આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે. કોઈ પણ ઓનલાઈન ખરીદી કરે છે. એટલે જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો, તો તે માત્ર તમારા માટે જ છે. ઓનલાઈન શોપિંગ કરીને જો તમે હજુ સુધી મોટી છૂટ કે ડિસ્કાઉન્ટ લો છો, તો હવે એ બધું ભૂલી જાવ. હવે થી ઓનલાઈન શોપિંગ કરવાથી ન તો તમને વસ્તુ સસ્તી મળશે અને ન તો તમને ભારે એવા ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે હવે વસ્તુ માર્કેટના ભાવે જ મળશે. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું છે?
ઈ કોમર્સમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે એચડીએફસીના નવા નિયમ શુક્રવારથી લાગુ થયું છે. જેમાં હવે કોઈ ફેરફાર કે કંપનીઓને કોઈ રાહત મળવાની નથી. આ નિયમથી અમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી કંપનીઓને મોટો આંચકો લાગે છે. એટલે આ કંપનીઓ એ આ નિયમ લાગુ કરવા માટે થોડો સમય માંગ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર એ તેમનું જરાપણ ન સાંભળ્યું, એટલે તેનું નુકશાન સામાન્ય માણસના ખિસ્સા ઉપર પણ પડશે. તો જાણીએ કે આખી બાબત શું છે અને કેવી રીતે તેની અસર આપણા ખિસ્સા ઉપર પડશે.
પોતાની પ્રોડક્ટ નહિ વેચી શકે કંપનીઓ :-
નવા નિયમ હેઠળ હવે કંપનીઓ તે પ્રોડક્ટ વેચી શકશે, જેમાં તેની ભાગીદારી નહિ હોય. એટલે કંપની પોતાની પ્રોડક્ટ નહિ વેચી શકે. આ નિયમથી સૌથી વધુ અસર એમેઝોન અને ફ્લીપકાર્ટને પડશે. કેમ કે આ કંપનીઓ ઓનલાઈન પોતાની પ્રોડક્ટ પણ વેચે છે. એટલે હવે તેને પ્લેટફોર્મથી મોબાઈલ, ઇલેક્ટ્રોનિકસ, ગ્રોસરી અને ફેશન વગેરે પ્રોડક્ટને મોટા પ્રમાણમાં દુર કરવી પડશે. જેથી તેને ઘણું નુકશાન થઇ શકે છે. એટલે હવે કંપનીઓને મોટા પ્રમાણમાં નુકશાન થઇ શકે છે. જેની અસર સામાન્ય માણસ ઉપર પણ પડશે.
એચડીએફસીના નવા નિયમ લાગુ પડ્યા પછી જ એક્સક્લુસિવ પ્રોડક્ટ વેચવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે હવે કંપનીઓને એક્સક્લુસિવ સેલનો ફાયદો નહિ મળે અને તેનાથી તેમના બિજનેશમાં નુકશાન થવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કંપનીઓ એ થોડો સમય માંગ્યો હતો, પરંતુ સરકાર દ્વારા તેને બિલકુલ પણ સમય ન મળ્યો, એટલે હવે તેને કરોડોનું નુકશાન થઇ શકે છે કે પછી જોઈ નવી સ્કીમથી વસ્તુને વેચવામાં આવી શકે છે.
ડીલેવરીમાં લાગશે વધુ સમય :-
નવા નિયમ લાગુ પડવાથી હવે તમને મોડી ડીલેવરી પણ મળશે. જો હાલમાં તમને વસ્તુ ઘર સુધી ૧ થી ૨ દિવસમાં મળી જાય છે, તો હવે આ ઓછામાં ઓછું ૪ થી ૭ દિવસમાં આવશે. એટલું જ નહિ, ડીલેવરી ચાર્જ પણ વધારવામાં આવ્યા છે. એટલે કે હવે તમને ઓનલાઈન સસ્તી વસ્તુ નહિ મળે અને ન તો ઘણા મોટા ડિસ્કાઉન્ટ. આ નવા નિયમની પાછળ ઓફલાઈન વેપારીઓનો હાથ છે, કેમ કે તેમનું માનવું હતું કે ઓનલાઈન વસ્તુ સસ્તી મળે છે, જેના કારણે લોકો તેમને ત્યાં નથી આવી રહ્યા.