લગ્નમાં માટલામાં નીકળ્યું કંઈક એવું કે દુલ્હન ભડકી, બોલી ‘લઇ જવો જાન, નથી કરવા લગ્ન’

ભારતમાં હાલના દિવસોમાં લગ્નની સીઝન ઘણી જોરદાર ચાલી રહી છે. દરેક મંડપ શણગારવામાં આવી રહ્યા છે, અને શરણાઈઓ વાગી રહી છે. એટલે કે લગ્ન સાથે જોડાયેલા ઘણા વિચિત્ર એવા સમાચારો સાંભળવા મળે છે. હમણાં આ વર્ષમાં જ તમને લોકોને ઘણા એવા સમાચાર જોવા કે, સાંભળવા મળ્યા હશે જેમાં લગ્ન વચ્ચેથી મંડપમાં જ તૂટી જાય છે, અને વરરાજા વરવધુ વગર જ જાન લઈને પાછા જતા રહે છે.

અને એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ઉન્નાવ જીલ્લામાં પણ જોવા મળી છે. આમ તો અહિયાં લગ્ન તૂટવાનું કારણ ઘણું જ વિચિત્ર હતું. ખાસ કરીને જયારે છોકરા પક્ષ વાળા લગ્ન લઈને છોકરી વાળાને ત્યાં આવ્યા, તો શરુઆતમાં બધું સારી રીતે ચાલ્યું. પરંતુ જયારે છોકરા વાળાએ ચડાવની વિધિમાં પાંચ માટલીઓ મૂકી તો વાત બગડી ગઈ. આ માટલી ઓની અંદર કાંઈક એવું નીકળ્યું જે જોઇને જ વરવધુ અને તેના ઘર વાળાએ લગ્ન માટે ના કહી દીધી. તો ખરેખર આ માટલીઓની અંદર એવું શું હતું? આવો વિસ્તારથી જાણીએ.

મળેલી જાણકારી અનુસાર, આ આખી ઘટના ઉન્નાવના કોતવાલી વિસ્તારમાં વસેલા એક ગામની છે. અહિયાં ગયા રવિવારની સાંજે એક લગ્નનો કાર્યક્રમ હતો. તે દરમિયાન છોકરી વાળાએ પોતાના ઘરને ઘણું જ સરસ રીતે શણગાર્યું હતું. ત્યાર બાદ જયારે વરરાજો જાન લઈને આવ્યો તો તેનું પણ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન દરમિયાન બધાના ચહેરા ઉપર આનંદ જોવા મળતો હતો.

પણ પછી જયારે ચડાવની વિધિ શરુ થઇ ત્યારે એ આનંદ ગુસ્સા અને દુઃખમાં બદલાઈ ગયો. આ વિધિ મુજબ છોકરા વાળા છોકરીને શુકન તરીકે લાઈ(એક રેશમી વસ્ત્ર), બંગડી વગેરેથી ભરેલી માટલીઓ આપે છે. આ લગ્નમાં પણ કાંઈક એવું જ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરક એટલો જ હતો કે, આ માટલીઓમાં શુકનની વસ્તુને બદલે કોલસા અને હળદરની ગાંઠો ભરેલી હતી.

માટલી જોઈ વરવધુએ લગ્ન કરવા માટે ના કહી :

શુકનની માટલીમાં આવા પ્રકારની વસ્તુ જોઈ વરવધુનું મગજ ખરાબ થઇ ગયું, અને તેણે લગ્ન કરવાની ના કહી દીધી. છોકરીના ઘરવાળાને પણ આ વાત પસંદ ન આવી, અને તેમણે પણ લગ્ન કરવાની ના કહી. આમ તો વર પક્ષે તેને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ વાત ન સુધરી. અંતે પંચાયત બોલાવવાની જરૂર પડી. અને ત્યાં બન્ને પક્ષોનું સમાધાન થયું. પરંતુ લગ્ન તો ન થઇ શક્યા. વરરાજાએ પોતાની જાન વરવધુ વગર જ પાછી લઇ જવી પડી.

ટોના ટોટકાની હતી શંકા :

કન્યા પક્ષનું કહેવું હતું કે, માટલીમાં આવા પ્રકારની વસ્તુ નીકળી ટોના ટોટકા તરફ ઈશારો કરે છે. એ કારણ હતું કે એમણે લગ્ન કરવાની ના કહી દીધી. ત્યાં ગામમાં છોકરીના લગ્ન તુટવા અને વરવધુ વગર જાન પાછી ફરવાની ઘણી ચર્ચા થઇ રહી છે. આજ સુધી ગામમાં ક્યારે પણ આ પહેલા જાન વરવધુ વગર પાછી ફરી ન હતી.

આજે આપણો દેશ દિવસ રાત પ્રગતી કરી રહ્યો છે અને ડીઝીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ છતાંપણ ઘણા લોકો છે જે ટોના ટોટકા અને અંધવિશ્વાસ જેવી વસ્તુ ઉપર વિશ્વાસ ધરાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.