બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર ટૂંક સમયમાં જ પોતાની ગર્લફેન્ડ મલાઈકા અરોડા સાથે લગ્ન કરવાના છે. મલાઈકા અને અર્જુન કપૂરને ઘેર લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. મલાઈકા અને અર્જુન કપૂર એક બીજાના સંબંધો વિષે હજુ પણ કાંઈ બોલતા નથી. પરંતુ તેના ફોટા બધું જાહેર કરી દે છે. હાલના દિવસોમાં મલાઈકા અને અર્જુન કપૂરના સમાચારની ચર્ચા ચારે તરફ છે, પરંતુ સમાચાર મળી રહ્યા છે કે હવે ટૂંક સમય માં જ લગ્ન ની શરણાઈ વાગવાની છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?
મલાઈકા અને અર્જુન કપૂર લાંબા સમય થી એક બીજા ને ડેટ કરી રહ્યા છે, જેને હવે બન્ને એક સંબંધ નું નામ આપવા માંગે છે. બન્ને એ જ તેના વિષે હજુ કાંઈ કહ્યું નથી. પરંતુ જેવી રીતે મલાઈકા એ કપૂર ફેમીલી માં સ્થાન મળી રહ્યું છે, તેનાથી તો એ સ્પષ્ટ થાય છે કે તે બન્ને ના જ ફેમીલી ની મંજુરી મળી ગઈ છે અને ટૂંક સમય માં જ બન્ને લગ્ન કરવાના છે. મીડિયા રીપોર્ટ ના જણાવ્યા મુજબ બન્ને ટૂંક સમય માં જ બંધન માં બંધાવાના છે અને આ લગ્ન એકદમથી ગુપ્ત રહેશે. જેના માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે.
૩૩ વર્ષનો અર્જુન કપૂર ૪૪ વર્ષની મલાઈકા અરોરા સાથે લગ્નની ગ્રંથીથી જોડાશે.
આ મહિનામાં થઇ શકે છે મલાઈકા અને અર્જુનમાં લગ્ન :-
મલાઈકા અને અર્જુન એક બીજા ના પ્રેમમાં એકદમ થી પાગલ થઇ ચુક્યા છે. તેવા માં સમાચાર આવી રહ્યા છે કે બન્ને માર્ચના અંતમાં અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. બન્ને ની ફેમીલી આ લગ્ન માટે રાજી થઇ ગયા છે. સુત્રો ના જણાવ્યા મુજબ બન્ને ફેમીલી એ લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે અને આ લગ્ન ઘણા ખાનગી રીતે જ થશે. એટલું જ નહિ, સમાચારોના જણાવ્યા મુજબ તો મલાઈકા અરોડા એ પોતાના લગ્ન વિષે પોતાની ટીમને જણાવ્યું છે, જેના કારણે આ સમાચાર લીક થઇ ગયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ખાનગી લગ્ન પછી મલાઈકા અને અર્જુન કપૂર મુંબઈમાં ફિલ્મી કલાકારો માટે એક ગ્રેંડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જ્યાં તે બન્ને પોતાના સંબંધોને લઇને ખુલીને વાત કરશે. આ પાર્ટી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી પાર્ટી હોઈ શકે છે, કેમ કે અર્જુન કપૂર ઊંચા સ્થાનના અભિનેતા છે, તો તે મલાઈકાની પણ લોકપ્રિયતા ઓછી નથી. મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે એક નવું જીવન શરુ કરવા જઈ રહી છે, એટલા માટે એક ગ્રેંડ રિસેપ્શન નું આયોજન કરવામાં આવશે.
છૂટાછેડા પછી બે વર્ષ પછી લગ્ન કરશે મલાઈકા અરોડા :-
મલાઈકા અરોડા એ અરબાજ ખાન સાથે ૨૦૧૭ માં છૂટાછેડા લીધા હતા, ત્યાર પછીથી તે ખુલીને અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. હવે મલાઈકા અર્જુન કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ને એક નવા જીવનની શરુઆત કરશે. મલાઈકા અરોડા અને અરબાજ ખાન છૂટાછેડા પછી એક બીજાના દોસ્ત છે અને પોતાના દીકરાને માટે મળતા રહે છે. એટલું જ નહિ, મલાઈકાના લગ્નમાં તેના દીકરાને કોઈ વાંધો નથી.