લગ્ઝરી કાર છોડીને સાઈકલ પર શૂટિંગ કરવા પહોંચ્યા સલમાન, લોકો બોલ્યા “ભાઈને પણ મેમોનો આટલો બધો ડર લાગી ગ્યો”

બોલીવુડ કલાકાર સલમાન ખાનનો અંદાઝ હંમેશા બીજાથી થોડો અલગ હોય છે. તે વર્તમાનમાં જ સૌથી મોટા સુપરસ્ટાર હોય પરંતુ તેમનું વર્તન અને વિચારસરણી હજુ પણ જમીન સાથે જોડાયેલી છે. ભાઈજાન જયારે ફિલ્મોમાં આવ્યા હતા, ત્યારે થોડા બગડેલા નવાબ જરૂર હતા. પોતાની ટેવોને કારણે જ તેની ઉપર ઘણા પોલીસ કેસ પણ થયા.

આમ તો સમય સાથે સાથે તેમાં પરિવર્તન આવી ગયું. હવે તે પહેલા કરતા ઘણા મેચ્યોર થઇ ગયા છે. તેમની સાદગી અને સ્ટારડમ સાથે જોડાયેલા ઘણા વિડીયો હંમેશા વાયરલ થતા રહે છે. સલમાનને કાર અને બાઈક ઉપરાંત સાયકલ પણ પસંદ છે. તે ઘણી વખત મુંબઈના રોડ ઉપર સાયકલ સાથે જોવા મળ્યા છે. આ કડીમાં તેમનો એક સાયકલીંગ કરતો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં મુંબઈમાં વરસાદ વચ્ચે રોડ ઉપર સાયકલ ચલાવી રહેલા જોવા મળે છે. તે વિડીયો સલમાન ખાન પોતે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. વિડીયો સાથે તેમણે લખ્યું છે કે, વરસાદ વચ્ચે મુંબઈ શહેર, ‘દબંગ ૩’ નું શુટિંગ માટે લોકેશન ઉપર જતા, ખાસ કરીને મુંબઈના વરસાદમાં ટ્રાફિકની ઘણી જ વિકટ પરિસ્થિતિ રહે છે. તેવામાં સલમાન ભાઈએ સાયકલના માધ્યમથી પોતાના શુટિંગ ઉપર જવું જ યોગ્ય સમજ્યું. સાયકલ ન માત્ર પર્યાવરણ માટે લાભદાયક છે પરંતુ તેનાથી વધુ ટ્રાફિક વચ્ચે પણ સરળતાથી નીકળી શકાય છે.

વિડીયોમાં દેખાતા કેવા સલમાન વરસાદમાં ટોપી પહેરીને સાયકલ ચલાવતા ટ્રાફિકથી બચે છે. આ બધા વચ્ચે રસ્તામાં એક ઓટો વાળો આવે છે, તો તે સલમાન સાથે સેલ્ફી પણ લે છે. પછી એક સ્થળે ટ્રાફિકમાં સલમાનને રોકાવું પડે છે, તો એક બીજા ફેન આવીને સલમાન સાથે સેલ્ફી લે છે. ત્યાર પછી સલમાન સ્ટુડિયો જાય છે, જ્યાં બહાર ઉભેલા એક વ્યક્તિ સલમાન સાથે ચાલુ સાયકલે હાથ મિલાવે છે.

સલમાનનો આ ફૂલ અંદાઝ લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ વિડીયોને ઈન્ટરનેટ ઉપર ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે. સલમાન જયારે પણ સાયકલ લઈને રોડ ઉપર નીકળે છે, તો સમાચારની હેડલાઈન જરૂર બને છે. આપણે સામાન્ય લોકોએ પણ સલમાન પાસેથી શીખવું જોઈએ કે જયારે આટલો મોટો કલાકાર સાયકલ ચલાવવામાં કોઈ શરમ નથી અનુભવતા, તો પછી આપણે પણ તે ચલાવી શકીએ છીએ. તેમાં આપણું અને પર્યાવરણ બંનેનો લાભ જ છે.

આમ તો સોશિયલ મીડિયા ઉપર અમુક લોકો આ વિડીયોને લઈને મજાક પણ કરી રહ્યા છે. જેમ કે તમે બધા જાણો છો કે હાલના દિવસોમાં ચલણને કારણે જ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. તેવામાં એક યુઝર કહે છે કે અરે ચલણના ડરથી હવે ભાઈજાન પણ સાયકલ ઉપર આવી ગયા, તો બીજાનું કહેવું છે કે સારું થયું જે સલમાને કાર ન ચલાવી, નહિ તો ચલણ કપાઈ જાત.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન હાલના દિવસોમાં ‘દબંગ ૩’ ના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મના પ્રભુ દેવા ડાયરેક્ટ કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :