આ 5 લગ્નને જોવા માટે આવ્યા હતા બધા ભગવાન, આપ્યા હતા આશીર્વાદ.

હિંદુ ધર્મમાં વિવાહને સૌથી પવિત્ર માનવામાં આવે છે. તે બંધન ન માત્ર માણસ માટે મહત્વ ધરાવે છે, પરંતુ ભગવાન માટે પણ ઘણું મહત્વપૂર્ણ છે. પુરાણો મુજબ, હિંદુ ધર્મમાં ઘણા એવા વિવાહ છે, જે જોવા માટે તમામ ભગવાન હાજર રહ્યા. ભગવાન આ વિવાહોના પ્રત્યદર્શી બન્યા અને નવ વિવાહીતોને આશીર્વાદ પણ આપ્યા. એટલું જ નહિ, આ વિવાહની ચર્ચા તમામ પુરાણોમાં સારી રીતે મળી રહેશે. પરંતુ અહિયાં તમને તે વિવાહો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોવા માટે સ્વયં ભગવાન પણ હાજર રહ્યા અને જોરદાર પુષ્પવર્ષા પણ કરી.

૧. રામ અને સીતાના વિવાહ :-

રામાયણ મુજબ, રામ અને સીતાના લગ્ન ઈતિહાસના સૌથી વધુ ચર્ચિત વિવાહ છે. આ વિવાહમાં હાજર થવા માટે ન માત્ર સામાન્ય લોકો ઉત્સાહિત હતા, પરંતુ બધા ભગવાન કોઈને કોઈ રૂપમાં હાજર જ રહ્યા હતા. કહેવામાં આવે છે કે તેના વિવાહ જોવા સ્વયં બ્રહ્મા, વિષ્ણુ પણ રુદ્ર બ્રાહ્મણોના વેશમાં આવ્યા હતા. ત્યાર પછી તેમના લગ્ન ધામધૂમ સાથે થયા હતા. કહેવામાં આવે છે કે રામ અને સીતાને તમામ દેવી અને દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા.

૨. શિવ, પાર્વતી અને સતીના વિવાહ :-

ભગવાન શિવે સૌથી પહેલા સતી સાથે વિવાહ કર્યા હતા. તે વિવાહ જોવા માટે તમામ દેવગણ હાજર રહ્યા. આ વિવાહ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં થયા હતા. બ્રહ્માજીના કહેવા ઉપર સતીના પિતાએ શિવજી સાથે વિવાહ કરાવવા માટે તૈયાર થયા હતા. પરંતુ પછી સતીએ પોતાની જાતને આગને અર્પણ કરી લીધી. ત્યાર પછી શિવજીના વિવાહ પાર્વતી સાથે થયા. શિવ અને પાર્વતીના વિવાહમાં પણ તમામ દેવતા જાનૈયા બનીને ગયા હતા અને આશીર્વાદ આપ્યા હતા.

3. ગણેશજીના વિવાહ :-

ગણેશજીના વિવાહ ઘણા રોચક પરિસ્થિતિઓમાં થયા. ખાસ કરીને તેમના વિવાહ નહોતા થઇ રહ્યા, પરંતુ પછી તેમના વિવાહ એક નહિ, પરંતુ બે કન્યાઓ સાથે થયા. પુરાણો મુજબ, ગણેશજીના વિવાહ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી રીદ્ધી અને સિદ્ધી નામની બે કન્યાઓ સાથે થયા હતા. સિદ્ધી થી ‘ક્ષેમ’ અને રીદ્ધીથી ‘લાભ’ નામના બે પુત્ર થયા, જેને શુભ લાભ નામથી ઓળખવામાં આવે છે. ગણેશજીના વિવાહમાં તમામ દેવતા હાજર રહ્યા હતા અને તેને આશીર્વાદ પણ આપ્યા હતા.

૪. વિષ્ણુ અને લક્ષ્મીના વિવાહ :-

પુરાણોમાં વિષ્ણુ અને લક્ષ્મીના વિવાહનું પણ વર્ણન છે. ખાસ કરીને લક્ષ્મીનો સ્વયંવર આયોજિત થયો હતો અને તેમણે વિષ્ણુને મનમાંને મનમાં પોતાના પતિ માની લીધા હતા. તેવામાં નારદજી પણ તેની સાથે વિવાહ કરાવવા માંગતા હતા, લક્ષ્મીએ વિષ્ણુના ગળામાં વરમાળા નાખી દીધી. આ વિવાહને પણ તમામ દેવતાઓએ આશીર્વાદ આપ્યા હતા.

૫. રુક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ :-

રુક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ પણ ઘણા રોચક પરિસ્થિતિઓમાં થયા હતા. જેની સાથે જોડાયેલા તમામ કિસ્સા પુરાણોમાં રહેલા છે. આ કિસ્સા મુજબ, આ વિવાહમાં તમામ દેવતાગણ હાજર થયા હતા અને તેમણે આ જોડીને પોતાના આશીર્વાદ આપ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.