ્યા હતા જેમાં માત્ર બે લોકો બુકે લઈને આવ્યા અને ૪૦-૫૦ પ્લેટ ખાવાનું વધ્યું હતું. આ ખાવાનું રોબીન આર્મીએ ગરીબોમાં વહેચી દીધું.

પર્યાવરણ માટે કામ કરવું ઘણું જરૂરી છે. અમે કોઈપણ રીતે કુદરતી સંસાધનોને બચાવવાની પદ્ધતિ શોધવા માંગતા હતા. આ લગ્ન અમારા માટે એવો અવસર હતો જેમાં અમે એ સાબિત કરી શકીએ કે કુદરતી સંસાધનોનો બગાડ ન થાય.

માનવ પ્રજાતિ માટે વિકટ સમસ્યા છે હવામાન પ્રદુષણ, આ સમયે કલાઈમેંટ ચેંજ એટલે કે હવામાન પરિવર્તન આખા વિશ્વ સામે એક મોટી સમસ્યા છે અને સંપૂર્ણ માનવ સમુદાય તેની સામે ઝઝૂમી રહ્યો છે. કલાઈમેંટને બચાવવા માટે દુનિયાના શક્તિશાળી દેશ નવી નવી યોજનાઓ બનાવી રહ્યા છે. આમ તો તેના પ્રયાસોથી પણ સફળતા નથી મળી.

હાલમાં જ ભારત સરકારે પણ સીગલ યુઝ પ્લાસ્ટિકને લઈને મોટા પગલા લીધા છે. પર્યાવરણના રક્ષણ માટે સામાન્ય લોકોએ પણ ટેવોમાં સુધારો લાવવો પડશે. પર્યાવરણના રક્ષણ માટે લોકો દ્વારા કરવામાં આવી રહેલા દરેક નાના પ્રયાસની પ્રસંશા કરવી જોઈએ.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.